________________
આઆર્ય દેવની પાદુકાની પ્રતિષ્ઠા આચાર્યશ્રી વિજયકમળસૂરીશ્વરજીએ હજારો જૈનો અને જૈનેતરોની હાજરીમાં કરી. આ અપૂર્વ મહોત્સવ જેઈ ગુજરાનવાળાના અને પંજાબના બીજા ભાગના ઢંઢકોને દુખ થયું અને આચાર્ય દેવનું અહિત કરવા એક માર્ગ શોધી કાઢયો. પૂજ્ય આચાર્યદેવશ્રીવિજયાનંદસૂરીશ્વરજીએ રચેલા અને વેદિમાં હિંસા દર્શાવતાં પુસ્તકો શ્રીઅજ્ઞાનતિમિર ભાસ્કર અને જૈનતત્વદર્શ તરફ ઢંઢકોએ સનાતનિઓનું ધ્યાન ખેંચ્યું અને જણાવ્યું કે વેદની નિંદા કરનાર શ્રીવિજ્યાનંદસૂરિજીના શ્રીવિજયકમળ સૂરીશ્વરજી પટ્ટધર હોવાથી તેમની પાસે તેનો ખુલાસો માગે. આ સ્થિતિ સમજાતાં સનાતનિઓ એ શ્રીવિજ્યકમળસૂરીશ્વરજીને ચેલેજ મોકલી કે શ્રી અજ્ઞાનતિમિરભાસ્કરમાં અને શ્રી જૈનતત્વાદર્શમાં જે શ્લોકો વેદમાં હિંસા દર્શાવનાર પૂરાવારૂપે રજુ કરવામાં આવ્યાં હતાં તે પાઠો પૂરવાર કરવા તેઓએ તૈયાર થવું અને તે પૂરવાર કરી આપવા. શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજીએ ઉપલા પુસ્તકોમાં વેદના પાઠો રજુ કરીને એ બિના સાબિત કરી હતી કે વેદમાં પશુયજ્ઞ કરવાનું અને શ્રાદ્ધની ક્રિયામાં પશુમાંસ ખાવાનું વિધાન છે. સ્થિતિ એટલી બધી વિફરી હતી કે સનાતનીઓએ આચાર્યદેવ ઉપર કાયદાસર ઉપાયો યોજી ઉપલા વિધાનો પૂરવાર કરવા પગલાં ભર્યા અને ગુજરાનવાલાના જજ સરદાર જવાલા સહાય મિશ્ર સમક્ષ એ બાબતની તપાસ શરૂ થઈ આ વખતે આચાર્ય દેવે કમાલ કરી. તેઓએ વેદના અનેક પુસ્તકો મેળવ્યા અને અજ્ઞાનતિમિર ભાસ્કરમાં અને જૈનતત્વાદમાં આપેલા પાઠો સાથે એ પુસ્તકોના પાઠો સરખાવ્યા. ત્યાર બાદ તેઓશ્રીએ એ સર્વે પાઠો સમજાવવા શ્રીઅનિવિજયજી મહારાજને જજ સરદાર જવાલા સહાય મિશ્ર સમક્ષ મોકલ્યા. સરદાર સાહેબ પોતે સંસ્કૃતના ભારે વિદ્વાન હતા. મુનિ અમિવિજયજી મહારાજે પ્રતિપાદન શૈલીથી સરદાર સાહેબને બધા પાઠો સમજાવ્યા અને તેઓની ખાત્રી થઈ કે શ્રીઅજ્ઞાનતિમિર ભાસ્કરમાં અને જૈન તત્વદર્શમાં જે હકિકત છપાઈ હતી તે ખરી હતી. આથી સનાતનિઓની વિરૂદ્ધ ચુકાદો આવ્યો અને તેઓની ખાત્રી થઈ કે વેદમાં હિંસાના વિધાન છે. આ રિતે શ્રીવિજ્યકમળસૂરીજીનો પોતાના ગુરુદેવના પુસ્તકો સંબંધમાં વિજય થતાં આખા પંજાબમાં મોટો આનંદ ફેલાયો અને તેઓશ્રીએ ૧૯૬૪માં ગુજરાનવાલામાં ચાતુર્માસ કર્યું. એ વખતે શ્રી અમિવિજયજી મહારાજ તેમની સાથેજ હતા. અને પાછલથી શ્રીવલ્લભવિજયજી મહારાજ પણ લાહોરથી આવીને ગુરુદેવ સાથે જોડાયા હતા.
પંજાબમાં સંખ્યાબંધ ચાતુર્માસ કર્યા. સંવત ૧૯૬૮નું વર્ષ પુરૂ થતાં, મુનિરાજશ્રી અમિવિજ્યજીઅન્ય મુનિરાજે સાથે રહીને આચાર્ય દેવે જ્યાં જ્યાં વિચરતાં, ત્યાં ત્યાં પોતે પણ જતાં. તેઓ ગુજરાનવાળાથી એ રિતે ઘણા ગામોમાં વિચર્યા અને લાહોર થઈ જંડીયાલા ગામમાં સંવત્ ૧૯૮પ માં પધાર્યા. અહિં આચાર્ય દેવસાથે જ તેઓએ ચાતુર્માસ કર્યું. એ ચાતુર્માસ પૂરૂ થતાં પાછો વિહાર શરૂ થયો અને આચાર્યદેવશ્રી બીકાનેરતરફ વિહાર કરી ગયા અને શ્રીમદ લખ્યિવિજયજી મહારાજ અને બીજી મુનિરાજેને પંજાબમાં મૂકતા ગયા. શ્રી અમિવિજ્યજી મહારાજ એ રિતે પંજાબમાં રહ્યા અને સંવત્ ૧૯૬૬નું ચાતુર્માસ તેઓએ જીરા ગામમાં કર્યું.
સ્થાનકવાસી કુટુંબને શુદ્ધ જૈનદર્શનની દિક્ષા. જીરા ગામમાં સ્થાનકવાસી જૈનોની મોટી વસ્તી છે. શ્રી અમિવિજ્યજી મહારાજ જીરામાં હતાં તે વખતે મુનિરાજના વ્યાખ્યાનમાં શ્રોતા વર્ગની મોટી સંખ્યા જતી હતી. એ શ્રોતાવર્ગમાં કેટલાક સ્થાનકવાસીઓ જીજ્ઞાસુબુદ્ધિથી તેમજ પરીક્ષકબુદ્ધિથી જતા હતાં અને મૂર્તી પૂજા શાસ્ત્રોક્ત હોવા વિષે શંકા ઉઠાવતાં હતા. શ્રોતાવર્ગમાં જીરાના નામાંક્તિ શેઠ લાલા શંકરદાસ નવલખા તેમનાં પત્ની અને તેમના ભત્રીજા લાલા ખેતૂરામ પણ હતા. તેઓએ મૂર્તીપૂજા વિષેની ચર્ચા અનેક વખત સાંભળ્યા બાદ તેમની ખાત્રી થઈ કે તીર્થકરોની મૂતની પૂજા કરવી એ શાસ્ત્રોક્ત છે અને તે પણ મુક્તિનો માર્ગ છે. આથી તેઓએ મહારાજશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માંડ્યો અને શંકા સમાધાન થતાં તેઓ ચૂસ્ત મૂર્તીપૂજક જૈન બન્યા. લાલાશંકરદાસે પોતાની ધર્મપત્ની સાથે જીંદગી પર્યત બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. મહારાજશ્રીન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org