________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત સ્ત્રીવેદમાર્ગણામાં ઓધે તથા પ્રમત્તે આહારકદ્ધિકનો ઉદય ન કહેવો.
હવે ગ્રંથકારશ્રી, સ્ત્રીવેદમાર્ગણામાં ત્રીજી વિશેષતા જણાવે છે– आहारदुगं अजये, तिआनुपुव्वी नपुम्मि सोलसयं । सुरतिगथीदुगजिणविणु, ओहे मिच्छे दुवालसयं ॥ ४७ ॥ आहारकद्विकमयते, त्र्यानुपूर्को नपुंसके षोडशशतम्। सुरत्रिकस्त्रीद्विकजिनानि विना, ओघे मिथ्यात्वे द्वादशशतम् ॥ ४७ ॥
ગાથાર્થ આહારદ્ધિકનો ઉદય (પ્રમત્તે અને ઓથે ન કહેવો) અને ચોથે ગુણઠાણે ત્રણ આનુપૂર્વીનો ઉદય ન કહેવો. નપુંસકવેદમાર્ગણામાં સુરત્રિક, સ્ત્રીદ્ધિક અને જિનનામ - આ ૬ પ્રકૃતિ વિના ૧૧૬ પ્રકૃતિનો ઉદય ઓઘે કહેવો અને મિથ્યાત્વે ૧૧૨. (૪૭)
વિવેચન : પુરુષવેદમાર્ગણામાં ચોથે ગુણઠાણે દેવ-મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ આનુપૂર્વીનો પણ ઉદય કહ્યો હતો, પણ અહીં તેઓનો ઉદય ન કહેવો. તેનું કારણ એ કે, તે આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે અને ત્યાં કોઈપણ સમ્યસ્વી જીવ સ્ત્રી તરીકે મળે નહીં (કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ સ્ત્રી તરીકે ઉત્પન્ન ન થાય.) એટલે સ્ત્રીવેદમાર્ગણામાં ચોથે ત્રણ આનુપૂર્વીનો ઉદય ન કહેવો.
સાર : (૧) પુરુષવેદમાં ઓધે ૧૦૭ અને પ્રમત્તે – ૭૯ પ્રકૃતિઓ કહી હતી, પણ અહીં (=સ્ત્રીવેદમાર્ગણામાં) ઓધે - ૧૦૫ અને પ્રમત્તે – ૭૭ પ્રકૃતિઓ કહેવી. (૨) પુરુષવેદમાં અવિરતગુણઠાણે – ૯૯ પ્રકૃતિઓ કહી હતી, પણ અહીં ત્રણ આનુપૂર્વીને છોડીને ૯૬ પ્રકૃતિઓ કહેવી, અને (૩) બાકીના બધાં ગુણઠાણે પુરુષવેદની જેમ જ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ પુરુષવેદના બદલે સ્ત્રીવેદનો ઉદય કહેવો.
% સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયયંત્ર છે સં. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ
|_| પુનરુદય | ઓઘથી ૧૦૫ |
નરકત્રિક + વિકસેન્દ્રિયનવક + પુરુષ-નપુંસકવેદ+
| જિનનામ+આહારકદ્ધિક=૧૭ ૧ મિથ્યાત્વ |૧૦૩ |મિશ્રદ્ધિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org