________________
૧૧
સર્વે મુનિરાજો રાંદેજા વગેરે ગામો ર્તા કોબા ગામે પધાર્યાં હતાં, અને મુનિ શ્રી ગુણુવિજયજી મહાશજે તેમજ મુનિશ્રી ભક્તિવિજયજી મહારાજે ત્યાં પન્યાસજી મહારાજ શ્રી ઉમંગવિજયજી મહારાજ પાસે વિડ દીક્ષાના જોગ વહ્યા ત્યાં એ બન્ને મુનિરાજોને પોષ વદ ૬ ના દિવસે વડી દીક્ષા આપવામાં આવી. સંવત ૧૯૮૦ શ્રીપાલનપૂરમાં ચાતુર્માસ,
મહારાજશ્રી પછી મારવાડ તરફ વિહાર કરવાની ઇચ્છાથી આગલ વધ્યા. મારવાડમાં મુનિવિહારની મોટી જરૂર હતી એમ સર્વત્ર ખોલાતું હતું. મારવાડમાં ધર્મનો અને જ્ઞાનનો અભાવ હતો એમ જણાયું હતું. આથી મહારાજશ્રીની ઇચ્છા એવી હતી કે મારવાડના અનેક ગામોમાં સ્થિરતા કરી જૈન જનતાને ધર્મજ્ઞાન આપવું. વિહાર કરતાં કરતાં મારવાડની અને ગુજરાતની સરહદ પર આવેલ પાલનપૂર શહેરમાં સંવત્ ૧૯૮૦ના ફાગણુક ૧૩ના દિને સર્વે મુનિરાજેએ પ્રવેશ કર્યો. ફાગણશુદ ૧૪થી પાલનપુરમાં ગુરુદેવનું વ્યાખ્યાન શરૂ થયું અને ઘણા શ્રદ્ધાળુ જીવોથી શ્રોતાવર્ગની સંખ્યા દિનપરદિન વધવા લાગી. થોડા દિવસો ખાઇ મુનિરાજો ત્યાંથી વિહાર કરનાર હતાં પણ શ્રદ્ધાળુ જૈનોએ ગુરુદેવને ચાતુર્માંસ કરવા અતિ આગ્રહભરી વિનંતિ કરી જેથી મહારાજશ્રીએ સંવત્ ૧૯૮૦નું ચાતુર્માસ પાલન પૂરમાં કર્યું. એ ચાતુર્માસ માટે પાલનપૂરના શ્રાવકોએ, ખાસ છાણી જઇને આચાર્યશ્રી વિજયાનંદસૂરિજીના પ્રથમ પટ્ટધર શ્રીમદ વિજયકમલસૂરીશ્વરની આજ્ઞા મેળવી હતી, કેમકે મુનિરાજશ્રી તેમની આજ્ઞામાં હતાં. પાલનપુરમાં શ્રીભગવતી સૂત્રનું વાંચન થયું હતું, જે વખતે સાચા મોતીનો એક સાથીઓ આશરે ૧૫૦૦ના ખર્ચે શ્રીમલુકચંદ ખાદરમલે કર્યો હતો. એ વખતે શ્રોતાવર્ગની સંખ્યા ઘણી વધી જવાથી ચેલા શ્વેતાની ધર્મશાળાના ચોકમાં ખાસ મંડપ બાંધવામાં આવ્યો હતો, જ્યાં ધર્મવ્યાખ્યાન થતાં હતાં. એ વખતે પાલનપૂરમાં વર્ધમાનતપઆયંબીલ ખાતાની સ્થાપના ગુરુદેવના ઉપદેશથી થઈ. ખેડામાં ચાતુર્માસ,
