________________
મનિરાજેએ વિહાર કર્યો અને અનેક ગામોની ફર્સના કરતાં સંવત ૧૯૮૭માં બધા પાલી પધાર્યા. અહિં ગુરુમહારાજને તાવ વધ્યો અને અનેક વૈદ્યોની દવા કરવા છતાં તેમની તબિયત ન સુધરી. પાલીની હોસ્પીટલમાં જોધપૂરના ડોકટર જવેરીલાલ હતા. તેઓ શ્રાવક હતાં. તેઓએ પણ તેમની દવા અતિ ભક્તિપૂર્વક કરી. આટલી બધી તજવીજ છતાં ગુરુમહારાજની તબીયત સુધરી નહિ અને તેથી પાલીના અને આસપાસના ઘણા ગામના શ્રાવકો તેમની ખબર પુછવા આવવા લાગ્યા. જ્યારથી તબીયત બગડી ત્યારની ગુરુમહારાજ દરરોજ ૧૦થી ૧૫ બાંધી નકારવાલી ગણતા હોવાથી તેઓએ એ મુદત દરમિયાન થી ૭ લાખ નવકાર મંત્રનો જાપ કર્યો હતો એમ ધારવામાં આવે છે.
પાલીમાં ચાતુર્માસ, એ વખતે પણ આસપાસના ગામોમાંથી ચાતુર્માસ માટે ઘણું વિનંતિઓ થઈ પણ પાલીના સંઘના આગ્રહથી સંવત્ ૧૯૮૭નું ચાતુર્માસ પાલીમાંજ થયું. એ ચાતુર્માસમાં મુનિરાજ શ્રી ક્ષમાવિજયજી મહારાજે વ્યાખ્યાન વાંચવાનું ચાલુ રાખ્યું અને ગુરુભક્તિ અતિઉત્સાહથી કરી ગુરુમહારાજની સેવા ચાકરી કરી. એ ઉપરાંત બીજા મુનિરાજે પણ આખો દિવસ સેવામાં ઉભે પગે હાજર હતાં. દવાદારૂ ઘણા કર્યા પણ દવાની ટીકી ન જ લાગીઃ ગુરુમહારાજની તબિયત દિવસે દિવસે વધુ બગડતી ગઈ. આખરે તેમને ક્ષય લાગુ પડયો. આ બધો વખત ગુરુમહારાજ નવકાર મંત્રનો જાપ કર્યા કરતાં અને અતિ શાંતિથી શરીરના વ્યાધીને સહન કરતાં હતાં. તેઓ બહુજ શાંત ચિત્તથી બધા સાથે પોતાનો સમય ગાલતાં અને વખતો વખત ધર્મદેશના પણ સંભળાવતા. આખરે શ્રાવણ વદ ૩ની રાત્રે આશરે વીસ દિવસ સંથારા પર રહ્યા બાદ, પ્રતિક્રમણ કર્યા બાદ અને સંથારાપોરસી ભણાવ્યા બાદ નવકારમંત્રનો જાપ કરતાં કરતાં રાત્રે સાડા નવ વાગે તેઓશ્રીએ પ્રાણ ત્યાગ કર્યો. એ વખતે મુનિશ્રી ક્ષમાવિજયજી આદિ મહારાજે તેમની સાથેજ હતાં અને તેઓએ પણ તેમને નવકાર મંત્ર સંભળાવ્યા હતા. અને પાલીના ભાવિક શ્રાવકોએ તેમની અંતિમકિયા તથા તે પછી અઠ્ઠાઈઓચ્છવ આદિ ઉજવી પોતાની લક્ષમીને સાર્થક કરી હતી.
ગુરુજીના ઉપકાર વિષે પંજાબી વલી હુકમચંદજીનો પત્ર, પંજાબથી વલી શ્રીહુકમચંદજી એક પત્રમાં નીચે પ્રમાણે લખે છે –
અમિવિજયજી મહારાજ સંવત ૧૭૩ માં માલર કોટલા પધાર્યા હતાં ત્યારે સંઘના અતિ આગ્રહથી તેઓએ ચાતુર્માસ માલર કોટલામાં જ કર્યું. પર્યુષણ પર્વમાં ગુજરાતી શ્રાવણવદિ ૧૪ને દહાડે શ્રી કલ્પસૂત્રનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો તે વરઘોડો મોતીબજારમાં થઈ ગામમાં ફરી લાલા રામપ્રસાદ કિશોરીલાલ માલેરીને ત્યાં ઉતર્યો હતો. માલર કોટલામાં આવો વરઘોડો પ્રથમ હોવાથી મોટી ધામધુમથી એ વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તેમાં ગામના ઘણા સજજનોએ ભાગ લીધો હતો. એ દિવસે રાત્રે જાગરણ કરવામાં આવ્યું હતું અને આખી રાત્રી, પ્રભુસ્તુતિ અને સ્તવન ગાવામાં જનતાએ પસાર કરી હતી.
બીજે દિવસે લાલા શ્રી રામપ્રસાદ માલેરીને ઘેરથી કલ્પસૂત્રનો વરઘોડે ઉપાશ્રયે જવા નીકળ્યો હતો, તે વખતે મોટી ધામધુમ થઈ હતી. એ વરઘોડામાં પ્રભુપુજાની સામગ્રી મોટા થાળમાં રાખીને, અને ચૌદ સુપ માથે ઉંચકીને સ્ત્રીઓ ચાલતી હતી. જ્યારે શ્રાવકોનાં ભજનમંડળ વાજીંત્ર અને વાદ સાથે ગાતાં બજાવતાં હતાં. આસપાસના ગામોના ઘણા સ્ત્રીપુરુષો એ વરઘોડામાં જોડાવા આવ્યા હતા.
વીસસ્થાનકની પૂજા દહેરાસર આગળ વરઘોડે ઉતર્યા બાદ સર્વે અંદર પધાર્યા હતાં અને વીસ સ્થાનકની પૂજા ભણાવવામાં આવી હતી. એ પૂજા બાદ પ્રભાવના થઈ હતી. સંવત્સરીનો દિવસ પણ મહોત્સવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. બીજે દિવસે લાલા રામપ્રસાદ કિશોરીલાલ તરફથી સ્વામીવત્સલ કરવામાં આવ્યું હતું અને સંવત્સરી બાદનાં પારણા વૃતધારીઓએ કર્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org