________________
મુનિશ્રી ક્ષમાવિજ્યજીના સંસારી પક્ષે માસી બાઈ ઇવરે સાધ્વીજી શ્રી તલકશ્રીજીના શિષ્યા શ્રી જડાવશ્રીના શિષ્ય તરિકે સાધ્વી દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી લાભશ્રીજી રાખવામાં આવ્યું. સંવત્ ૧૪ માં માહ સુદ દસમના દિવસે ૪૦૦ યાત્રિકો ૪ મુનિરાજ અને ૭૫ સાધ્વીજીઓ સાથેનો એક સંઘ-છરી પાલતો સંઘ-શ્રી અમિવિજ્યજી મહારાજશ્રીના ઉપદેશથી સંઘવી શેઠ લક્ષમીચંદજી કોચરે કાર્યો અને બધાએ શ્રી જેસલમેર તીર્થની જાત્રા કરી.
રતલામમાં ચાતુર્માસ, જેસલમેરથી વિહાર કરતાં મહારાજશ્રી આગલ વધતાં હતાં ત્યારે રતલામના શ્રીસંઘે મહારાજ શ્રીને રતલામ પધારવા વિનંતિ કરી. રતલામમાં જે પાઠશાળા અગાઉ સ્થાપાઈ હતી તે પાઠશાળામાં શિક્ષક સંબંધી વાંધો પડ્યો હતો અને પાઠશાળા બંધ થઈ હતી. રતલામના શ્રી કેશરીમલજી લુનિયાએ, બે શ્રાવકોને, જ્યારે ઉપલો સંઘ બીકાનેરથી નીકળી પોકરણ ફોધી આવ્યો હતો ત્યારે વિનંતિ કરવા એક વધુ વખત મોકલ્યા અને તેઓએ મહારાજશ્રીને રતલામ ચાતુર્માસ કરવા પધારવા વિનંતી કરી. આથી ઉપલા શ્રાવકો સાથે મહારાજશ્રીએ રતલામ તરફ વિહાર કર્યો અને ત્યાં જઈ ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરમિયાન ઉપર જણાવેલી પાઠશાળા ફરી ઉઘડી અને સંઘનો કુસંપ દૂર થયો. વળી પોતાના ગુરુશ્રીની ચાદમાં રતલામમાં શ્રીચારિત્રવિજયજી જૈન જ્ઞાનભંડાર ઉઘડ્યો, જે જ્ઞાનભંડાર રતલામમાં ચાતુર્માસ કરનાર સાધુ-સાધ્વીઓને ઘણું ઉપયોગી જણાયો. રતલામનું ચોમાસુ ઉતરતાં રતલામનિવાસી શ્રી રતિચંદજી બોરાણુ અને શ્રી નહાલચંદજી તલેરાએ મહારાજશ્રીના ઉપદેશથી ૩૦૦-૩૫૦ જેનો સાથે શ્રી કેશરીયાનો સંઘ કાઢયો અને બધાએ શ્રી કેશરીયાજીની યાત્રા કરી.
શ્રીક્ષાવિજયજી મહારાજની વડી દીક્ષા, રતલામથી બધા મુનિરાજે વિહાર કરતાં મહેસાણા આવ્યાં. મહેસાણામાં એ વખતે વયોવૃદ્ધ પન્યાસજી મહારાજ શ્રીસિદ્ધિવિજય મહારાજને આચાર્ય પદ્ધિ આપવાની મંત્રણા ચાલી રહી હતી અને મહેસાણાના સંઘે પન્યાસજી મ૦ સિદ્ધિવિજયજીને મહેસાણામાં રોક્યા હતા. એ વખતે બધા મુનિરાજે મહેસાણુ જઈ પહોંચ્યાં અને મુનિશ્રી ક્ષમાવિજયજી મહારાજે પચાસજી શ્રી સિદ્ધિવિજયજી પાસે જગ વહ્યાં એ વખતે મહેસાણામાં ૩૨ મુનિરાજે અને ઘણા સાધ્વીજીઓ હતાં. મહાશુદી પાંચમે પન્યાસજી મ. સિદ્ધિવિજયજી મહારાજને મોટી ધામધુમ સાથે આચાર્ય પદ્ધિ અપાઈ અને મહાશુદ દસમના દિવસે શ્રી ક્ષમાવિજ્યજી મહારાજની વડી દીક્ષાની ક્રિયા થઈ એ પ્રસંગે કેટલાક મુમુક્ષુ જનોએ મુનિદીક્ષા પણ લીધી.
સંવત ૧૯૭૫ વેરાવળમાં ચાતુર્માસ, સંવત ૧૯૭૬ માં સ્થંભતિર્થ(ખંભાત)માં મુનિરાજ શ્રી અમિવિજયજીનું ચાતુર્માસ થયું.
સંવત્ ૧૯૭૫માં મુનિરાજ શ્રી અમિવિજયજીનું ચાતુર્માસ વેરાવળમાં થયું. વેરાવળમાં ચાતુર્માસમાં ૪૫ પીસ્તાલીસ આગમની તપ આદિ ક્રિયાઓ બહુ ધામધુમ સાથે થઈ હતી અને ચાતુર્માસ ઉતરતાં વેરાવળથી શ્રદ્ધાળુ શેઠ શ્રી જયપાલ પાનાચંદે શ્રીસિદ્ધગિરિની યાત્રાને એક સંઘ કાઢ્યો. એ સંઘ પાલીતાણામાં ફાગણ શુદિમાં પહોંચ્યો અને સંઘે શ્રી શત્રુંજયની યાત્રા કરી. વેરાવળમાં મહારાજશ્રીના ઉપદેશથી સાધારણ ખાતાની એક ટીપ થઈ હતી. જેમાં રૂ. ૧૦૦૦૦ દસ હજાર ભરાયા હતાં.
સંવત ૧૯૭૬ પાલીતાણામાં ચાતુર્માસ, પાલીતાણામાં શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા ચાલુ હતી, એટલામાં મહારાજશ્રીને આંખોમાં દર્દ થયું અને તેની પીડા ઘણી વધી. દિન પર દિન આંખનું દર્દ વધતું ચાલ્યું અને મહારાજશ્રી તે દર્દ શાંતિથી ભોગવવા લાગ્યા. પાલીતાણાના દાકટરની દવા કરી. તેથી પણ દર્દ ન મટયું. એમ માલમ પડયું કે મહારાજશ્રીને ઝામરાનું દર્દ થયું હતું..
મુંબઈમાં મુનિરાજશ્રી અમિવિજ્યજીને પ્રવેશ ઝામરાનું દર્દ પાલીતાણામાં વધતું ચાલ્યું અને મહારાજશ્રીના ભક્તોને ચિંતા થવા લાગી. માંગરોલ નિવાસી શ્રદ્ધાળુ જૈન શ્રી સોમચંદ ઉતમચંદ એ વખતે પાલીતાણામાં ચાતુર્માસ અર્થે આવ્યાં હતાં. તેઓએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org