________________
ઉપદેશની અસર લાલા શંકરાદાસની પત્ની ઉપર પણ મોટી થઈ અને તેઓએ કેટલાક વર્ષોપછી સાધ્વી દીક્ષા ગ્રહણ કરી. આ વખતે જીરાના ઘણા જૈનોએ નવપદજીની ઓળીના તપનું આરાધન વિધિસર કર્યું, અને એક જગ્યાપર જૈનોની મોટી સંખ્યા આયંબિલ કરવા ભેગી થતી હતી. એ ઉપરાંત મહારાજ શ્રીના ઉપદેશથી જીરા અને પંજાબના બીજા ગામોના ઘણા જૈનો સિદ્ધાચલજીની યાત્રાએ ગયા અને યાત્રા કર્યાં ખાદ પોતાને થયેલો આનંદ મહારાજ શ્રી પાસે આવીને જણાવ્યો. એ પછી જીરામાં એક ઓસવાલ જેને મુનિ દિક્ષા લીધી અને તેનું નામ શ્રીરામવિજય રાખવામાં આવ્યું.
દિલ્લીમાં ચાતુર્માસ
સંવત્ ૧૯૬૭ માં જીરાનું ચાતુર્માસ પૂરૂ થયું. કાર્તક પૂર્ણિમા આવી પહોંચી. મુનિરાજ શ્રીઅમિવિજયજી શિષ્ય પરિવાર સહિત વિહાર કરવા તૈયાર થયાં. એ વખતે જીરાની જૈન જનતા મહારાજશ્રીને વળાવવા લાંએ સુધી તેમની સાથે ગઈ અને આંખમાં આશ્રુ સહિત છુટી પડી. મહારાજ શ્રી જીરાથી લુધિયાના પધાર્યાં. લુધિયાનામાં તેઓના વીસ દિવસના વસવાટ દરમિયાન ઘણાઓએ જૈનધર્મનું સાચું સ્વરૂપ સાંભળ્યું અને ઘણાઓએ તેમને વધુ રહેવા વિનંતિ કરી. પણ મહારાજ શ્રી લાભાલાભનો વિચાર કરી, આસપાસના ગામોમાં વિચર્યા અને ધર્મોપદેશ આપવાનું ચાલુ રાખ્યું. હું તેઓને સમાચાર મળ્યા કે તેમના ગુરુવર્ય શ્રી ચારિત્રવિજયજી મહારાજ ગુજરાનવાળામાં અતિ બિમાર હતા. આથી તેઓ શ્રી ગુજરાનવાળા પધાર્યાં અને વયોવૃદ્ધ ગુરુ મહારાજની વૈયાવચ્ચ અતિ શ્રદ્ધા પૂર્વક કરી. પણ “તુટી તેની બુટી નથી”. ગુરુવર્યની આયુષ્ય દોરી તુટી અને અતિ દિલગિરિ સાથે અમિવિજયજી મહારાજે પાછો યંજામમાં વિહાર શરૂ કર્યો. કેટલાક ગામો વટાવ્યા બાદ તેઓએ હસ્તિનાપુરની યાત્રા કરી અને ત્યાંથી દિલ્હી પધાર્યાં. દિલ્હીમાં સંવત ૧૯૬૭ નું ચાતુર્માસ, જૈન જનતાની વિનંતિથી તેઓ શ્રીએ કર્યું અને દરરોજ વ્યાખ્યાન આપી ઘણા જૈનોને જૈન ધર્મમાં પાબંદ કર્યાં. દિલ્હીના જૌહરી લાલા પન્નાલાલજીને મહારાજ શ્રીના વ્યાખ્યાનનો એટલો બધો નાદ લાગ્યો કે મહારાજ શ્રી જ્યાં સુધી આ ભૂમિપર વિચરતાં હતાં, ત્યાંસુધી, તેઓ શ્રી જ્યાં ચાતુર્માસ કરતાં, ત્યાં નૈહરી લાલા પન્નાલાલજી પહોંચી જતાં અને વર્ષ દરમિયાન થયેલા પાપાચારનું પ્રાયશ્ચીત લેતાં.
લુધિયાનામાં પ્રતિષ્ઠામહોત્સવ.
દિક્ષીમાં ચાતુર્માસ પૂરૂ થયું તે અગાઉ લુધીયાનાના ઘણા જૈનો મહારાજ શ્રી પાસે ઘણી વખત આવતા હતા અને પાછા લુધિયાના પધારવા વિનંતિ કરતાં હતાં. એ શ્રદ્ધાળુ જૈનોએ સંવત્ ૧૯૬૭ માં લુધિયાનાના જૈન દેરાસરમાં પ્રતિષ્ઠા કરવા માટે લુધિયાના પધારવા મહારાજ શ્રીને વિનંતિ કરી. આવી વિનંતી વધુ વખત થતાં લાભાલાભ જોઈ શ્રી અમિવિજયજી મહારાજ લુધિયાના ખાતે પધાર્યાં, અને ત્યાં પ્રતિષ્ઠા ક્રિયા ઘણી ધામધુમ પૂર્વક કરાવી. એ વખતે લુધિયાનામાં આખા પંજાબના જૈનો આવ્યાં હતાં અને અગાઉ ગુજરાનવાળામાં સનાતનીઓ સાથેના કેસનો ચૂકાદો આપનાર જજ સાહેખ શ્રી જવાલા સહાયમિશ્ર પણ લુધિયાના અદલી થતાં, લુધિયાનામાં રહેતાં હોવાથી, મહારાજશ્રીને મળવા આવતાં હતાં. લુધિયાનાથી મહારાજશ્રીએ પ્રતિષ્ઠા ખાદ્ય વિહાર કર્યો અને ફિલ્લોર, ફગવાડા, નકોદર, મ્યાની વિગેરે ગામોમાં ધર્મોપદેશ આપતાં જાલન્ધર જઈ પહોંચ્યાં. જાલંધરમાં મહારાજશ્રીએ કેટલોક વખત સ્થિરતા કરી અને શ્રદ્ધાળુ જનતા વ્યાખ્યાનમાં મોટી સંખ્યામાં આવતી. જાલંધરમાં લાલા પહાડિયામલના પુત્રવધુ ખાઈ ઈન્દ્રકોરે વરસીતપની અને જ્ઞાનપંચમીના તપની તપશ્ચર્યાં ઉચરી અને ખીજા ભાઇઓએ અને મ્હેનોએ બીજા વ્રત ઉચર્યાં.
હોસિયારપૂરમાં ચાતુર્માસ
જાલંધરથી મહારાજશ્રી આસપાસના ગામોમાં વિચરતા વિચરતાં હોસિયારપૂરની વિનંતિ આવતાં, હોસિયારપૂર ગયા. સંવત્ ૧૯૬૮નું ચાતુર્માસ મા ગામમાં થયું. અહિં ચાતુર્માસ દરમિયાન ઘણા જૈનોએ વ્રત, પચ્ચક્ખાણ અને તપશ્ચર્યા કર્યાં અને ધર્મોપદેશ શ્રવણુ કરી મનુષ્ય જન્મનો લાભ ઉઠાવ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org