________________
.
૧૫ કારક વિભાગમાં તો ગ્રંથકર્ત્તત્ત્તએ આ વિભાગની કઠિનતા અને વિશાલતા બતાવવા સાથે કઠિન વિષયોને પણ પોતાની સરલતાપૂર્વક અને હૃદયંગમ ભાષાથી પરિચય કરાવવાની શક્તિ દેખાડી આપી છે આ ભાગનો અભ્યાસ કરવાથી કઈ કઈ વિભક્તિઓ ક્યા ક્યા અર્થમાં ક્યારે ક્યારે વપરાય છે તે જાણવાની સાથે તે તે વિષય સંબંધી પ્રાચીનપ્રામાણિક ભર્તૃહરિના વાક્યપદીયથી માંડી ગ્રંથકર્તાની નિકટમાં રચાએલ વૈયાકરણભૂષણસારાદિ વ્યાકરણગ્રંથોના અભિપ્રાયો પણ સ્પષ્ટતાપૂર્વક નામ નિર્દેશસાથે અપાએલ છે. સિદ્ધાંતકૌમુદી વાકયપ્રકાશાદિ ગ્રંથોનો પણ તેતે સ્થળે ઉદારતા પૂર્વક નામનિર્દેશસાથે ઉપયોગ કરવામાં આવેલ છે. દુષ્પ્રાપ્ય એવા હૈમગૃહઘ્યાસના કારક સંબંધી વિષયને એવા સરલરૂપે ગોઠવ્યો છે કે મૂલ હૈમબૃહન્યાસ સાથે ઉપાધ્યાયશ્રીએ કરેલ તેના સંક્ષિપ્ત સુંદર સ્વરૂપને સરખાવતાં ચિત્ત પ્રફુલ્લિત થાય છે. વ્યાકરણ જેવા લુખ્ખા વિષયને પણ વિદ્વાનો કેવો રસમય મનાવી શકે છે તેનો ચિતાર આંખ આગલ ખડો થાયછે તથા તે મહાપુરૂષની ઉપકારક અને તાત્વિક દ્રષ્ટિ આગલ માથું નમે છે.
૧૬ સમાસના લક્ષણુથી ચાલુ કરી સમાસના વિભાગો અને તે વિભાગોના પેટા વિભાગો ખૂબજ વિસ્તૃતરીતે સમજાવવામાં આવ્યા છે. સમાસના જુદા જુદા વિષયો કે જે હૈમલઘુપ્રક્રિયામાં વિદ્યાર્થીને પ્રવેશ કરવા પૂરતા શીખવવામાં આવ્યા હતા તે હૈમપ્રકાશમાં સંપૂર્ણ સાંગોપાંગ ચર્ચી વિદ્યાર્થીઓને મહાકાવ્યોમાં પણ પ્રવેશ કરાવી શકે એવી રીતે સમજાવવામાં આવ્યા છે, જે વાંચતા જાણે ડેમમૃહવૃત્તિનું સરળ રૂપાંતર વાંચતા હોઇએ તેવો આનંદ અનુભવાય છે.
૧૭ તદ્ધિત વિભાગ કે જે પૂર્વાદ્ધમાં છેલ્લો હોવા છતાં પણ પ્રકાશિત ગ્રંથના ખીચોખીચ ભરેલા આશરે ૧૪૬ પૃષ્ઠ જેટલા વિભાગને રોકે છે. તન્દ્રિત વિષયમાં મહર્ષિ હેમચંદ્રે પોતાના મહાવ્યાકરણના એ અધ્યાય રોકેલા છે તેનો અત્યુપયોગી સંક્ષિમ પરિચય હૈમલઘુપ્રક્રિયામાં આપવામાં આવેલ છેઃ પણ હૈમપ્રકાશમાં તેના સંપૂર્ણ સૂત્રોને એવી વ્યવસ્થિત રીતે ગોઠવી ટીકા આદિથી એવા તો સુગમ બનાવવામાં આવ્યાં છે કે જેથી આ વ્યાકરણના અભ્યાસીઓ તદ્ધિતમૂઢાવૈયાકરણા એ ઉક્તિને બદલે તદ્ધિતકુશલાવૈયાકરણા એ ઉકિતના પાત્ર બને છે. એ તદ્ધિત પ્રકરણને પણ ઉપાધ્યાયજીએ અનેક વિભાગોમાં ખેંચી તેતે વિભાગોમાં તજ્ઞત વિષયોને સરલતા અને સુબોધતા પૂર્વક ચર્ચ્યા છે.
હૈમશબ્દાનુશાસનની મોટી ટીકામાં આપેલ ગણપાઠો પણ યથાસ્થાન શબ્દસંખ્યાપૂર્વક આપવામાં આવ્યા છે: સમાસ પ્રકરણ આદિમાં આવેલા ગણપાઠો પણ એવીજ રીતે યથાસ્થાન આપવામાં આવ્યાછે અને આમ કરીને ભાષાના કોડ રજ્જુરૂપે ગણાતા વાયના વિશેષણવિભાગ જેને ઇંગ્લીશ ગ્રામરોમાં સબ્જેકટરૂપે ઓલખવામાં આવે છે તેની સમજુતીરૂપ પૂર્વાદ્ધ પૂર્ણ કરી ત્રણવૃત્તિરૂપે હેંચાએલ વ્યાકરણુની પ્રથમ વૃત્તિ પૂર્ણ કરી છે. ઉત્તરાદ્ધ પ્રકાશિત થએ બીજી એ વૃત્તિઓમાં આખ્યાત અને કૃદંતના વિષયો કેવી ખૂબીથી ઉપાધ્યાયજી મહારાજે વિદ્યાથીઓના ઉપકાર અર્થે ઋણ્યા છે તે જાણવા મળશેઃ હાલતો તેની ઝાંખી પ્રકાશિત થએલ હુમલઘુપ્રક્રિયાના ઉત્તરાઢુંથીજ કરાવી શકાય એમ છે. સંપૂર્ણ ગ્રંથ સંબંધમાં એટલુંજ કહેવું બસ થશે કે જેમ મહર્ષિ હેમચંદ્રે પ્રાપ્ત થએલ સંપૂર્ણ વ્યાકરણ સામગ્રીનો યથાર્થ ઉપયોગ કરી નવીન સરલ શબ્દશુદ્ધિકારક વ્યાકરણ જનતાને અવ્યું, તેવીજ રીતે 'ઉપાધ્યાયજીશ્રી વિનયવિજયજી મહારાજે તેમના જેવા સંક્રમકાલમાં જે સામગ્રી, મલી તેનો યથાર્થ ઉપયોગ કરી અનેક મહાન્ ગ્રંથ રચના ક્રિયોદ્ધાર આદિ મહા પ્રયત્નોમાંથી પોતાના અમૂલ્ય ટાઈમને ફાજલ પાડી હૈમવ્યાકરણના પ્રકાશને સર્વદેશીય બનાવી સર્વ જનતા ઉપકૃત કરીછે, ઇતિ શમ્
उपाध्याय क्षमाविजय गणी (પંગાવી).
૧ આ મહાપુરૂષનું સંપૂર્ણ જીવનચરિત્ર તથા તેમના ગ્રંથોનો વિસ્તૃત પરિચય ઉત્તરાર્ધ પ્રકાશિત થયે આપવાની અભિલાષા છે. આ કાર્યમાં સહાયભૂત થનારા સાધનોની માહિતી આપવા સાક્ષરવર્ગને પ્રાર્થના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org