________________
'
રાજશ્રીનાં ઉપદેશથી રૂ. ૨૫૦૦ શુભ માર્ગ ખર્ચા ઘણા ભાઇઓ અને બહેનોએ તપસ્યા કરી અને છત ઉચર્યાં. લાલા ગજવામલના પુત્ર શ્રી અમરનાથે, સ્થાનકવાસી માર્ગમાં શંકા થતાં મહારાજશ્રી પાસે કેટલાક ખુલાશા પૂછ્યા અને તે ખુલાશા મળતાં તેઓ શ્રી મૂતી પૂજામાં શ્રદ્ધાળુ થયાં. એ વખતે પાછી લુદ્ધિઆનાથી વિનંતિ આવી અને ત્યાં અગાઉ પંચમી તપ કરનાર તરફથી ઉદ્યાપન (ઉજમણુ ) મહોત્સવ કરવાની જાહેરાત થતાં મહારાજ સાહેબ લુધિયાના પધાર્યાં. અહિંયા ઉદ્યાપનમહોત્સવ દરમિયાન એક ભાઈને વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેમને મુનિ દિક્ષા આપવામાં આવી અને તેમનું નામ શ્રી રતનવિજય રાખવામાં આવ્યું. લુધિયાનાથી મહારાજ શ્રી માલર કોટલાની વિનંતિ આવતાં માલર કોટલા પધાર્યાં અને ત્યાંજ ચાતુર્માંસ કર્યું. માલર કોટલામાં પર્યુષણ પ્રસંગે ભગવાનના રથનો વરઘોડો અગાઉ કોઇ જૈને કાચો ન હતો. મહારાજશ્રીના ઉપદેશથી તેમના ચાતુર્માસ દરમિયાન ભગવાનના રથનો વરઘોડો નીકળ્યો અને વ્યાખ્યાનમાં આવતાં વૈષ્ણવો અને સ્થાનકવાસીઓમાંથી કેટલાકોએ શુદ્ધ મૂતી પૂજક શ્વેતાંબર જૈન ધર્મ સ્વીકાર્યો. તુલશીરામજી માલેરી નામના એક સનાતની જૈને પચીસ વર્ષથી સ્થાનકવાસી માર્ગ સ્વીકાર્યો હતો. તેઓએ પણ મહારાજ શ્રીની ધર્મદેશના સાંભળી શુદ્ધ મૂર્તી પૂજક શ્રદ્ધા સ્વીકારી, અને નવપદજીની ઓળી કરી. શ્રી અમિવિજયજી મહારાજના આ રિતે નવ ચોમાસા પંજાબમાં થયા, તે દરમિયાન અનેક જીવોને મુનિરાજે ધર્મ પમાડવો હતો, સ્થાનકવાસીઓને શાસ્ત્રપાઠોની સાક્ષી આપી મૂતી પૂજક બનાવ્યા હતા અને સેંકડોને શ્રીસિદ્ધક્ષેત્ર—પાલીતાણાની—જાત્રા કરવા ઉપદેશ આપ્યો હતો. આથી ઘણા શ્રાવકોએ શ્રીસિદ્ધક્ષેત્રની જાત્રા કરવા ખાધા લીધી હતી અને માધા પ્રમાણે તેઓએ જાત્રા કરી હતી. તેઓના ઉપદેશથી ઘણા જીવોએ પ્રભુ પુજા કરવાની, દર્શન કરવાની સામાયિક કરવાની, કંદમૂળ ન ખાવાની, અભક્ષ્યના ત્યાગની અને નવલક્ષ નવકાર ગણવાની બાધા લીધી હતી અને પાકા જૈન મન્યા હતા. એમ કહેવાય છે કે તેમનાજ ઉપદેશથી પંજાબના જૈનોના પચાસ ટકા જેટલા જૈનોએ શ્રીસિદ્ધક્ષેત્ર પાલીતાણાની જાત્રા કરી હતી. મુનિરાજ શ્રી ક્ષમાવિજયજી મહારાજ,
