________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧૨૩ તેજોવેશ્યાવાળા સૌધર્માદિ દેવો એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થઈ શકે છે અને જે લેશ્યાએ મરે તે જ વેશ્યાએ ઉત્પન્ન થાય' એ નિયમ પ્રમાણે તે દેવો, તેજોલેશ્યામાં મરીને તેજલેશ્યા લઈને જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને તેથી એકેન્દ્રિયોમાં પણ તેજોલેશ્યા મળી શકે છે. એટલે જ તેજોલેશ્યામાર્ગણામાં એકેન્દ્રિયજાતિનો ઉદયવિચ્છેદ ન કર્યો..
તેજોલેશ્યાવાળા જીવો સૂક્ષ્મ, સાધારણ અને લક્ષ્મપર્યાપ્ત જીવોમાં ઉત્પન્ન થતાં નથી. એટલે સૂક્ષ્માદિ જીવોમાં તેજોલેશ્યા ન મળે. તેથી તેજોલેશ્યામાર્ગણામાં સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો..
7 જો કે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિકોને તેજલેશ્યા હોય છે, પણ તે અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. જ્યારે આતપનામકર્મનો ઉદય તો શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ હોય છે. એટલે તેજોલેશ્યામાં આતપનામનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે..
* જિનનામકર્મનો ઉદય તેરમા - ચૌદમા ગુણઠાણે હોય છે અને ત્યાં તેજોવેશ્યા હોતી નથી. (તેજો-પબલેશ્યા સાતમા ગુણઠાણા સુધી જ હોય છે.) એટલે અહીં જિનનામનો પણ ઉદયવિચ્છેદ કહ્યો..
(૧) ૧૧૧માંથી મિથ્યાત્વગુણઠાણે આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયને છોડીને ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (આહારકદ્વિકનો ઉદય છદ્દે ગુણઠાણે થાય અને મિશ્ર-સમ્યક્વમોહનીયનો ઉદય અનુક્રમે ત્રીજાચોથાદિગુણઠાણે થાય. એટલે મિથ્યાત્વે તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.)
હવે સાસ્વાદન વગેરે ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય કહે છે– मिच्छूणा साणे अण - पुव्वीतिगिदियदुगविणु समीसा । मीसे सपूव्वीतिगा, सम्मजुआ अमीसा अजये ॥६४ ॥
* उक्तञ्च नव्यषडशीतिवृत्त्याम्- "तेजोलेश्यापद्मलेश्ययोः सप्त गुणस्थानानि भवन्ति, तत्र षट् पूर्वोक्तान्येव, सप्तमं त्वप्रमत्तगुणस्थानकम्" इति (श्लो० २३ -वृत्तौ) । अभिहितञ्च सर्वार्थसिद्धावपि-"तेजःपद्मलेश्ययोमिथ्यादृष्ट्यादीनि अप्रमत्तस्थानान्तानि" इति (१/८) । षट्खण्डागमेऽपि प्रगदितम्- "तेउलेस्सिया पम्मलेस्सिया सण्णि-मिच्छाइट्ठि-प्पहुडि जाव મMAત્તસંગા ઉત્ત(૧, ૨, ૩૮) I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org