________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧૧૯
લેયામાર્ગાણા
હવે લેગ્યામાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહે છે. તેમાં સૌ પ્રથમ કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે–
છે કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં ઉદચસ્વામિત્વ શું कुलेसासुमोघव्व, छसु णवरं ण किण्हणीलासु। दो अणुपुव्वी सम्मे, सुराणुपुव्वी ण काऊए ॥६२ ॥ कुलेश्यासु ओघस्येव, षट्सु नवरं न कृष्णनीलयोः । द्वे आनुपूौं सम्यक्त्वे, सुरानुपूर्वी न कापोते ॥६२ ॥
ગાથાર્થ : ત્રણ કુલેશ્યામાં છ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ સમ્યત્ત્વગુણઠાણે કૃષ્ણ - નીલમાર્ગણામાં દેવ - નરાકાનુપૂર્વીનો ઉદય ન કહેવો અને કાપોતમાર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય ન કહેવો. (૬૨)
વિવેચન : કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કપોતલેશ્યા – એ ત્રણ અશુભ લેશ્યામાર્ગણામાં ૧૨૨માંથી જિનનામકર્મને છોડીને ઓથે - ૧૨૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (ત્રણ અશુભલેશ્યા છઠ્ઠા ગુણઠાણા સુધી હોય, જ્યારે જિનનામનો ઉદય તેરમે-ચૌદમે ગુણઠાણે હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો..)
(૧) મિથ્યાત્વે મિશ્રદ્ધિક અને આહારકદ્ધિક વિના ૧૧૭.. (૨) સાસ્વાદને ૧૧૧.. (૩) મિશ્ર ૧૦૦.. અહીં બધે કર્મસ્તવ મુજબ ભાવના સમજવી..
(૪) સમ્યક્ત ગુણઠાણે કર્મસ્તવમાં ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, પણ અહીં કૃષ્ણ - નીલેશ્યામાર્ગણામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીને છોડીને ૧૦૨ પ્રકૃતિનો ઉદય કહેવો અને કાપોતલેશ્યામાર્ગણામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વીને છોડીને ૧૦૩ પ્રકૃતિનો ઉદય કહેવો..
જ તર્કવિચાર જી કાર્મગ્રંથિકમતે સમ્યક્ત લઈને જીવ દેવ-નરકમાં અનુક્રમે વૈમાનિક દેવલોક અને પહેલી નરકમાં જ જઈ શકે છે.. હવે વૈમાનિક દેવલોકમાં તો શુભલેશ્યા જ હોવાથી, ત્યાં બધાં શુભલેશ્યા લઈને જ જાય, અશુભલેશ્યા લઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org