હાલના ઉપાધ્યાયજી મહારાજ શ્રી ક્ષમાવિજયજી મહારાજ વિષે અત્રે કેટલીક બાબતો જણાવવાની જરૂર પડેછે. શ્રીક્ષમાવિજયજી મહારાજનો જન્મ કાશ્મીરના પાટનગર જંમુ શહેરમાં ખંડેલવાડ કુટુંબમાં સંવત્ ૧૯૫૯માં થયો હતો. તેઓના પિતાનું નામ શ્રી રામલાલ હતું અને તેઓના વડવાઓ મારવાડથી દિગંબરમૂર્તિઓ સાથે લાવ્યા છતાં પંજામમાં આવ્યા પછી ઢૂંઢક મતના રાગી થયાં હતાં, પરંતુ તેઓ તો શ્રીમદ્વિજયાનંદ સૂરીશ્વરના ઉપદેશથી પાછા મૂર્તી પૂજાના રાગી થયાં અને શ્રી કાશ્મીરીલાલ અને શ્રી રાખવદાસ નામના તેમના બે પુત્રો પણ તે મત પાળવા લાગ્યાં. જાલંધરમાં શ્રી અમિવિજયજી મહારાજ વિચરતાં હતાં ત્યારે કાશ્મીરીલાલે શ્રી અમિવિજયજી મહારાજ પાસે જૈનધર્મનો અભ્યાસ કરવા માંડ્યો. મહારાજશ્રીએ તેમને ૪૫ મોલના થોકડા ઉર્દૂમાં લખી આપી, તે સમજાવ્યા ને તેઓને આગલ અભ્યાસ શરૂ કર્યાં. એ પછી મહારાજશ્રી તો વિહાર કરી ગયા, પણ લુધિઆનામાં શ્રી કાશ્મીરીલાલ તારખાતાનું કામ શીખવા ગયા ત્યારે તેમનો ફ્રી મેળાપ થયો અને શ્રી “ઉપમિતિ ભવપ્રપંચ” ગ્રંથનો પ્રથમ પ્રસ્તાવ, મહારાજશ્રીએ શ્રી શાદીલાલ નામના શ્રાવક પાસે અપાવતાં, શ્રી કાશ્મીરીલાલે તે ગ્રંથ વાંચતાં તેમને વૈરાગ્યની ભાવના જાગી. માલર કોટલામાં શ્રીઅમિવિજયજી મહારાજનું ચાતુર્માસ થતાં શ્રીકાશ્મીરીલાલ ત્યાં ગયા. તેઓએ ગુરુ દેવને મુનિદીક્ષા આપવા વિનંતી કરી પણ તે વખતે ચાતુર્માસ હોવાથી ગુરુશ્રીએ તેમને દીક્ષા ન આપી. એ પછી ગુરુદેવે માલર કોટલાથી વિહાર કરતાં તેઓ પણ તેમની સાથે પગપાળા વિહાર કરવા લાગ્યા અને પોતાના ભાઈ શ્રી રીખવદાસને પણ પોતાની સાથે રાખ્યા. સંવત્ ૧૯૭૩ માં માહે મહિનામાં બધા બીકાનેર આવી પહોંચ્યા અને બિકાનેરમાં ગુરુદેવે સ્થિરતા કરી. આ વખતે શ્રી કાશ્મીરીલાલે એક વધુ વખત ગુરુદેવને દીક્ષા માટે આગ્રહ કર્યો અને તેમનો ભાવ જોઈ તેમને શ્રી અમિવિજયજી મહારાજે અશાય શુદ બીજને દિવસે બીકાનેરમાં મુનિદ્વીક્ષા આપી. આ વખતે શ્રી ખીકાનેર રાજ્યે વરઘોડામાં હાથી, ઘોડા, પલટણ વગેરે રાજ્યનો રસાલો આપ્યો હતો અને આખા બિકાનેરમાં દીક્ષા લેનાર શ્રીકાશ્મીરીલાલનો વરઘોડો ઘણી ધામધૂમ પૂર્વક કર્યો હતો. ચોમાસુ ઉતરતાં બિકાનેરમાંજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org