________________
૧૫
ગામને કુસંપ દૂર કર્યો. ચાતુર્માસ દરમિયાન અમિવિજયજી મહારાજે શ્રાવકોને પ્રેમભર્યો ઉપદેશ આપવાના પરિણામે ગામના શ્રાવકો વચ્ચે ચાલતો વરસોને કુસંપ દૂર થયો હતોઃ દહેરાસરના ચોપડાઓનો હિસાબ ચોકો કરવામાં આવ્યો હતો અને પર્યુષણ પર્વની તથા સુપનની તથા પારણાની રીતે ઉપજ થઈ હતી. પારણાના દિવસે રાત્રિ જાગરણ પણ થયું હતું.
સિદ્ધિગિરિનો પટ. ચાતુર્માસ પૂરું થયું. કાર્તિકી પૂનમ આવી પહોંચી અને કુટીમલેરીયામાં બાંધવામાં આવેલા શ્રીસિદ્ધિગિરિના પટના દર્શન કરવા સંઘ, બેન્ડ સાથે મુનિરાજ શ્રી અમિવિજયજી પધાર્યા હતા. એ વખતે થયેલો ઠાઠ અનુપમ હતો.
મુસલમાનો અને અન્યદર્શિનીઓ જેન થયાં. શ્રી અમિવિજયજી મહારાજના ચાતુર્માસમાં દરરોજ વ્યાખ્યાન વખતે શ્રોતાઓની મોટી ઠઠ જામતી હતી અને તેમાં વૈષ્ણવ, અગ્રવાલો વિગેરે પણ આવતાં હતાં. ખાસ ધ્યાન ખેંચનારી બિના એ હતી કે મહારાજશ્રીના વ્યાખ્યાનમાં મુસલમાનો પણ આવતાં હતાં. તેમના પર મહારાજશ્રીના વ્યાખ્યાનની અજબ અસર થતાં, તેઓ જૈનધર્મપ્રેમી બન્યા હતા. અગ્રવાલ વૈષ્ણવ શ્રી પાલામાલ કુન્દનલાલ, શુદ્ધ મૂત પૂજક જૈન બન્યા હતા અને અગ્રવાલો શ્રીરાયનમલ અને ગેંડામલ સ્થાનકવાસી શ્રદ્ધા છોડી મૂર્તપૂજક જૈન બન્યા હતા. | મુનિશ્રીના ઉપદેશથી દહેરાસરમાં લગ્નપ્રસંગે સારી રકમ મોક્લવાની ગોઠવણ થઈ હતી અને તેથી દેહરાસરમાં સારી ઉપજ થઈ હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org