________________
૧૨૦
ઉદયસ્વામિત્વ
ત્યાં કોઈ ન જાય. (કારણ કે “નàણે મરે તમે વવજ્ઞરૂ' એવો નિયમ છે. એટલે જીવનું મરણ શુભલેશ્યામાં જ થાય અને એ શુભલેશ્યાને લઈને જ શુભલેશ્યાવાળા વૈમાનિકાદિમાં તેની ઉત્પત્તિ થાય..) તેથી ત્રણ અશુભલેશ્યા માર્ગણામાં ચોથે ગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોઈ શકે નહીં.
વળી, પહેલી નરકમાં માત્ર કાપોતલેશ્યા જ હોય, એટલે ત્યાં ઉત્પન્ન થનાર સમ્યગ્દષ્ટિ માત્ર કાપોતલેશ્યા લઈને જ જાય, કૃષ્ણ-નીલલેશ્યા લઈને નહીં.* તેથી કાપોતલેશ્યામાં જ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વનો ઉદય હોઈ શકે છે, કૃષ્ણ - નીલેશ્યામાં નહીં.
સિદ્ધાંતમતે ત્રણ અશુભલેશ્યાવાળા ભવનપતિ - વ્યંતરોમાં પણ સમ્યગ્દષ્ટિનો ઉત્પાદ મનાયો છે. એટલે તેમના મતે ત્રણ અશુભ લેક્ષામાં દેવાનુપૂર્વીનો પણ ઉદય થઈ શકે છે.
વળી તેમના મતે, કાપોતલેશ્યાવાળી પહેલી ત્રણ નરકોમાં, નીલલેશ્યાવાળી ત્રીજી વગેરે ત્રણ નરકમાં અને કૃષ્ણલેશ્યાવાળી છઠ્ઠી નરકમાં – આ બધી નરકમાં સમ્યગ્દષ્ટિનો ઉત્પાદ મનાયો છે. એટલે સમ્યગ્દષ્ટિ જીવ (માત્ર કાપોતલેશ્યા લઈને જ નરકગતિમાં ઉત્પન્ન થાય - એવું નહીં; પણ) ત્રણમાંથી કોઈપણ અશુભલેશ્યા લઈને ઉત્પન્ન થાય અને તેથી કાપોતલેશ્યાની જેમ કૃષ્ણનીલલેશ્યામાં પણ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ઘટી શકે છે.
એટલે સાર એ આવ્યો કે, ત્રણ અશુભલેશ્યામાં સમ્યત્વગુણઠાણે, સૈદ્ધાંતિકમતે કર્મસ્તવની જેમ ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહેવો, અને કાર્મગ્રંથિકમતે કૃષ્ણ-નીલલેશ્યામાર્ગણામાં ૧૦૪માંથી દેવ-નરકાનુપૂર્વીને છોડીને ૧૦૨ પ્રકૃતિનો
* “જે લેગ્યામાં મરે, તે લેગ્યામાં ઉત્પન્ન થાય' એ નિયમ પ્રમાણે કાપોતલેશ્યાવાળી નરકમાં ઉત્પન્ન થનાર સમ્યગ્દષ્ટિ જીવ, કાપોતલેશ્યામાં મરણ પામીને કાપોતલેશ્યા લઈને જ ત્યાં ઉત્પન્ન થાય, અન્ય વેશ્યા લઈને નહીં..
* अभिहितञ्च व्याख्याप्रज्ञप्त्याम् - "चोसट्ठीए णं भंते ! असुरकुमारावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु असुरकुमारावासेसु किं सम्मद्दिट्ठी असुरकुमारा उववज्जंति, मिच्छादिट्ठी, (उ०) પર્વ નહીં પ્રમાણ તિત્રિ માનવા પયિા તહીં માળિયત્રી....” (શત૨૩, ૩૨ે. ૨, ટૂ. ૨૪)
® प्रगदितञ्च भगवत्याम्- "इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए... किं सम्मदिट्ठी नेरइया उववज्जंति ? गोयमा ! सम्मदिट्ठी वि नेरइया उववज्जंति... एवं सक्करप्पभाए वि, एवं जावતમા વિ” (શત૨૩, ઘેડ ૨, સૂ૦ ૨૫/૨૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org