________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
..
તો તેને લઈને તિર્યંચ વગેરે આનુપૂર્વીનો ઉદય પણ કેમ ન ઘટે ?
ઉત્તર : હમણાં નપુંસકવેદની વાત ચાલી રહી છે. હવે કોઈપણ જીવ સમ્યક્ત્વ સાથે તિર્યંચગતિ વગેરેમાં નપુંસક તરીકે ઉત્પન્ન થતો નથી, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ નરક સિવાય સર્વત્ર પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે. (એટલે નપુંસકવેદમાર્ગણામાં ચોથે ગુણઠાણે માત્ર નરકાનુપૂર્વીનો ઉદય જ સંભવી શકે છે...)
*ક્ષયોપશમસમ્યક્ત્વવાળા નપુંસકને સમ્યક્ત્વમોહનીયનો ઉદય હોય એ તો સ્પષ્ટ જ છે.
૯૧
(૫-૯) દેશવિરતથી લઈને અનિવૃત્તિકરણ સુધીના ૫ ગુણઠાણે, જે પ્રમાણે પુરુષવેદમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. પરંતુ નપુંસકવેદમાર્ગણામાં જે વિશેષતા સમજવાની છે, તે કહે છે
पुमठाणे नपुवेओ, कोहे ओहम्मि नवसयं तित्थं ।
विणु य चउमानमाया - लोहा आहारचउग विणा ॥ ५० ॥ पुरुषस्थाने नपुंसकवेदः, क्रोधे ओघे नवशतं तीर्थम् । विना च चतुर्मानमाया - लोभेभ्यः आहारकचतुष्कं विना ॥ ५० ॥
ગાથાર્થ : પુરુષવેદના સ્થાને નપુંસકવેદનો ઉદય કહેવો. ક્રોધમાર્ગણામાં માનચતુષ્ક, માયાચતુષ્ક, લોભચતુષ્ક અને જિનનામને છોડીને ઓઘે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. મિથ્યાત્વે આહારક ચતુષ્ક વિના ૧૦૫.. (૫૦)
*
વિવેચન : દેવરતાદિ પાંચ ગુણઠાણે પુરુષવેદમાર્ગણામાં પુરુષવેદનો ઉદય કહ્યો હતો, જ્યારે અહીં નપુંસકવેદનો ઉદય કહેવો, બાકી બધું પુરુષવેદમાર્ગણાની જેમ સમજવું.
નપુંસકોને પણ આહા૨કલબ્ધિ હોઈ જ શકે છે, એટલે જ ચોથા કર્મગ્રંથમાં નપુંસકવેદમાર્ગણામાં ૧૫ યોગો કહ્યા છે. તેથી પુરુષવેદની જેમ નપુંસકવેદ
માર્ગણામાં પણ આહારકદ્વિકનો ઉદય સંભવી જ શકે..
* ૫૧ મી ગાથામાં રહેલ ‘મિચ્છે=મિથ્યાત્વગુણઠાણે' એ પદનો અન્વય અહીં કરવાનો
છે..
જુઓ ચોથો કર્મગ્રંથ શ્લોક-૨૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org