________________
મુનિરાજ શ્રી અમિવિજ્યજી મુનિરાજ શ્રીઅમિવિજ્યજી મહારાજે ૧૫૦ નું ચોમાસુ જામનગરમાં કર્યું અને ધર્માભ્યાસ સાથે વ્યાકરણને અભ્યાસ ચાલુ કર્યો. તેઓએ જામનગરમાં એક બ્રાહ્મણ પંડિતને ત્યાં જઈ ચંદ્રપ્રભાવ્યાકરણ શીખવા માંડ્યું અને તે બાદ મુનિરાજશ્રી કલ્યાણવિજયજીએ પણ અભ્યાસમાં તેમને મદદ આપવા માંડી. સંવત ૧૯૫૧ માં તેઓ શ્રીસિદ્ધાચલજીની યાત્રાએ પધાર્યા અને ત્યાં વડિ દીક્ષા માટે જોગ વહ્યા. પાલીતાણામાં શ્રીમદ્ બુટેરાયજી મહારાજના શિષ્ય અને શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજીના ગુરૂભાઈ પન્યાસજી મહારાજ શ્રી આણંદ વિજયજી મહારાજ પાસે તેઓએ ૧૯૫૧ ના મહાશુદિ પાંચમના દિને વડી દીક્ષા ગ્રહણ કરી. આ પછી તેઓએ શ્રીસિદ્ધાચલજીની યાત્રાઓ કર્યા બાદ વિહાર કર્યો અને સંવત ૧લ્પ૧ માં મોરબીમાં ચાતુર્માસ કર્યું. એ બધો વખત તેમને વ્યાકરણનો અભ્યાસ ચાલુ હતો.
અભ્યાસ દરમિયાન ચાતુર્માસ, સંવત્ ૧૯૫૨ માં જામનગરમાં, સંવત્ ૧૯૫૩ માં ધ્રોળમાં અને સંવત્ ૧૯૫૪માં મહેસાણા મુનિરાજ શ્રીઅનિવિજયજીએ ચાતુર્માસ કર્યો. એ વખતે તેમને અભ્યાસ ચાલુજ હતો. મહેસાણામાં અભ્યાસ માટેની વધુ અનુકૂળતા જણાતા તેઓએ વ્યાકરણ, કાવ્ય વિગેરેનો અભ્યાસ આગળ વધાર્યો અને સંવત ૧૯૫૫ માં અને સંવત ૧૯૫૬માં પણ મહેસાણામાંજ ચાતુર્માસ કર્યો અને વ્યાકરણ અને કાવ્યનો અભ્યાસ સંપૂર્ણ કર્યો.
સાદડીમાં કન્યાશાળા, આ પછી તેઓએ વિહાર કરવા માંડ્યો અને સંવત ૧૯૫૭ માં સાદડી-મારવાડમાં ચોમાસુ કર્યું. ત્યાં તેઓના ઉપદેશથી આખા મારવાડમાં પહેલી કન્યાશાળાની સ્થાપના થઈ અને તેમાં મારવાડની જૈન બાઈઓએ અને કન્યાઓએ ધર્માભ્યાસ કરવા માંડ્યો. એ પછી છોકરાઓને શિખવવા માટે પાઠશાળાની પણ સ્થાપના થઈ. સાદડીથી રાણકપુરની જાત્રા કરીને મુનિરાજ શ્રી કેશરિયાજીની જાત્રાએ ગયા હતા, જે વખતે સાદડીના ઘણા શ્રાવકો તેમની સાથે ગયા હતા. આ વર્ષમાં મુનિરાજના સંસારી હેને સાધ્વીશ્રી તિલક શ્રી પાસે દીક્ષા લીધી અને તેમનું નામ જડાવશ્રી રાખવામાં આવ્યું.
રતલામમાં પાઠશાળા, મુનિરાજે મારવાડમાં જોયું કે સર્વત્ર અજ્ઞાન છે. પુરૂષ માત્ર કામ પુરતું નામું શીખે છે અને હિસાબનું જ્ઞાન મેળવે છે. કન્યાઓ અને સ્ત્રિઓ તો એવી દશામાં છે કે જે પશુ જેવીજ ગણાય. આ સ્થિતિ તેમણે પોતે પણ અનુભવી હતી. પોતાની બહેન વિધવા થતાં તે બહેનને ધર્માભ્યાસ કરવાથી કેટલો બધે લાભ થયો તે તેઓએ પોતે જોયું હતું. આ કારણથી પોતે સાત વર્ષોના સતત અભ્યાસ બાદ સાદડી પધાર્યા ત્યારે તેઓએ કન્યાઓ અને સ્ત્રિઓ માટે શાળા સ્થાપવા ઉપદેશ આપ્યો અને તેનું ફળ સારું આવ્યું તે તેઓએ નજરે જોયું. સાદડીથી વિહાર કરતાં સંવત્ ૧૯૫૮માં તેