________________
૧૦૦
ઉદયસ્વામિત્વ
(૧-૨/૩) મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાર્ગણામાં પહેલા બે ગુણઠાણે અથવા પહેલા ત્રણ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.
(૬-૯) સામાયિક અને છેદોપસ્થાપનીય માર્ગણામાં પ્રમત્તસંયતથી લઈને અનિવૃત્તિકરણ સુધીના ચાર ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો..
તાત્પર્ય એ કે, મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં સાત ગુણઠાણે કર્મસ્તવ પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. તે આ પ્રમાણે – પ્રમત્તે - ૮૧, અપ્રમત્તે – ૭૬, અપૂર્વકરણ - ૭૨, અનિવૃત્તિકરણે - ૬૬, સૂક્ષ્મસંપરાય - ૬૦, ઉપશાંતમોહે૫૯, ક્ષણમોહે - પ૭/૫૫.. આ પ્રમાણે દરેક માર્ગણાઓમાં પોત-પોતાના ગુણઠાણે કર્મસ્તવ પ્રમાણે ઉદય કહેવો..
પ્રશ્ન : મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાનમાર્ગણામાં “બે અથવા ત્રણ ગુણઠાણા” એ પ્રમાણે વૈકલ્પિક વિધાન કેમ કર્યું ?
ઉત્તર : અહીં બે મત છે : (૧) કેટલાંકોનું એવું માનવું છે કે, જ્ઞાનના અંશનું અસ્તિત્વ હોવાથી મિશ્રગુણઠાણું અજ્ઞાનમાર્ગણામાં ન લઈ શકાય. એટલે તે મતને લઈને અમારા વડે “અજ્ઞાનમાર્ગણામાં બે ગુણઠાણા હોય” એમ કહેવાયું..
(૨) કેટલાકોનું એવું માનવું છે કે, અજ્ઞાનમાર્ગણામાં મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર – એ ત્રણે ગુણઠાણા હોઈ શકે છે. તેઓ યુક્તિ આ પ્રમાણે આપે છે - જો કે મિશ્રદષ્ટિનું અજ્ઞાન જ્ઞાનમિશ્રિત હોય છે, તો પણ તે શુદ્ધજ્ઞાન તરીકે તો ન જ લેવાય, કારણ કે શુદ્ધજ્ઞાન તો સમ્યક્વમૂલક જ હોય છે (જો અશુદ્ધસમ્યક્તને પણ જ્ઞાન તરીકે મનાય, તો સાસ્વાદનવાળાને પણ જ્ઞાન માનવાનો પ્રસંગ આવશે.) એટલે મિશ્રદૃષ્ટિનું અજ્ઞાન, જ્ઞાનમિશ્રિત હોવા છતાં પણ અજ્ઞાન જ છે, તેથી તે મતને લઈને અમારા વડે “અજ્ઞાનમાર્ગણામાં ત્રણ ગુણઠાણા હોય' એમ કહેવાયું.
* "मिथ्यात्वाधिकस्य मिश्रदृष्टेरज्ञानबाहुल्यं सम्यक्त्वाधिकस्य पुनः सम्यग्ज्ञानबाहुल्यम्।" - નિનવમીય શતિટીયામ્ (પત્ર- ૬૦/૨)
“મિર્સમ્મી વાકિસ્સા”- પ્રશ્નસંપ્રદે સ્નો૨૦ ||
3 આ બધાં મતોનું સુવિશદ નિરૂપણ, ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃત વૃત્તિમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org