________________
૧૩
મહારાજશ્રીએ મરણુ પાછલ થતાં જમણો બંધ કરવા ઉપદેશ આપતાં એ રિવાજ ઘણી ગામોમાં બંધ થયો હતો અને મરણુ થતાં અમુક રકમ દેરાસરમાં અને અમુક રકમ સાધારણ ખાતામાં આપવાનો રિવાજ ચાલુ થયો હતો. ચાણોદથી વિહાર કરતાં મહારાજશ્રી તખતગઢ પધાર્યાં ત્યારે વ્યાખ્યાન વાંચતાંજ શુદ ના દિવસે તેમને લકવાની બીમારી જણાઈ અને તેઓશ્રીની યાદશક્તિ પણ ઘેરાઈ ગઈ. આ બિમારી કેટલેક અંશે વાલીથી ખોલાવેલા શ્રાવક ડાકટરની હવાથી દૂર થતાં અને દુજાણા વીગેરેની વિનંતિ આવતાં મહારાજ સાહેબ અને મુનિરાજેએ અશાડ શુદ બીજને દિવસે તખતગઢથી વિહાર કર્યો. હું તેમનું ૧૯૮૪ના સાલનું ચાતુર્માસ થયું. આ વખતે શ્રી અમિવિજયજી મહારાજની બિમારીની ખબર પડતાં આસપાસના ગામોના, મારવાડના, ગુજરાતના અને પંજાઅના સેંકડો જૈનો દુજાણા ખબર પુછ્યા આવ્યા હતા અને તેઓને માટેની સઘળી સગવડ શ્રી કસ્તૂરચંદ કોઠારીએ કરી હતી. આ વખતે મુનિશ્રી ક્ષમાવિજયજી વ્યાખ્યાન વાંચતાં હતાં. પાલીતાણાની જાત્રાના સાહિજારના ફંડમાં મદદ
દુજાણાનાં ચાતુર્માંસ પહેલાં સંવત્ ૧૯૮૪ના જેઠ મહિનામાં શ્રી સિદ્ધક્ષેત્ર શ્રી પાલીતાણાની જાત્રા ખુલ્લી થવાના ખબર મળ્યા અને શેઠ આણંદજી કલ્યાણજીએ દર વરસે રૂપિયા સાઠ હજાર ભરવા માટે ફંડ ઉઘરાવવા માણસો મોકલ્યા. એ વખતે મુનિરાજ શ્રી અમિવિજયજી મહારાજના ઉપદેશની અસર થતાં ભારૂંદાવાળા શ્રી રામાજી પદ્માજીએ પ્રથમ રકમ રૂ. ૧૦૦૦૦ની ભરી હતી. અને બીજી રકમો પણ ભરાણી હતી. એ રીતે શેઠ આણંદજી કલ્યાણજી ઉપર એક મોટી રકમ મોકલાઈ હતી.
જોધપુર-કાપરડા-પીપાડ.
સંવત્ ૧૯૮૫ માં ચાતુર્માસ ઉતરતાં ગુરુમહારાજ સાથે શ્રી ક્ષમાવિજયજી મહારાજ વિગેરેએ વિહાર કર્યો અને ઘણા ગામોની જાત્રા કરીને તેરાપંથ અને ક પંથમાંથી, ઘણા શ્રાવકોને પાછા જૈન બનાવ્યા. તેઓ જોધપૂરમાં બે માસ રહ્યા અને ત્યાંના આગળ વધેલા વિચારના કેળવાયલા જૈનોને જૈન ધર્મનું રહસ્ય સમજાવ્યું. એ બાદ તેઓએ શ્રી કાપરડાજીના સાત માલના દહેરાસરની જાત્રા કરી અને તે માદ અનેક ગામોને લાભ આપતાં ખીલાડા ગામે પધાર્યા. ત્યાં ગુરુમહારાજ સાથે મુનિશ્રી ક્ષમાવિજયજીએ એ માસ સ્થિરતા કરી. આ બધી વખત મુનિરાજ શ્રી અમિવિજયજી મહારાજની તખિયત સારી ન હોવાથી તેમની સેવા-ચાકરી બધા સાધુઓ કરતાં હતાં અને શ્રી ક્ષમાવિજયજી મહારાજ વ્યાખ્યાન વાંચતા હતાં. આ પછી બધા વિહાર કરતાં હતાં. પીપાડ સીટીના જૈનોની વિનંતિ આવી કે ચાતુર્માસ પીપાડ સીટી (મોટી મારવાડ)માં કરવા પધારવું. આથી વિહાર તે તરફ થયો અને વૈશાખ શુઇ ૪ના દિવસે પીપાડ સીટીમાં પ્રવેશ કર્યો. ત્યાં ચાતુર્માસ પૂરૂં થયા પછી ચાણોદના એક શ્રાવક ત્રણ થોઈની મુનિ દ્વીક્ષા લઇને શ્રી હરિવિજયજી થયા; ખાદ તે યોગ્ય ન લાગવાથી મુનિરાજ ને કહેડાવ્યું કે મારે ચાર થોઇની દીક્ષા લેવી છે. ગુરુમહારાજે તે દીક્ષા આપવા હા પાડી-ગુરુમહારાજ શિષ્યો સાથે ચાતુર્માસ ઉતરતાં સંવત્ ૧૯૮૬ ના કારતક વદ ૩ને દિવસે પીપાડથી વિહાર કરી સોજત પધાર્યાં. ત્યાં ઉપલા મુનિ શ્રી હીરવિજયજી આવી પોંચ્યાં. અહિં તેમને માગસર શુદ ૬ ને દિને ચાર થોયની મુનિદીક્ષા આપવામાં આવી અને તેમનું નામ હિમ્મતવિજયજી રાખવામાં આવ્યું. એ પછી બધા મુનિરાજે વિહાર કરતાં કરતાં લુણાવા પધાર્યાં. ત્યાં સાદડીના ભાઇઓએ અતિ આગ્રહ ભરી વિનંતિ કરવાથી ગુરુમહાજ અને બીજા મુનિરાજોએ સાદડી તરફ વિહાર કર્યો.
સાડીમાં ચાતુર્માસ,
આ રીતે સંવત્ ૧૯૮૬નું ચાતુર્માંસ મુનિરાજ શ્રી અમિવિજયજી મહારાજે બીજા મુનિરાજો સાથે સાડીમાં કર્યું. હું જુવાન પક્ષે મુનિરાજોને હેરાન કરવા અનેક ઉપાયો યોજ્યા છતાં શ્રદ્ધાળુ વર્ગની મોટી સંખ્યા હોવાથી પર્યુષણુપર્વે અને ચાતુર્માંસ સારી રીતે પૂર્ણ થયા. પણ ગુરુમહારાજને અહિં શરદી લાગુ પડી અને તાવની બિમારી પણ શરૂ થઈ. સંવત્ ૧૯૮૭ ના કારતકવામાં સાદડીથી ખધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org