________________
શિષ્ય મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી થયા, તેમણે વિદ્યાગુરુ રૂપે મહોપાધ્યાય શ્રી સોમવિજયજી મહારાજને સ્વીકાર્યાં અને તેઓશ્રીની પાસે વિદ્યાભ્યાસ કરીને લોકપ્રકાશ જેવો અજોડ સિદ્ધાંતદોહનરૂપ ગ્રંથ તથા મહાશાસ્ત્ર શ્રી પસૂત્ર ઉપર અત્યાર સુધી એકજ ધારાએ દરેક ઠેકાણે વંચાતી સુખોધિકા વૃત્તિ તથા વિદ્વદ્ભોગ્ય તથા સામાન્ય જનતાને પણ ઉપકારક શાંત સુધારસ, શ્રીપાલરાસ, સ્તવનાદિ અનેક ગ્રંથરત્નો રચ્યાઃ એટલુંજ નહીં પણ વ્યાકરણ વિષયમાં જાણે, મહર્ષિ હેમચંદ્રના જ અવતાર એવા સોમવિજય મહારાજને વિદ્યાગુરુરૂપે પામી, શ્રી હેમચંદ્ર મહારાજે પૂર્વવ્યાકરણોના દોહનરૂપ વ્યાકરણુસૂત્રોની રચના કરી હતી તેમ વિનયવિજયજી મહારાજે પ્રથમ તો જેઓ ગામડી જેવી બુદ્ધિવાલા હોવાને લીધે હૈમવ્યાકરણરૂપી રતને અંગીકાર ન કરી શકતા હોય તેમને હૈમવ્યાકરણરૂપ મહાવ્યાકરણમાં પ્રવેશ કરાવનાર, તથા હૈમવ્યાકરણમાં અષ્ટાધ્યાયીના ક્રમના લીધે કાંઈ પણ ક્લિષ્ટતા જણાતી હોય તો તેને પણ સર્વથા દૂર કરનાર હૈમલધુપ્રક્રિયાનામના સરલ વ્યાકરણની સંવત્ ૧૭૧૦ માં રાધનપુરમાં રચના કરી: તેપછી સંવત્ ૧૭૩૭ માં તે હૈમલઘુ પ્રક્રિયા ઉપર, જેમ મહર્ષિ હેમચંદ્રે પોતાના વ્યાકરણ ઉપર વ્યાકરણના દરેક વિષયને તલસ્પર્શી રીતે ચર્ચનાર ગૃહવ્યાસની રચના કરી હતી તેમ, હેમ લધુપ્રક્રિયાપર મોટી ટીકાની રચના કરી, અને તેને યથાર્થ વિનય સાચવનાર વિનયવિજયજીમહારાજે પોતાને નામે ન ચડાવતાં મહર્ષિ હેમચંદ્રના વ્યાકરણને યથાર્થ પ્રકાશ કરનાર ‘શ્રીહેમપ્રકાશરૂપેજ પ્રસિદ્ધ કરી: સદ્દભાગ્યે તેનો (હેમપ્રકાશ-મહાવ્યાકરણનો) પૂર્વા છપાઈ ગયો છે, જેને અવલોકતાં એમ જણાઈ આવેછે કે વિનયવિજયજી મહારાજે જમુદ્ધિવાલા જીવોને માટે હેમવ્યાકરણરૂપ મહાપ્રાસાદનો પ્રવેશદ્વાર રચવાની સાથે તે વ્યાકરણની સંપૂર્ણતાનો પ્રકાશ જનતા આગલ કર્યો છે અને હૈમલઘુપ્રક્રિયા જેવા નાના વ્યાકરણને પણ મહાવ્યાકરણની કોટીએ લાવી મુક્યું છે.
હૈમપ્રકાશના જુદા જુદા સત્તર વિભાગોમાં સ્ફુટ કરેલા વિષયો.
