________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧૦૧
આ બધું ધ્યાનમાં લઈને જ ષડશીતિકારે પણ ત્રણ અજ્ઞાન માર્ગણામાં બે કે ત્રણ ગુણઠાણા જ કહ્યાં છે..
હવે કર્મસ્તવ મુજબ કેટલી માર્ગણામાં પોતાના ગુણઠાણે જ કર્મપ્રકૃતિનો ઉદય સમજવાનો છે, તે કહે છેसुहुमम्मि देसविरए, मीसे साणे य मिच्छम्मि । अजयम्मि पढमचऊसु, बारससुमचक्खुदंसम्मि ॥५४ ॥ सूक्ष्मे देशविरते, मिश्रे सास्वादने च मिथ्यात्वे । अयते प्रथमचतुर्पु, द्वादशस्वचक्षुर्दर्शने ॥५४॥
ગાથાર્થ સૂક્ષ્મસંપરાય, દેશવિરત, મિશ્ર, સાસ્વાદન અને મિથ્યાત્વ - આ બધી માર્ગણાઓમાં (પોત-પોતાનાં ગુણઠાણે)... અવિરત માર્ગણામાં પહેલા ચાર ગુણઠાણે.. અચક્ષુદર્શનમાર્ગણામાં ૧૨ ગુણઠાણે... (૫૪) વિવેચન :
24 સૂક્ષ્મસંપાયમાર્ગણામાં ૧૦ મે ગુણઠાણે – ૬૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
જ દેશવિરત માર્ગણામાં ૫ મે ગુણઠાણ – ૮૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. * મિશ્રમાર્ગણામાં ત્રીજે ગુણઠાણ - ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.
* સાસ્વાદનમાર્ગણામાં બીજે ગુણઠાણે - ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
7 મિથ્યાત્વમાર્ગણામાં પહેલે ગુણઠાણે - ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
આ પ્રમાણે આ બધી માર્ગણાઓમાં, પોત-પોતાના પ્રતિનિયત ગુણઠાણે કર્મસ્તવમાં કહ્યા મુજબ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો..
(૧-૪) અવિરતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણાથી લઈને અવિરત સુધીનાં ચાર ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. તે આ મુજબ – મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧, મિશ્ર ૧૦૦, અવિરતે ૧૦૪..
(૧-૧૨) અચક્ષુદર્શનમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણાથી લઈને ક્ષણમોહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org