________________
૧૦
મહારાજશ્રીનું દદે જોયું અને તેમને લાગ્યું કે મહારાજશ્રીનું દર્દ મુંબઈને નિષ્ણાત તબીબોની સારવાર વગર દૂર થાય એમ ન હતું. તેઓશ્રીએ મહારાજશ્રી પાસે બાર વૃત ધારણ કર્યા અને જૈન ધર્મનો ઉપદેશ શ્રવણ કરવા માંડ્યો. કેટલાક દિવસો બાદ તેઓએ મહારાજશ્રીને વિનંતિ કરી કે તેઓશ્રી જે મુંબઈ પધારે તો મુંબઈની જનતાને તેમના વ્યાખ્યાનોનો લાભ મળે અને તેમની આંખના દર્દી માટે હોશીયાર તબીબોની સલાહ મળે એ માટે તે ઓશ્રીએ મુંબઈ પધારવું. મહારાજશ્રીએ આ વિનંતિ સાંભળી. એટલામાં સંવત્ ૧૯૭૭નું ચાતુર્માસ પૂરું થયું અને સંવત્ ૧૭૮ની શરૂઆત થઈ.
કાર્તિકિ પૂર્ણમાની યાત્રા કર્યા બાદ મુનિરાજ શ્રી અમિવિજયજી મહારાજ, શિષ્યરત શ્રી ક્ષમાવિજયજી મહારાજ આદિ મુનિરાજેએ પાલીતાણાથી વિહાર કર્યો અને કાઠિયાવાડ અને ગુજરાતના અનેક ગામોની સ્પર્સન કરતાં કરતાં સંવત્ ૧૭૮ ના મહાસુદ પાંચેમના દિવસે મુંબઈમાં પ્રવેશ કર્યો. તેઓશ્રીને શ્રી ગોડીજી મહારાજના દેરાસર પાછલ આવેલા ઉપાશ્રયમાં લઈ જવામાં આવ્યાં અને ત્યાં તેઓશ્રીએ પાંચ દિવસ સ્થિરતા કરી. એ પછી કોટના ઉપાશ્રયના ટ્રસ્ટિઓ અને શ્રી સોમચંદ ઉત્તમચંદના આગ્રહથી ધામધૂમ પૂર્વક મહાશુદ ૧૦ દસમના દિને સામૈયા સાથે શ્રી કોટના દેરાસરના ઉપાશ્રયે મહારાજશ્રી શિષ્યો સાથે પધાર્યા. ત્યાં સ્થિરતા થયા બાદ તેઓશ્રીનું આંખનું ઓપરેશન દોકટર ડગન પાસે કરાવવામાં આવ્યું હતું, જે ફતેહમંદ નિવડ્યું હતું. અહિં શ્રી ક્ષમા વિજયજી મહારાજ પણ સાથે જ હતા. તેઓશ્રી પોતાનો અભ્યાસ ગુરુદેવ પાસે વધાર્યા જતાં હતાં અને ગુરુસેવા ક જતાં હતાં. આ વર્ષમાં માલવા-મેવાડના જૈન દેરાસરોના જીણોદ્ધારની ટીપ થતાં એક લાખથી વધુ રકમ ભરાઈ હતી. વળી મુંબઈના શ્રી વદ્ધમાન તપ આયંબીલ ખાતાની સ્થાપના પણ તેમના ઉપદેશથી થતાં શ્રી રણછોડદાસ શેષકરણે તેમાં પ્રથમ રકમ રૂ. ૫૦૦૦ની ભરી હતી, જે પાછલથી વધીને રૂ. ૪૦૦૦૦ જેટલી થઈ હતી. ,
