________________
૫
(૧૦) હૈમ ઉણાદિ સટીક છપાએલ છે; (૧૧) દુર્ભાગ્યે હૈમ બૃહજ્યાસ પૂર્ણ મલતો નથી: જેટલો મલે છે, તે છપાવવાના પ્રયત્નો ચાલુ છે; (૧૨) હૈમ લઘુન્યાસ રામચંદ્રસૂરિષ્કૃત મલતું નથી; (૧૩) લઘુન્યાસ ઉપરની દુર્ગપદ વ્યાખ્યા છપાઇ છે; બીજી આવૃત્તિ છપાય છે એમ સાંભળ્યું છે; (૧૪) ઢચાશ્રય કાવ્ય છ ભાષામય સંપૂર્ણ છપાઈ ગએલ છે; (૧૫) કાવ્યાનુશાસન સટીક એ આવૃત્તિઓ છપાઇ ગઈ છે; (૧૬) પ્રમાણમીમાંસા સટીક એ આવૃત્તિઓ છપાઇ ગઈ છે; (૧૭) છંદોનુશાસન સટીક બીજી આવૃત્તિ છપાય છે; (૧૮) દેશી નામમાલા ત્રીજી આવૃત્તિ છપાય છે; (૧૯) ઉણાદિ સટીક છપાઈ ગયું છે; (૨૦) સટીક યોગશાસ્ત્ર તથા (૨૧) ત્રિષષ્ટીશલાકા પુરુષનાં ગ્રંથો પણ છપાઈ ગયાં છે.
આતો મહર્ષિ હેમચંદ્ર સૂરિજીના પોતાના રચેલા તથા પોતે ટીકાથી સમૃદ્ધ બનાવેલા ગ્રંથોની કાંઇક વાત થઈ. હવે તે પછીના મહાપુરુષોએ કેવા પ્રયત્નો કર્યા તે જોઈ એ. (૧) ૧૩ મી ૧૪ મી સદીમાં થએલ મહાકવિ અમરચંદ્ર સૂરિએ ‘સ્યાશિબ્દસમુચ્ચય' જેમાં સિદ્ધહેમશબ્દાનુશાસનમાં સાધેલા છએ લિંગના શબ્દોનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેની રચના કરી. તેના ઉપર તેપછી થએલા શ્રીજયાનંદસૂરિએ (જેમણૅ હૈમલિંગાનુશાસન ઉપરની મોટી ટીકાને પણ સંક્ષિપ્ત રૂપમાં ઉદ્ધૃત કરી જણાય છે). પોતાના શિષ્ય દેવરતના ભણવા માટે ટીકા રચી છે (આ ગ્રંથ છપાઇ ગએલ છે). (ર) અનેક ગ્રંથ રચનાર દિવ્યગુણુધારી ગુણરતસૂરીશ્વરજીએ સંવત્ ૧૪૬૬માં હૈમવ્યાકરણમાં કથેલ ઘણા ઉપયોગી ધાતુઓના રૂપોને સલતાથી સમજાવનાર ક્રિયારન સમુચ્ચય'ની રચના કરી છે (આ પણ છપાઈ ગયેલ છે). (૩) અનેક વિદ્યાઓમાં પારંગત લોક ભાષાથી લઈને ગીર્વાણુ ભાષા સુધીમાં અનેક ગ્રંથો રચી લોકોપકારક થએલા હેમહંસગણુિએ હૈમવ્યાકરણમાં સાક્ષાત્ વર્ણવેલા અથવા સૂચવેલા વ્યાકરણ સંબંધી ન્યાયોને વિસ્તૃત રૂપે સમજાવનાર ‘ન્યાયાર્થે મંજીષા’ની સંવત્ ૧૫૧૫ માં, તથા તે પછી તે ઉપર ન્યાસની પણ રચના કરી છે. સૌત્ર ધાતુઓનો અર્થ સાથેનો વિસ્તૃત સંગ્રહ આ ગ્રંથ સિવાય ભાગ્યેજ બીજા ગ્રંથમાં મલી શકશે. (આ પણ છપાઈ ગએલ છે.) (૪) શ્રીમેઘવિજયજીગણિએ સિદ્ધહેમશબ્દાનુશાસનના સૂત્રોને સિદ્ધાંતકૌમુદીની ઢબે ગોઠવી તે ઉપર લઘુ મધ્યમ બૃહવ્રુત્તિઓ રચી છે. (બૃહત્ટીકા યુક્ત આ ગ્રંથ ચંદ્રપ્રભા (હૈમકૌમુદી) નામે છપાઈ ગએલ છે.) (૫) તે સિવાય પણ અનેક અજ્ઞાતનામ મહાત્માઓએ તથા શ્રીસિદ્ધચંદ્રગણિએ રચેલ અવસૂરિઓના અશો પાટડી, મોહનલાલજી લાયબ્રેરી મુંખઈ તથા ખીજે સ્થલે પણ લિખીત રૂપે મળે છે. એટલુંજ નહીં પણ કોઇ મહાપુરૂષે તો આ વ્યાકરણ અલ્પબુદ્ધિવાલા ફક્ત ગુજરાતી ભાષા જાણનાર પણ ભણી શકે તે ખાતર તેના ઉપર ગુજરાતી અર્થો તથા સમજુતી આપી છે; જેનો અમુક ભાગ અત્યારે પણ દેવચંદ લાલભાઈના પુસ્તકાલય સુરતમાં ઉપલબ્ધ છે: કોઈ મહાન આચાર્યોએ વ્યાકરણના આઠે અધ્યાયોપર મહર્ષિ હેમચંદ્રની ટીકામાં દર્શાવેલા ઉદાહરણોને સંપૂર્ણ રીતે સમજાવનાર બૃહત્ તથા લઘુ હૂંઢિકા નામે ટીકાઓ પણ રચેલી છે જે મલી શકે તો ખાસ પ્રકાશ કરવા લાયક છે. સોલમી સદીમાં હર્ષકુલગણિએ હૈમધાતુપાડને અર્થ સાથે કવિતા રૂપે ગુંથીને તેને યથાર્થ ‘કવિકલ્પદ્રુમ’ એવું નામ આપી જનતાને ઉપકૃત કરી છે. હૈમ વિભ્રમાદિ ગ્રંથો પણ તે તે કાલે મહા ઉપકારી પુરુષોએ રચ્યા છેઃ હૈમ બૃહજ્યાસ તથા બૃહદ્વ્રુત્તિના કેટલાક ભાગો શ્રી સોમસુંદરસૂરિ મહારાજ આદિના ઉપદેશથી લખાએલા મલે છે. વલી અકબર પ્રતિબોધક જૈનશાસનનભોમણિ જગદ્ગુરુ વિજયહીરસૂરીશ્વરજીએ તો કાલ પ્રભાવે વિશૃંખલ થએલ સિદ્ધહેમ પરની વિસ્તૃત તત્ત્વપ્રકાશિકા નામની ગૃહવ્રુત્તિને વ્યવસ્થિત કરવા સ્તંભતીર્થ (ખંભાત) નિવાસી વૃદ્ધે શાખા તથા ઉકેશ જ્ઞાતિના સંઘપતિ ઉદયકરણ સોમકરણને ઉપદેશ આપી તેની સહાયતા દ્વારા શ્રી સોમવિજય ઉપાધ્યાયને ભૂધી નામના ભટ્ટ (કે જે મહાભાષ્યાદિ મહાવ્યાકરણોના અખંડ અભ્યાસી હતા) ની પાસે ભણાવ્યા અને તે મહોપાધ્યાયજી શ્રી સોમવિજયજી મહારાજે સારી રીતે અભ્યાસ પૂર્વક સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદ્ઘત્તિ વ્યવસ્થિત કરી તપગચ્છના ઘણા ગીતાર્થમુનિઓને ભણાવી: એટલુંજ નહીં પણ તેના પ્રતાપે સિદ્ધહેમ વ્યાકરણને યથાર્થ રીતે પ્રકાશનાર એક મહાપુરૂષ પણ ઉત્પન્ન કર્યાં.
હૈમપ્રકાશના કર્તા તથા તેમનાં દીક્ષાગુરુ અને વિદ્યાગુરુ,
મહોપાધ્યાય શ્રી સોમવિજયજી મહારાજના સંસારી અવસ્થાના સગા ભાઈ અને દીક્ષિત અવસ્થામાં ગુરુભાઇરૂપે શ્રી કીર્ત્તિ વિજયજી મહારાજ મહોપાધ્યાય થયા; તે મહોપાધ્યાય કીર્ત્તિવિજયજી મહારાજના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org