________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૯
નિયમાં સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. હવે કોઈપણ ક્ષયોપશમસમ્યક્તવાળા જીવો તિર્યંચ-નરકમાં ઉત્પન્ન જ થતાં નથી, તો પછી ક્ષયોપશમસમ્યક્તમાર્ગણામાં તિર્યંચ-નરકાનુપૂર્વીનો ઉદય કેવી રીતે ઘટી શકે ?
હા, સિદ્ધાંતમતે ક્ષયોપશમસમ્યક્તવાળા જીવો તિર્યંચ-મનુષ્યોમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે તેમના મતે તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદય ઘટી શકે, પણ તે મત તો અહીં નથી લેવાનો ને ?
ઉત્તરપક્ષ : અહીં વેદકસભ્યત્ત્વની વાત ચાલી રહી છે. હવે ક્ષાયિકસમ્યત્ત્વની છેલ્લી પ્રક્રિયાકાલીન કૃતકરણાદ્ધામાં વર્તતો જીવ પણ વેદકસમ્યક્તી તરીકે લેવાય અને આવો જીવ કાર્મગ્રંથિકમતે ચારે ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે, એટલે તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય હોવામાં કોઈ વિરોધ નથી.
$ મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ $ હવે મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં કેટલા ગુણઠાણા સુધી કર્મસ્તવ પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય સમજવાનો છે, તે વાત જણાવે છે–
जयआइसगसु केवल-दुगम्मि अंतिमदुगे अणाणदुगे । दुसु तिसु समइअछेए जयाइचउसु सठाणम्मि ॥५३ ॥ यतादिसप्तसु केवलद्विकेऽन्तिमद्विकेऽज्ञानद्विके। द्वयोस्त्रिषु सामायिक-छेदोपस्थापनीययोर्यतादिचतुर्षु स्वस्थाने ॥५३॥
ગાથાર્થ : (મન પર્યવજ્ઞાનમાર્ગણામાં) પ્રમત્તસંયતથી માંડીને ક્ષીણમોહ સુધીના સાત ગુણઠાણે..કેવલજ્ઞાન-કેવલદર્શનમાં છેલ્લા બે ગુણઠાણે.. અજ્ઞાનદ્રિકમાં બે કે ત્રણ ગુણઠાણે... સામાયિક- છેદોપસ્થાપનીયમાં પ્રમત્તસંયતાદિ ૪ ગુણઠાણે.. પોતાના સ્થાને.. (૫૩)
વિવેચન : (૬-૧૨) મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં પ્રમત્તસંયત ગુણઠાણાથી લઈને ક્ષીણમોહ સુધીના સાત ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.
(૧૩-૧૪) કેવલજ્ઞાન અને કેવલદર્શનમાર્ગણામાં તેરમા અને ચૌદમા ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org