________________
પણું ગુજરાતના અને પરંપરાએ આખા હિંદુસ્તાનના દુર્ભાગ્યે ઈતિહાસ અજબ પલટો ખાય છે. સિદ્ધરાજે વ્યાકરણ તૈયાર કરાવતી વખતે જે બ્રાહ્મણોની ઈર્ષ્યા સામે બાથ ભીડી, તથા કુમારપાલે પણ જેને મચક ન આપી સાચા ગુણવાન મહર્ષિની શક્તિઓનો પૂર્ણ લાભ પોતે લીધો તથા રાષ્ટ્રને અપાવ્યો, તે ઈર્ષાલુ સહન કરી શક્યા નહીં અને તેઓને પડખે ચડેલા કુલકલંકી અજયપાલે કુમારપાલ મહારાજને ઝેર આપી મરાવ્યા, એટલું જ નહીં પણ પોતાની ત્રણ વર્ષની ટુંકી રાજકારકીદીમાં કુમારપાલ મહારાજે કરાવેલાં ઉત્તમ કાર્યો નાશ કર્યો, ગુજરાતના ગૌરવરૂપ અનેક શતનિબંધો રચી સંસ્કૃત સાહિત્યને સમૃદ્ધ બનાવનાર હૈમીય બહયાસની જેડનો લઘુન્યાસ ૩૫૦૦૦ શ્લોક પ્રમાણુ રચનાર રામચંદ્ર સૂરિને, અને મંત્રિઓમાં મુકુટ સમાન કપર્દી મંત્રિ આદિને કમોતે મરાવ્યા એવા અનેક પાપ કરી અજ્યપાલ પોતાનાજ પ્રતિહારની છરીનો ભોગ થઈ પરલોક સિધાવ્યો પરંતુ તેણે પોલા હૈધીભાવે પાટણની રાજગાદીને હચમચાવી મૂકી અને થોડા વર્ષમાં પાટણ ગુજરાતની રાજગાદી રૂપે મટી ગયું. વિરધવલ રાજાએ પોતાની રાજગાદી ધોલકામાં સ્થાપી. મંત્રીશ્વર વસ્તુપાલે તથા વિરશિરોમણિ તેજપાલે અનેક ઉત્તમ કાર્યો અને પરાક્રમો કરી ગુજરાતનું ગૌરવ સાચવ્યું. પરંતુ વીધવલ રાજા પરલોક સિધાવતાં તેના કતધી 'વારસદારે તેઓના ઉપયોગીપણને ન ઓલખી ઈર્ષાલુઓના છંદે ચડી તેમને છેલ્લી અવસ્થામાં અપમાનીત કર્યા તેઓ પોતાનું ગૌરવ સાચવી શક્યા, પરંતુ ગુજરાતમાં તથા એવીજ રીતે બીજા પ્રાંતોમાં ગુણવાનોના સ્થાનને ખુશામતિયોના હાથમાં જવાને લીધે હિંદુસ્તાન પરાધીનતાની બેડીમાં જકડાયું.
આવી સ્થીતિમાંએ આવા ગ્રંથરત્રોના રક્ષણ માટે પ્રયત્ન કરનાર તથા ઈષ્યના બદલામાં ઈષ્યને આધીન નહીં થનાર અને વિક્વોથી બેદરકાર જૈન મુનિવરો તથા જૈન સદ્દગૃહસ્થોને ધન્યવાદ આપ્યા વગર રહેવાતું નથી કે જેમાં મુનિમંડલે અભ્યાસ પૂર્વક યથાશક્તિ એ ગ્રંથને સાચવ્યા તથા ભાગિક ગ્રંથો રચી સમૃદ્ધ બનાવ્યા અને સુશ્રાવકોએ તે તે આચાર્યાદિના સદુપદેશથી તે તે ગ્રંથરત્નોની પ્રતિયો લખાવી ખરી જ્ઞાનભક્તિ કરી દેશના ગૌરવરૂપ વિદ્યા ધનને સાચવ્યું ઉપર વર્ણવાયેલા પ્રયત્નોના પ્રતાપે જે કાંઈ સાહિત્ય સિદ્ધ હેમશબ્દાનુશાસન સંબંધી અત્યારે પણ મળી આવે છે તે મારી જાણ પ્રમાણે નીચે નોંધવામાં આવે છે.