પાલનપૂરથી સંવત્ ૧૯૮૧ના કારતકવદી ૧૦ના દિવસે મુનિરાજશ્રી અમિવિજયજીએ વિહાર કર્યો ત્યારે સેંકડો જૈનો તેમને કેટલાક ગાઉસુધી વળાવવા ગયા હતા. એ રીતે શ્રીમુનિરાજે વિહાર કરતાં, શ્રી કુંભારીયાજી શ્રીજીજી વિગેરેની યાત્રાએ પધાર્યાં. આણુજીની યાત્રા બાદ ગુરુદેવે મારવાડ તરફ વિહાર કર્યો. એ વખતે તેમની પાસે દીક્ષા લેવાની ઇચ્છા રાખનાર મુંબઈના પ્રસિદ્ધ ભાવનગરનિવાસી શ્રીનરોતમદાસ ભગવાનદાસ શાહના પુત્ર શ્રીજગજીવનદાસ એક વધુ વખત મુનિદીક્ષા લેવા આવ્યા. અગાઉ તેઓ પાલનપુરમાં દીક્ષા લેવા આવ્યા હતા અને ફરીથી તેઓ આબુ આવ્યા. તેઓએ ગુરુદેવને મુનિદ્દીક્ષા આપવા ધણી આગ્રહભરી વિનંતિ કરી. એ વખતે વિહાર ચાલુ હતો અને શ્રી જગજીવનદાસ પણ વિહારમાં સાથે રહ્યા. આખરે બધા વિહાર કરતાં ખમણવાડામાં પધાર્યા. ત્યાં પોષવદ ૬ના દિને દિક્ષાનો વરઘોડો અતિ ધામધૂમ પૂર્વક ચઢાવવામાં આવ્યો અને તે બાદ શ્રી જગજીવનદાસને મુનિદીક્ષા અપાતાં તેમનું નામ શ્રી જયંતવિજય રાખવામાં આવ્યું. અને તેઓ શ્રીને મુનિશ્રી ક્ષમાવિજયજીના શિષ્ય કરવામાં આવ્યાં. આમણવાડામાં એ પ્રસંગે પાલનપૂરના શ્રીહાથીભાઈ ભણસાળી તરફથી નોકારશી જમણુ થયું હતું. ખમણવાડાથી વિહાર કરતાં મુનિરાજોએ અનેક ગામોને ધર્મ-ઉપદેશનો લાભ આપ્યો હતોઅને કેટલેક ઠેકાણે સ્થિરતા પણ કરી હતી. છેવટે બધા નાણામાં પધાર્યાં અને ત્યાં વ્યાખ્યાન વાંચવાનું ચાલુ હતું. ત્યાં મુનિરાજ કલ્યાણુવિજયજી આપજીની તમિયત બગડી અને તેઓએ ચૈત્ર વદ પાંચેમને દિવસે નાણામાં કાળ કર્યો. તેમતા અગ્નિસંસ્કાર બાદ નાણામાં ઘણા ધર્મના કામ થયાં હતાં. ત્યાં બેડાના મહાજન તરફથી વિનતિ આવતા મુનિરાજ શ્રી અમિવિજયજી મહારાજ વૈશાખ શુદ ૩ના દિવસે એડા પધાર્યાં. એ વખતે ખેડા નિવાસિ શ્રાવકોએ બહુ ધામધૂમ પૂર્વક સામૈયું કર્યું હતું. બેડામાં અતિ શાંતિપૂર્વક ચાતુર્માંસ કર્યાબાદ મુનિરાજશ્રી મારવાડના અનેક ગામોની જાત્રા કરવાની ઇચ્છાથી વિહાર કરતાં હતાં અને સેંકડો ગામોની અપૂર્વ જાત્રા કરી હતી, અને સંવત્ ૧૯૮૨નું ચાતુર્માસ મારવાડના લુણાવા ગામમાં કરીને મારવાડની જનતાને અપૂર્વ લાભ આપ્યો. ૧૯૮૨નું ચાતુર્માસ પૂરૂ થતાં ૧૯૮૩માં ગુરુદેવે મુનિશ્રી ક્ષમાવિજયજી મહારાજને મુનિશ્રી જયંતવિજયજીને ોગ કરાવવા ગુજરાત મોકલ્યા. મુનિશ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org