________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત તે કેવી રીતે? એ વાત જણાવે છે–
आहारमीसदुग विणु, साणे छसयं णिरयाणुपुव्वीं । सुहुमचऊग मिच्छं य, विमोत्तुं मीसगुणठाणे ॥ ४८ ॥ आहारकमिश्रद्विकं विना, सास्वादने षट्शतं नरकानुर्वी । सूक्ष्मचतुष्कं मिथ्यात्वञ्च, विमुच्य मिश्रगुणस्थाने ॥ ४८ ॥
ગાથાર્થ આહારકદ્ધિક અને મિશ્રદ્ધિક વિના (મિથ્યાત્વે ૧૧૨) સાસ્વાદને નરકાનુપૂર્વી, સૂક્ષ્મચતુષ્ક અને મિથ્યાત્વને છોડીને ૧૦૬. અને મિશ્રગુણઠાણે. (૪૮).
વિવેચનઃ મિથ્યાત્વગુણઠાણે ૧૧૬માંથી આહારકદ્ધિક અને મિશ્રદ્ધિક એ ૪ પ્રકૃતિ વિના ૧૧૨ પ્રકૃતિનો ઉદય કહેવો. (આ ૪ પ્રકૃતિનો ઉદય યથાસંભવ ઉપરના ત્રીજાદિ ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો.)
(૨) સાસ્વાદનગુણઠાણે ૧૧૨માંથી નરકાનુપૂર્વી, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને મિથ્યાત્વ - આ ૬ પ્રકૃતિઓ છોડીને ૧૦૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના :
* સાસ્વાદન સાથે કોઈપણ જીવ નરકમાં જતો નથી. એટલે અહીં નરકાનુપૂર્વીનો અનુદય કહ્યો.
* સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મના ઉદયવાળા જીવોને પહેલું ગુણઠાણું જ હોવાથી, સૂક્ષ્મત્રિકનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.
કે આતપ નામકર્મનો ઉદય બાદરપર્યાપ્ત પૃથ્વીકાયિકોને શરીરપર્યાપ્તિ પછી જ હોય છે અને સાસ્વાદન ગુણઠાણું તો તેઓને શરીરપર્યાપ્તિ પહેલાં જ પૂર્ણ થઈ જતું હોવાથી અહીં આપ નામનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.
- બીજે ગુણઠાણે મિથ્યાત્વનો ઉદય ન હોય - એ તો સ્પષ્ટ જ છે..
(૩) મિશ્રગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય? તે જણાવતાં આચાર્ય ભગવંત કહે છે– मीससहिया अणविगलपण - तिरिणरपुचि विणु मीसूणा। सणिरयपुव्वीसम्मा, अजयेऽन्नेसु पुरिसव्व परं ॥ ४९ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org