(૧) મહર્ષિ હેમચંદ્રસૂરિએ પૂર્વવ્યાકરણની ક્લિષ્ટતા તથા સંકુચિતતા પરિહરી કરેલી હેમ વ્યાકરણની સૂત્રરચના, જે એવી ઉત્તમ છે કે અલ્પબુદ્ધિવાલા મનુષ્યો પણ કાંઈક પ્રયત્ન કરી મૂલ સૂત્રોને ગુરુગમથી ધારી લે તો તેઓ પણ (શ્રીહેમસૂરિએ બનાવેલ) હૈમધાતુપાઠાદિ સાધનોના યોગે સંસ્કૃત ભાષામાં ચંચુ પ્રવેશ કરી શકે (આ વિભાગ છપાઈ ગએલ છે), તેમાં પણ સોનામાં સુગંધી પ્રસરાવતી સૂત્રો ઉપરની (૨) લઘુ વૃત્તિ ૬૦૦૦ શ્લોક પ્રમાણુ રચી છે (એની બે આવૃત્તિઓ છપાઈ ગઈ છે); (૩) કોઈ વિદ્વાને ઉદ્ધરેલ મધ્યમ વૃત્તિ ૮૦૦૦ લોક પ્રમાણ છે (તેના ઉપર કોઈ વિદ્વાને રચેલી અવચૂરિ-સરલ ટીકા સાથે મુંબઈના લાલબાગ તરફથી છપાય છે); (૪) બ્રહવૃત્તિ ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ છે જેની બીજી આવૃત્તિ છપાય છે એમ સાંભલ્યું છે); (૫) હૈમલિંગાનુશાસન અવસૂરિ સાથેનું પણ છપાએલ છે; (૬) મોટી ટીકા તથા દુર્ગપદ પ્રબોધાદિ સાથેનું શેઠ હીરાલાલ સોમચંદ તરફથી છપાય છે, તથા સુરતમાં વૈદ્યરાજ વિનોદચંદ્રમોહનલાલ પાસેથી પણ, મૂળ હૈમલિંગાનુશાસનના અભ્યાસીઓને ઉપયોગી, એક મલિંગાનુશાસનની અતિ સંક્ષિપ્ત અવચૂરિસાથેની પ્રત મલી છે જે પણ શીધ્ર પ્રકાશિત કરવાનો ઈરાદો છે; (૭) હૈમધાતુ પારાયણ સટીક પણ છપાએલ છે; (૮) હૈમ અનેકાર્થ-ટીકામાંથી ચૂંટેલા વિભાગો સહિત છપાએલ છે; (૯) હૈમી નામમાલા-અનેક રૂમાં મૂલ તથા ટીકા સાથે છપાએલ છે; જાણતા હોય?” ચૌદમી સદીના વિદ્વાનોની આ સ્થિતિ હોય તો અત્યારે વીસમી સદીના તે પછીના અનેક આક્રમણોથી લુપ્ત તથા અવ્યવસ્થિત થએલ સાહિત્યના વારસદાર થએલા વિદ્વાનો એ કૃતિઓના જ્ઞાનથી વંચિત હોય એ સહજ છે.
૧ જે મંત્રિ વસ્તુપાલ તેજપાલના સુપ્રયત્નોથી જ રાજગાદી મેળવી શકયો હતો.
૨ આ વાતની સાક્ષી વર્તમાનમાં બચી રહેલા જૈન ભંડારોમાનાં દરેક મતના તાત્વિક ગ્રંથો તથા અનેક વિદ્વાન જૈનાચાર્યોએ રચેલ અન્યમતિ ગ્રંથોપરની ટીકાઓ પૂરે છે.
( ૩ અત્યારે પણ અનેક જૈન સંસ્થાઓ તથા ભારત વર્ષના પ્રાચીન વિદ્યા સાહિત્ય પ્રત્યે લક્ષ આપનાર સરકારી સંસ્થાઓ વિગેરે તરફથી જૈન સાહિત્યને વ્યવસ્થિત રીતે સાચવવા તથા વમાન મુદ્રણકલાનો ઉપયોગ કરી છપાવવાના પ્રયા ચાલુ છે. પ્રાયે દરેક વરસે કોઈને કોઈ અપૂર્વ ગ્રંથ વિદ્વાનોના કરકમલોને અલંકત કરે છે તે છતાં પણ વિદ્વાન જૈન મુનિઓનો સહકાર સાધી હજી પણ ઘણું સાહિત્ય ઉદ્દત કરવા જેવું છે તથા છપાએલ પણ વ્યવસ્થિત કરવા જેવું છે, તે લક્ષ બહાર ન રહેવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org