________________
૯૮
ઉદયસ્વામિત્વ
સં. ગુણઠાણું
પુનરુદય |
પ્રકૃતિઓ | ૭૩
અપ્રમત્ત
૮ | અપૂર્વકરણ
અનુદય | વિચ્છેદ
થીણદ્વિત્રિક+ આહારકદ્વિક–પ છેલ્લા ત્રણ સંઘયણ+ સમ્યક્વમોહ = ૪ હાસ્યપર્ક ત્રણવેદ
|અનિવૃત્તિકરણ ૬૩ ૧૦ સૂક્ષ્મસંપરાય
૬૦
| આ પ્રમાણે કષાયમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું
નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું //
હવે જે માર્ગણાઓમાં કર્મપ્રકૃતિનો ઉદય, કર્મસ્તવમાં કહેલ ઓઘ મુજબ જ સમજવાનો છે, તે બધી માર્ગણાઓમાં ગુણઠાણા પ્રમાણે *અતિદેશથી કર્મપ્રકૃતિનો ઉદય કહે છે –
» મતિ-શ્રુતજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે (૪-૧૨) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન માર્ગણામાં અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણાથી લઈને ક્ષીણમોહ સુધીના ૯ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.
આશય એ કે, અવિરતાદિ તે તે ગુણઠાણે કર્મસ્તવમાં જેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો, તેટલી જ કર્મપ્રકૃતિઓનો ઉદય અહીં પણ સમાનપણે કહેવો.
$ વેદક સ ત્ત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે (૪-૧૭) વેદકસમ્યક્તમાર્ગણામાં અવિરતથી લઈને અપ્રમત્ત સુધીના ચાર ગુણઠાણે કર્મસ્તવમાં કહેલા ઓઘોદયની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો..
પૂર્વપક્ષ : કર્મસ્તવમાં તો ચોથે ગુણઠાણે ચારેય આનુપૂર્વીનો ઉદય કહ્યો છે, પણ અહીં તે કેવી રીતે ? કારણ, કાર્મગ્રંથિકમતે ક્ષયોપશમસમ્યક્તવાળા તિર્યંચ-મનુષ્યો નિયમા વૈમાનિકમાં જ ઉત્પન્ન થાય છે અને તેવા દેવ-નારકો
* અહીં માત્ર “આ માર્ગણામાં આટલા ગુણઠાણા સુધી કર્મસ્તવ પ્રમાણે ઉદય કહેવો” એવો અતિદેશ જ કરાશે, બાકી કોઠા-ભાવનાદિનું નિરૂપણ કર્યસ્તવ મુજબ સમજવું..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org