________________
૧૧૪
ઉદયસ્વામિત્વ
દર્શનમાણા
હવે દર્શનમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા, ચક્ષુદર્શનમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે– नवसयमेगिंदियछगअणुपुव्वीचउगजिणविणा आहे । चक्खुम्मि य बितिइंदियविणु मीसाहारदुविणु मिच्छे ।। ६० ॥ मिच्छं विणु सासाणे, चउ-अणविणा मीसे उ मीसजुआ। णेयं अजयाईसुं, दसगुणठाणेसुं ओहव्व ॥६१ ॥ नवशतमेकेन्द्रियषटकानुपूर्वीचतुष्कजिनानि विनौघे । चक्षुषि च द्वित्रीन्द्रिये विना, मिश्राहारकद्विकं विना मिथ्यात्वे॥६० ॥ मिथ्यात्वं विना सास्वादने, चतुरिन्द्रियानन्तान् विना मिश्रे तु मिश्रयुता।. ज्ञेयमयतादिषु, दशगुणस्थानेष्वोघवत् ॥६१ ॥
ગાથાર્થ : ચક્ષુદર્શનમાર્ગણામાં એકેન્દ્રિયષક, આનુપૂર્વીચતુષ્ક, જિનનામ વિના અને બેઇન્દ્રિય-તે ઇન્દ્રિયજાતિ વિના ઓઘે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો. મિથ્યાત્વે મિશ્રઢિક અને આહારકદ્ધિક વિના ૧૦૫.. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૪. તેમાંથી મિશ્રગુણઠાણે ચઉરિન્દ્રિયજાતિ + અનંતાનુબંધીને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. બાકીનાં અવિરતાદિ ૧૦ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૬૦-૬૧)
% ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે વિવેચન : ચક્ષુદર્શનમાર્ગણામાં ૧૨૨માંથી એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ચાર આનુપૂર્વી, જિનનામ અને બેઇન્દ્રિયતેઇન્દ્રિયજાતિ - આ ૧૩ પ્રકૃતિઓને છોડીને ઓથે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
જ હેતુવિચાર છે * એકેન્દ્રિય, બેઇન્દ્રિય અને તે ઇન્દ્રિયોને ચક્ષુરિન્દ્રિય હોતી નથી. એટલે ચક્ષુરિન્દ્રિયને અવલંબીને થનાર ચક્ષુદર્શન પણ ન હોય.. તેથી અહીં તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org