૧ હૈમપ્રકાશ પૂર્વાદ્ધના પ્રથમ સંજ્ઞાપ્રકરણમાં હૈમલઘુપ્રક્રિયામાં જે સ્વર વ્યંજનાદિ સંજ્ઞાઓમાં કેટલીક સંજ્ઞાઓ કઠિન હોવાને લીધે ‘એમને એમજ બતાવી દેવામાં આવી હતી તે એવી સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે કે જેથી તે ભણનાર સંજ્ઞાઓના જાણકાર થવાની સાથે હૈમવ્યાકરણના વ્રુત પ્રકરણ તથા પરિભાષા વિભાગ જેવા કઠિન વિભાગોનો વેત્તા થાયછે, એટલુંજ નહિ પણ શ્રીહેમહંસગણિએ રચેલા હૈમન્યાય મંજીષા’ જેવા કઠિન ગ્રંથના ભાવાર્થને પણ સરલતા પૂર્વક સમજી પછી તે મૂલ ગ્રંથનો પણ અભ્યાસી થઈ શકે છેઃ આ વિભાગે સુપરરોયલ ૮ પેજી ગ્રંથના ૬૧ પેજ રોકેલ છે: તેમાં કેટલાક અપૂર્વ અતિહાસિક સત્યો પણ જાણવાને મળેછે.
૨ સ્વરસંધિવિભાગમાં સંસ્કૃત ભાષામાં સ્વરો એક બીજાની નજીક આવતા કયારે ભેગા થાયછે, થાય તો કેવી રીતે અને કયા અર્થોમાં તે જણાવવાની સાથે હૈમલઘુપ્રક્રિયામાં કિઠન જાણીને છોડી દીધેલા વિષયોને પણ સુગમતાથી ચર્ચવામાં આવ્યા છે.
૩ અસંધિવિભાગમાં સંસ્કૃત ભાષામાં કયારે કેવી રીતે કેવા અર્થોમાં સ્વરો એક બીજાની પાસે આવવા છતાં અલગ રહેછે તે સવિસ્તર સમજાવવા સાથે હૈમવ્યાકરણમાં ઉદાહરણરૂપે આપેલ શબ્દોના અર્થો બહુજ ખુબીથી સમજાવવામાં આવેલ છે.
૪ વ્યંજનસંધિવિભાગમાં સંસ્કૃત ભાષાના વ્યંજનો પરસ્પર નજીકમાં આવતા તથા કેટલાક વ્યંજનો એ સ્વરોની વચ્ચે આવતા, વિદ્યાથી ઓને જે ગુંચવણમાં મૂકી દે છે તે ગુંચવણનો ઉકેલ બહુજ સરલતાથી અને પદ્ધતિસર કરવામાં આવ્યો છે કે જેથી અભ્યાસ કરનાર વિદ્યાર્થી કદી પણુ વ્યંજનસંધિમાં ભૂલ કરનારો ન થાય.
૫ રેક્સંધિવિભાગમાં કે જે વિભાગ સંસ્કૃતવ્યંજનોમાં સંધિ વિભાગના ઘણાજ સૂત્રો રોકી વિદ્યાથી ઓને ગુંચવણમાં મુકે છે તેને કેવી રીતે કાબુમાં લેવો તે શીખવવામાં આવ્યું છે. સાથેજ હેમપ્રકાશના છ મા પાદમાં વર્ણવેલ ‘ત્વ’ પ્રકરણના સ્યાદિમાં આવશ્યક વિભાગને કુશલતાથી ગુંથી તે વિષયના જ્ઞાનથી
૧ કે જેમાં સુગમતાની દૃષ્ટીએ પૂર્વાદું અને ઉત્તરાદ્ધ એવા બે વિભાગો કરી તે વિભાગોના પ્રવેશક દૃષ્ટીએ પોતપોતામાં પૂર્ણતાવાલા નાના પેટા વિભાગો રચી વિદ્યાર્થીઓને સરલતા કરી આપી છે.
૨ જેમ નાની ઉમરના બાલકોને ગુણાકાર આદિ કેમ થાયછે તે જણાવ્યા વગર ભવિષ્યમાં ઉપયોગી જાણી ગુણાકાર ગોખાવવામાં આવે છે અને મોટી ઉંમરના સમજદાર આલકોને તે ગુણાકારોની યથાર્થતા સમજાવવામાં આવેછે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org