________________
પણ વિદ્યાર્થિઓને વંચિત રહેવા દીધા નથી: રેફસંધિ સંસ્કૃતપદો તથા સંસ્કૃત કવિતાપર પણ જે અસર કરે છે તે પણ સ્પષ્ટતાથી વર્ણવાયું છે. આ પાંચ પ્રકરણમાં સંસ્કૃત વ્યાકરણરૂપી ચણતરના મૂલ પાયારૂપ પંચસંધિની રચના પૂર્ણ થાય છે. તે પછી વિભક્તિ નામનો સંસ્કૃતના બર્લિંગ (પુલિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ પુસ્ત્રીલિંગ પુન્નપુંસકલિંગ સ્ત્રીનપુંસકલિંગ)ના શબ્દો ઉપર કાબુ મેળવવા શીખવનાર વિભાગ પેજ ૮૭ થી શરૂ થાય છે. તેના પણ બાલવિદ્યાથીઓની સુગમતા ખાતર ૬ પેટા વિભાગ પાડવામાં આવ્યા છે.
૬ સ્વરાંત પુલિંગ વિભાગને જાણકાર ગમે તે કોઈ પણ સ્વર જેની અંતમાં આવે એવા સ્વરાંત સંસ્કૃત પંલ્લિંગ શબ્દોના સાતે વિભક્તિઓનાં તથા સંબોધનના રૂપે સુગમતાથી બનાવી શકે છે. આ વિભાગમાં
) ને તેના યથોચિત અર્થ સહિત સમજાવી વિનયવિજયજી મહારાજે હદજ કરી છે. ૭ સ્વરાંત સ્ત્રીલિંગ શબ્દોના રૂપે કેમ કરવા તે શીખવ્યું છે. ૮ સ્વરાંત નપુંસકલિંગ શબ્દોના રૂપો કરી બતાવ્યાં છે. ૯ વિદ્યાર્થીઓને વ્યંજનાંત પુર્લિંગ શબ્દો સાધતા શીખવ્યા છે. ૧૦ વ્યંજનાન્ત સ્ત્રિલિંગ શબ્દોના સાતે વિભક્તિઓનાં રૂપો દાખવ્યા છે. ૧૧ વ્યંજનાન્ત નપુંસકલિંગ શબ્દોના રૂપો પણ એવી જ સુગમતાથી કરતા શીખવ્યા છે.
દરેક વિભાગ એવી રીતે વ્યવસ્થિત કરવામાં આવ્યો છે કે જેથી તે તે વિભાગના જાણકાર વિદ્યાથીને તે પછી આવતો વિભાગ અડધો તો ગુરુની સહાયતા વગર પણ બેસી શકેઃ
લિંગની વ્યાખ્યામાં જણાવેલ પાછલના ત્રણ જાતના શબ્દો બે બે જાતના રૂપને પામે છે કેટલાક શબ્દો ત્રણે લિંગમાં પણ વપરાય છે તે બધાનાં રૂપોપણ સ્વરાંત શબ્દ હોય તો ૬, ૭, ૮ વિભાગના બલથી અને વ્યંજનાત શબ્દ હોય તો ૯, ૧૦, ૧૧ વિભાગના બલથી આ વ્યાકરણને કોઈ પણ સાચો અભ્યાસ કરી શકે છે. ( ૧૨ યુગ્મ અને અસ્મ એ બે શબ્દો ત્રણે લિંગમાં એક સરખાં રૂપ ધારણ કરનાર હોવા છતાં પણ ઘણુંજ વિલક્ષણ રૂપરાશિને પામે છે એમ જાણું મહોપાધ્યાયશ્રીએ તેમને આ પ્રકરણમાં સ્વતંત્રજ રાખી પૂરી રીતે સમજાવ્યા છે. - ૧૩ સંસ્કૃતમાં કેટલાક એવાં નામો છે કે જે દરેકલિંગમાં, દરેક વિભક્તિમાં, દરેક વચનમાં કોઈ પણ જાતના ફેરફાર