________________
૧૦૪
ઉદયસ્વામિત્વ ગાથાર્થ : અવધિદ્રિકમાર્ગણામાં વિકલાદિ - ૧૭ પ્રકૃતિ વિના ઓઘે - ૧૦૫ પ્રકૃતિનો ઉદય કહેવો.. અવિરતગુણઠાણે આહારકદ્ધિક વિના ૧૦૩.. અને બાકીના આઠ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (૫૬)
વિવેચનઃ અવધિજ્ઞાન અને અવધિદર્શન - એ બે માર્ગણામાં ૧૨રમાંથી વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, જિનનામ, તિર્યંચાનુપૂર્વી, મિથ્યાત્વ, મિશ્ર અને અનંતાનુબંધીચતુષ્ક - આ ૧૭ પ્રકૃતિઓ નીકાળીને ઓ9 - ૧૦૫ પ્રકૃતિઓનો ઉદય કહેવો. .
તર્કસંલોક છે " * અવધિબ્રિકનો ઉદય લબ્ધિપર્યાપ્ત સમ્યગ્દષ્ટિ એવા સંજ્ઞીપંચેન્દ્રિયોને જ હોય છે. એટલે વિકલેન્દ્રિય, એકેન્દ્રિય અને લબ્ધપર્યાપ્ત જીવોને યોગ્ય જાતિચતુષ્ક-સ્થાવરચતુષ્ક અને આતપ - એ ૯ પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો..
* જિનનામનો ઉદય તેરમે-ચૌદમે ગુણઠાણે થાય અને ત્યાં અવધિજ્ઞાનઅવધિદર્શન હોતું નથી (અવધિજ્ઞાન, બારમા ગુણઠાણા સુધી જ હોય..) એટલે અહીં જિનનામનો પણ ઉદયવિચ્છેદ કર્યો..
* કાર્મગ્રંથિકમતે કોઈપણ જીવ અવધિજ્ઞાન સાથે તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી, કારણ કે અવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય અને સમ્યગ્દષ્ટિ જીવ તિર્યંચમાં પણ યુગલિક તિર્યંચમાં જ ઉત્પન્ન થાય. હવે યુગલિકોમાં તો અવધિજ્ઞાન હોતું જ નથી, એટલે ત્યાં કોઈ અવધિજ્ઞાનને લઈને ઉત્પન્ન પણ ન થઈ શકે, એવું ફલિત થાય.. એટલે અવધિજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવી શકે નહીં.
જ્યારે સિદ્ધાંતમતે સમ્યગ્દષ્ટિ જીવ (ક્ષયોપશમસમ્યક્તી) સંખ્યાતવર્ષના આયુષ્યવાળા યુગલિક સિવાયના) તિર્યંચોમાં પણ ઉત્પન્ન થઈ શકે છે અને તે તિર્યંચોને અવધિજ્ઞાન પણ હોઈ શકે છે. એટલે સમ્યગ્દષ્ટિ જીવ અવધિજ્ઞાન
પૂર્વબદ્ધ તિર્યંચાયુષ્યવાળા ક્ષાયિકસમ્યગ્દષ્ટિ કે કૃતકરણાદ્ધામાં વર્તનારા જીવો જ સમ્યક્ત સાથે તિર્યંચગતિમાં જાય છે અને આવા જીવો નિયમા યુગલિક તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org