________________
૯૦ ...
मिश्रसहिताऽनन्तानुबन्धिविकलपञ्चकतिर्यग्नरानुपूर्वीविना मिश्रोना । सनरकानुपूर्वीसम्यक्त्वा, अयतेऽन्येषु पुरुषस्येव परम् ॥ ४९ ॥
ગાથાર્થ : (મિશ્રગુણઠાણે) અનંતાનુબંધીચતુષ્ક + વિકલપંચક + તિર્યંચમનુષ્યાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૯૬.. અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને નરકાનુપૂર્વી + સમ્યક્ત્વમોહનીય સાથે ૯૭.. અને બાકીના ગુણઠાણે પુરુષવેદની જેમ સમજવું, પણ.... (૪૯)
ઉદયસ્વામિત્વ
વિવેચન ઃ મિશ્રગુણઠાણે ૧૦૬માંથી અનંતાનુબંધીચતુષ્ક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી - આ ૧૧ પ્રકૃતિઓ છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૬ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.
ભાવના :
* અનંતાનુબંધીચતુષ્કનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોય છે.. * એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને પહેલું-બીજું ગુણઠાણું જ હોવાથી યથાસંભવ તેમના પ્રાયોગ્ય વિકલેન્દ્રિયત્રિક-એકેન્દ્રિય-સ્થાવરરૂપ પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કર્યો..
* મિશ્રે એક પણ આનુપૂર્વીનો ઉદય ન ઘટવાથી તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો. (દેવાનુપૂર્વી ઓઘમાંથી જ નીકાળી દીધી હતી અને નરકાનુપૂર્વીનો અનુદય સાસ્વાદને જ કહી દીધો હતો, એટલે તે સિવાયની બે આનુપૂર્વીની અહીં વાત કરી..)
* મિશ્રમોહનીયનો અહીં નિયમા ઉદય હોય છે..
(૪) અવિરતગુણઠાણે ૯૬માંથી મિશ્રમોહનીયને છોડીને અને નરકાનુપૂર્વી+ સમ્યક્ત્વમોહનીયને ઉમેરીને ૯૭ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.
ભાવના :
* મિશ્રમોહનીયનો ત્રીજે જ ઉદય હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. * જે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવ વિગ્રહગતિથી નરકગતિમાં ઉત્પન્ન થાય, તેને લઈને અહીં નરકાનુપૂર્વીનો ઉદય સંભવી શકે છે. એટલે જ નરકાનુપૂર્વીનો પુનરુદય કહ્યો.
પ્રશ્ન ઃ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવ તો ચારેય ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org