શ્રીઅમિવિજયજી મહારાજ, મારું ઉતરતાં શ્રી કોટના ઉપાશ્રયેથી શ્રી આદિશ્વરજીની ધર્મશાળામાં અને તે બાદ શ્રી અંધેરી ખાતે શ્રી ભોગીલાલ લહેરચંદની વિનંતિથી તેમને બંગલે પધાર્યા. અહિં શ્રી ભોગીલાલ લહેરચંદે મુમુક્ષુ શ્રી ગોરધનદાસ નાથાભાઈને મુનિદીક્ષા આપવા માટે મોટો ખર્ચ કરી તેમને ગુરુદેવ પાસે મુનિદીક્ષા અપાવી. એ દીક્ષા મુંબઈ-અંધેરી–માં પહેલી હતી અને તેમાં આશરે ૧૦૦૦૦ જૈનોએ ભાગ લીધો હતો. શ્રીભોગીલાલે એ વખતે નકારશી જમણનો મોટો ખર્ચ કર્યો હતો. શ્રીગોરધનદાસે દીક્ષા લીધા બાદ તેમનું નામ શ્રીગુણવિજયજી રાખવામાં આવ્યું. અહિંથી વિહાર કરતાં કરતાં સુરત પધાર્યા જ્યાં ઝવેરી સવૈચંદ સૂરચંદે તેઓશ્રીનો પ્રવેશ તેમના મોટા ગુરુભાઈશ્રી કલ્યાણ વિજયજી મહારાજ સાથે ગોપીપુરામાં ઠાઠથી કરાવ્યો હતો. ત્યાંથી મુનિમહારાજશ્રી શિષ્યમંડળ સાથે દરાપરા પધાર્યા. દરાપરામાં આચાર્ય શ્રી વિજયાનંઠસૂરિજીના પટ્ટધર શ્રીવિજયકમળ સૂરીશ્વરજી બિરાજતાં હતાં. મુનિમંડળે તેમને વાંદ્યા. દરાપરાથી મુનિરાજશ્રી અમદાવાદ, ભેયાયણજી, સંબલપૂર અને તે બાદ શ્રી શંખેશ્વર પધાર્યા અને છેલ્લે ઠેકાણે ચૈત્રી ઓળી કરી.
ચૈત્રી ઓળી ઉતર્યા બાદ મુનિરાજ શ્રી શિષ્યવસાથે વિહાર કરતાં ચિત્રવદ ૧૦ ને દિવસે યાત્રાર્થ પાટણ પધાર્યા અને તે બાદ શ્રી નગીનદાસ કરમચંદની આગ્રહભરી વિનંતિથી તેમના દહેલામાં ચાતુર્માસ કર્યું. ચોમાસું ઉતરતાં સંવત્ ૧૯૮૦ માં શ્રી નગીનદાસ કરમચંદે મુનિરાજશ્રી સાથે ચારૂપને સંઘ કારતકવદ ૧ને દિને કાઢયો, જેમાં લગભગ ૧૨૦૦-૧૫૦૦ શ્રાવકો અને શ્રાવિકાઓ હતાં. ચારૂપથી વિહાર કરતાં તે બાદ સર્વે પેથાપુર તરફ આગલ વધ્યા. પેથાપૂર પાસેના સંધેજી ગામના રહિશ, શ્રી કેશવલાલ લલુભાઈ કેટલાક વર્ષોથી મુનિદીક્ષા લેવા આગ્રહ રાખતાં હતાં. પેથાપુર પહોંચતાં માગશરશુદ પાંચમે શ્રી કેશવલાલની દીક્ષાનો વરઘોડો હાથીના ઓદ્ધા સાથે નિકળ્યો હતો, જેમાં પેથાપૂરના બન્ને પક્ષોએ ભાગ લીધો હતો. માગશર સુદ ૬ના દિવસે શ્રી કેશવલાલને હજારો માણસોની હાજરીમાં શ્રી અમિવિજયજી મહારાજે મુનિદીક્ષા આપી, અને તેમનું નામ શ્રી ભક્તિવિજયજી રાખવામાં આવ્યું. પેથાપૂરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org