________________
૧૦૨
ઉદયસ્વામિત્વ
-
સુધીના ૧૨ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં (મિથ્યાત્વે - ૧૧૭ ઇત્યાદિરૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો..
પ્રશ્ન ઃ તમે અચક્ષુદર્શનમાર્ગણામાં ચાર આનુપૂર્વીનો પણ ઉદય કહ્યો. પણ અચક્ષુદર્શન, શું વિગ્રહગતિમાં પણ હોઈ શકે ?
ઉત્તર ઃ હા જરૂર... એટલે જ બૃહત્સડશીતિકારે પણ અનાહારકમાર્ગણામાં મન:પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શનને છોડીને ૧૦ ઉપયોગ માન્યા છે.
*
હવે ગ્રંથકારશ્રી બીજી માર્ગણાઓમાં કર્મસ્તવ મુજબ કર્મપ્રકૃતિના ઉદયનો અતિદેશ કરવા કહે છે—
भव्वे सव्वेसु तह, अभव्वे मिच्छम्मि नियनियगुणोहो । अहखाये संजमे तु, ओहव्व चरमचऊगुणेसु ॥ ५५ ॥ भव्ये सर्वेषु तथाऽभव्ये मिथ्यात्वे निजनिजगुणौघः । यथाख्याते संयमे तु, ओघवच्चरमचतुर्गुणेषु ॥ ५५ ॥
ગાથાર્થ : ભવ્યમાર્ગણામાં બધા ગુણઠાણે તથા અભવ્યમાર્ગણામાં પહેલે મિથ્યાત્વ-ગુણઠાણે પોત-પોતાનાં ગુણઠાણે કહેલ ઓઘોદય સમજવો. યથાખ્યાત સંયમમાં છેલ્લા ચાર ગુણઠાણે ઓઘોદયની જેમ.. (૫૫)
વિવેચન : (૧-૧૪) ભવ્યમાર્ગણામાં મિથ્યાત્વથી લઈને અયોગી સુધીના ૧૪ ગુણઠાણે કર્મસ્તવમાં કહેલ ઓઘોદયની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો.. અભવ્યમાર્ગણામાં પહેલે ગુણઠાણે કર્મસ્તવમાં કહેલ ઓઘોદયની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો..
આ પ્રમાણે છેલ્લી ચાર ગાથામાં, જે માર્ગણાઓમાં જે ગુણઠાણા કહ્યાં, તે ગુણઠાણાઓમાં કર્મસ્તવમાં જેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો છે. તેટલી કર્મપ્રકૃતિનો ઉદય અહીં પણ સમજવો..
(૧૧-૧૪) યથાખ્યાતસંયમમાર્ગણામાં ઉપશાંતમોહથી લઈને અયોગી સુધીના ચાર ગુણઠાણે, કર્મસ્તવમાં કહેલ ઓઘોદયની જેમ (ઉપશાંતમોહે-૫૯ વગેરે રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો..
॥ આ પ્રમાણે જે માર્ગણાઓમાં કર્મસ્તવ મુજબ કર્મપ્રકૃતિનો ઉદય સમજવાનો છે, તે માર્ગણાઓ બતાવી... |
* ‘મળનાળપવવુપહિયા, વસ ૩ ઝળાહારશેસુ વગો’- વૃષડશીતો શ્લો૦ ૪૬ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org