________________
૧૨
ક્ષમાવિજયજી લુણાવાથી વિહાર કરતાં વિજયસિદ્ધિસૂરિજી પાસે જોગ વહાવા પાટણમાં ૧૯૮૩માં પધાર્યાં અને ત્યાંજ ચાતુર્માંસ કર્યું. ગુરુદેવ શ્રી અમિવિજયજી લુણાવેથી અનેક ગામોમાં વિચરતાં ગર્ભશ્રીમંત શ્રી ઓટરમલજીને દીક્ષાનો ભાવ થતાં, ગુરુદેવ શ્રીનાણા પધાર્યાં અને શ્રીઓટરમલજીએ હજારો રૂપિયા ખર્ચીને અને સારે માર્ગે વાવરીને સંવત્ ૧૯૮૩ ના મહાશુદ પાંચમે નાણાંમાં અતિ ધામધુમ પૂર્વક મુનિદીક્ષા લીધી. એ મુનિરાજનું નામ શ્રી ભાવવિજયજી રાખવામાં આવ્યું હતું. નાણાની સર્વે વિહાર કરવાના હતા તે વખતે સાલદેરીથી શ્રાવકોએ આવીને સાવઢેરી પધારવા વિનંતિ કરી. આથી સર્વે સાદેરી ગયા એને ત્યાં ચાર તડ હતા, તેને સમજીવીને ગુરુદેવે એક્ત્ર કરતાં ગામમાં સંપ થયો. આથી સાવડેરીના શ્રાવકોમાં અતિ ઉત્સાહ ફેલાયો અને ગામમાં દહેરાસરમાં વરસોથી મુલતવી રહેલી પ્રતિષ્ઠા કરાવવા ગામલોકોએ નિશ્ચય કર્યો. એ નિશ્ચય પાર પડયો. દેરાસરમાં પ્રતિષ્ઠા થઈ અને દેવદ્રવ્યમાં રૂપીયા એક લાખ એંશી હજારની ઉપજ થઈ.
શ્રીવિજયકમળસૂરીશ્વરજીનો કાળધર્મ,
મુનિરાજ શ્રી અમિવિજયજી મહારાજ સાવદૅરીથી વિહાર કરતાં ખુડાલા પધાર્યા ત્યારે ૧૯૮૩ ના મહાશુદ ૬ ના દિવસે સૂરત છઠ્ઠામાં આવેલા જલાલપૂર ગામમાં આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજીના પટ્ટર શ્રીવિજકમળસૂરીશ્વરજીએ કાળ કર્યાંની ખખર તારથી મળી. આથી તેઓ ઘણા દિલગીર થયાં અને ખુડાલામાં દેવવંદનની ક્રિયા કરી. એ દરમિયાન મુનિશ્રી ભાવવિજયજી મહારાજ પાટણમાં શ્રી ક્ષમાવિજયજી પાસે થઈ ધીણોજ પધાર્યાં, અને ત્યાં તેઓએ પન્યાસજી પદ્મવિજયજી મહારાજ પાસે ૧૯૮૩ ના ચૈત્ર વદ ૭ના દિવસે વડી દીક્ષા લીધી.
જન્મભૂમિમાં ચાતુર્માંસ.
ખુદાલામાં શ્રી અમિવિજયજી મહારાજનું વ્યાખ્યાન ચાલતું હતું તે વખતે તેમની જન્મભૂમિ ચાણોદથી અને આસપાસના ગામોમાંથી ઘણા જૈનો એ આવી ચાતુર્માસ પોતાના ગામમાં કરવા મુનિરાજને વિનંતિઓ કરી. આથી મહારાજ સાહેબ લગભગ ત્રીસ વરસોમાદ પોતાની જન્મભૂમિમાં, ખીજા ગામોમાંથી વિહાર કરતાં કરતાં ૧૯૮૩ નાં ફાગણવદ ૧૩ ને ક્રિને પધાર્યાં. ત્યાં સ્થિરતા *બાદ તેઓએ આસપાસના ગામોમાં ફરીને ધર્મદેશના આપવા માંડી: ચાણોદ ગામના લોકોએ તેમને પ્રવેશ વખતે ધામધુમ પૂર્વક માન આપ્યું હતું અને તેમનું વ્યાખ્યાન સાંભળવા આખા ગામના લોકો રાજના મોટા દિવાનનસુધી આવતાં હતાં તેઓએ ચાણોદની આસપાસના ગામોમાં વિહાર કરવા માંડયો તે પછી ચાણોદમાં તેઓએ ચૈત્ર માસની ઓળી કરાવી હતી. સાચોરીમાં એક ખાઈને સાધ્વીદીક્ષા આપી હતી. અને એંદરા નાગડાના જૈનોને કંદમૂળ ખાવાની ખાધા આપી હતી. એ ગામમાં બધા લોકો કંદમૂળ કાંદાલસણ–વિગેરે ખાતા હતા, પણ મુનિરાજના ઉપદેશથી ૧૪ આની લોકોમાં સુધારો થયો હતો; વળી પાલીમાં એક ખાઇને સાધ્વીદીક્ષા આપી હતી. તે બાદ તેઓશ્રી ૧૯૮૩ ના આશાજીદ ખીજને દિને ક્રીથી ચાણોદ પધારતાં ઘણી ધામધૂમ થઈ હતી અને એ સાલનું ચાતુર્માસ ત્યાં થયું. એ વખતે ચાતુર્માસ ઉતર્યાં ખાદ સંવત્ ૧૯૮૪ માં મુનિરાજ શ્રી ક્ષમાવિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી ભાવવિજયજી મહારાજ ગુજરાતમાંથી વિહાર કરી ચાણોદ પધાર્યાં અને ગુરૂમહારાજ સાથે સ્થિરતા કરી. ચાણોદના તેરાપંથી શ્રાવકોએ એ દરમિયાન પાસેના ગામ કુરનાના દેરાસરમાં તેરાપંથી સાધુઓને ઉતારો આપી ઘણી આશાતનાઓ કરાવી હતી, તેથી ચાણોદના જૈનોએ તેમની સાથેનો વ્હેવાર અંધ કર્યો. ચાણોદના ચાતુર્માસ દરમિયાન મુંબઈથી શ્રી સોમચંદ ઓતમચંદ વિગેરે તેમજ પંજાબથી ઘણા શ્રાવકો મહારાજશ્રીને વાંઢવા પધાર્યાં હતા. ચાતુર્માસ ઉતર્યાંમાદ મુનિરાજે આસપાસના ઘણા ગામોમાં પધાર્યાં હતાં અને સર્વેને વ્યાખ્યાનનો લાભ આપ્યો હતો. તેઓ ૧૯૮૪ ના વૈશાખ માસમાં ક્રૂરી વિનંતિ થતાં ચાણોદના દેરાસરને ધ્વજદંડ ચઢાવવાની ક્રિયા થનાર હતી તે વખતે પાછા પધાર્યા અને ધ્વજાદંડ ચઢાવવાની ક્રિયા કરાવી. એ ધ્વજાદંડ શાહ ઇદાજી સેરાજીએ રૂ. ૫૦૦૧ ની ઓલીથી ચઢાવ્યો હતો, અને દેરાસરને લગભગ અગીયાર હજાર રૂપીયાની આવક થઈ હતી. એ વખતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org