________________
૧૧૨
ઉદયસ્વામિત્વ
% કારણસંલોક છે. કે આહારકદ્ધિકનો ઉદય ચૌદ પૂર્વધરોને જ હોય* છે. હવે જે જીવ ઉત્કૃષ્ટથી પણ કંઈક ન્યૂન દસ પૂર્વ ભણેલો હોય, તે જ પરિહારવિશુદ્ધિ સંયમને સ્વીકારે છે, એવું સિદ્ધાંતમાં કહ્યું છે, એટલે પરિહારવિશુદ્ધિવાળા ચૌદ પૂર્વધર ન હોવાથી તેઓને આહારકદ્ધિકનો ઉદય ન હોય..
પરિહારવિશુદ્ધિવાળા જીવો અત્યંત વિશુદ્ધ સંયમને આરાધવામાં તત્પર હોવાથી, તેઓ વૈક્રિય વગેરે લબ્ધિનો પ્રયોગ કરતા નથી, એટલે જ પરિહારવિશુદ્ધિમાર્ગણામાં વૈક્રિય વગેરે યોગો નથી હોતા, એવું ષડશીતિમાં કહ્યું છે..
* પહેલાં સંઘયણવાળા જીવો જ પરિહારવિશુદ્ધિ સંયમને સ્વીકારવામાં સમર્થ છે.. એટલે પહેલાં સંઘયણ સિવાયના બાકીના પાંચ સંઘયણનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો..
7 સ્ત્રીઓ પૂર્વધર હોતી નથી અને પરિહારવિશુદ્ધિસંયમને જઘન્યથી પણ સાધિક નવ પૂર્વધર જ સ્વીકારી શકે છે, એટલે અહીં સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે..
એટલે પરિહારવિશુદ્ધિમાર્ગણામાં પ્રમત્તપ્રાયોગ્ય ૮૧માંથી ૮ પ્રકૃતિઓ નીકાળીને ઓથે + પ્રમત્તે ૭૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
પ્રશ્ન : ૭૩ પ્રકૃતિઓમાં તમે થીણદ્વિત્રિકનો પણ ઉદય કહ્યો છે, પણ સંયમ લીધા પછી થીણદ્વિત્રિકના ઉદયવાળા જીવોનું રજોહરણ પણ પાછું લઈ લેવાય છે, તો અત્યંત વિશુદ્ધ સંયમવાળા પરિહારવિશુદ્ધિચારિત્રીઓને થીણદ્વિત્રિકનો ઉદય કેવી રીતે થાય ?
ઉત્તર : પ્રબળતાથી ભલે થીણદ્વિત્રિકનો ઉદય ન હોય, પણ મંદતાથી તો પરિહારવિશુદ્ધિવાળાને પણ તેનો ઉદય થઈ શકે છે. આ પ્રમાણે બીજું પણ કારણ, આગમને બાધ ન આવે એ રીતે વિચારવું..
(૭) ૭૩માંથી અપ્રમત્તગુણઠાણે થીણદ્વિત્રિકને છોડીને ૭૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (વીણદ્વિત્રિકનો ઉદય છઠ્ઠા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો..).
* “માદાર વરસપુષ્યિો " તિ વવનાત્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org