સિવાય એકજરૂપે રહી વિભક્તિ માત્રના અર્થને આપે છે જ્યારે કેટલાક સાતે વિભક્તિઓને બદલે અમુક વિભક્તિઓમાં અથવા અમુક અર્થમાં જ એ વિશિષ્ટતાને ધારણ કરે છે તે બધા આ અવ્યયપ્રકરણમાં ફક્ત નામનિર્દેશમાત્ર નહીં પણ તેઓના અર્થો તથા પ્રયોગોસહિત ઓળખાવવામાં આવ્યા છે અર્થની સ્પષ્ટતા ખાતર પ્રૌઢમનોરમા તથા હૈમબહઠ્યાસ જેવા મહાન ગ્રંથોનો યથોચિત ઉપયોગ કરવામાં આવ્યો છે દરેક જાતની ફિલષ્ટતા દૂર કરીને હૈમવ્યાકરણના અષ્ટાધ્યાયીકમના ચોગે વિખરાએલ અવ્યય સંબંધી જ્ઞાનને એકજ સ્થળે વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે. ધાતુઓ પૂર્વે ખૂબજ ઉપયોગમાં આવતા ઉપસર્ગો (અવ્યયોને એક વિભાગ) ના વિસ્તૃત અર્થે આ ગ્રંથ સિવાય ભાગ્યે જ બીજા ગ્રંથમાં મલી શકે છે. આ અ હેમબહક્યાસમાં મહર્ષિ હેમસૂરિએ દર્શાવેલા છે ત્યાંથી ઉપાધ્યાયશ્રીએ વિદ્યાર્થીઓના ઉપકાર ખાતર લીધા છે.
આ વિભાગ સુધી તો હૈમલઘુપ્રક્રિયામાં આવેલ દરેક સૂત્રની વ્યુત્પત્તિ પણ હૈમપ્રકાશમાં દેખાડવામાં આવેલ છે, જે વિદ્યાથીને વ્યુત્પન્ન થએલ જાણું તે પછીથી પડતી મુકવામાં આવી છે.
૧૪ માં સંસ્કૃત શબ્દોના વિશેષલિંગના જ્ઞાન માટે સ્ત્રીલિંગ શબ્દો પુર્લિંગ શબ્દો પરથી કેવી રીતે અથવા કેવા અર્થમાં બને છે તે સ્પષ્ટતાથી બતાવવામાં આવ્યું છે. આ પ્રકરણના અભ્યાસથી ઘણું ઉપયોગી શબ્દોની (જે મોટા ગ્રંથોમાંથી પણ સહેજે ન જડી શકે) જાણકારી મળી શકે છે. હૈમપ્રકાશમાં ૧૩ અને ૧૪ મા ભાગની પ્રશસ્તિ ભેગીજ આપી છે. - ઉપાધ્યાયજી મહારાજ દરેક વિભાગના છેડે પ્રશસ્તિ આપે છે જેમાં પોતાના નામમાં યથાર્થપણે રહેલ વિનય ગુણને પ્રકટ કરતા હોય તેમ પોતાના સંસારીપણુના ઉપકારી માતાપિતા રાજશ્રી તથા તેજપાલ અને સંસારથી તારનાર ગુરુમહારાજ વાચકકીર્તિવિજય મહારાજનું તેતે ઉપકારી રીતે સ્મરણ કરી દરેક પ્રકરણની સમાપ્તિ સૂચવે છે.
૧ તે શબ્દોની જાણકારી ખાસ ઉપયોગી જાણી પ્રકાશિત ગ્રંથમાં હૈમબહવૃત્તિ આદિના અનુસાર ફૂટનોટમાં તે તે ઠેકાણે ઉચિત ટિપ્પની આપવી યોગ્ય ધારી છે અને તે કાર્ય ગ્રંથના અંત ભાગ સુધી યથાસ્થાન ટિપનીઓ આપી ચાલુ રાખવામાં આવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org