________________
૧૨૪
..
मिथ्यात्वोना सास्वादनेऽनन्तानुपूर्वीत्रिकेन्द्रियद्विकानि विना समिश्रा । मिश्रे सपूर्वीत्रिका, सम्यक्त्वयुताऽमिश्रायते ॥ ६४॥
ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વે વિના ૧૦૬.. મિત્રે અનંતાનુબંધી + ત્રણ આનુપૂર્વી + એકેન્દ્રિયદ્ધિક વિના અને મિશ્રમોહનીય સાથે ૯૮.. અવિરતે મિશ્રમોહનીયને છોડીને અને સમ્યક્ત્વમોહનીય + ત્રણ આનુપૂર્વીને લઈને ૧૦૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૬૪)
ઉદયસ્વામિત્વ
વિવેચન : (૨) ૧૦૭માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૧૦૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય બીજાદિ ગુણઠાણે ન હોય એ તો સ્પષ્ટ જ છે..)
...
(૩) ૧૦૬માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધી-૪ + એકેન્દ્રિયદ્ઘિક + ત્રણ આનુપૂર્વીને નીકાળીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૯૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
ભાવના :
* અનંતાનુબંધીનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.
* એકેન્દ્રિયોને પહેલાં બે ગુણઠાણા જ હોવાથી એકેન્દ્રિય – સ્થાવરરૂપ બે પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.
* ત્રીજું ગુણઠાણું વિગ્રહગતિમાં ન હોવાથી ત્રણ આનુપૂર્વીનો અનુદય
કહ્યો..
(૪) ૯૮માંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીયને છોડીને અને ત્રણ આનુપૂર્વી + સમ્યક્ત્વમોહનીયને ઉમેરીને ૧૦૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
ભાવના ::
* મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ અને સમ્યક્ત્વમોહનીયનો પુનરુદય એ તો સ્પષ્ટ જ છે..
1
* જે સમ્યગ્દષ્ટિ જીવો તેજોલેશ્યાવાળા સૌધર્મ-ઇશાન દેવલોકમાં કે સંખ્યાત અસંખ્યાતવર્ષનાં આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યમાં સમ્યક્ત્વ સાથે ઉત્પન્ન થાય છે, તેઓને લઈને અહીં દેવ-મનુષ્ય-તિર્યંચ એ ત્રણે આનુપૂર્વીનો ઉદય ઘટી શકે છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org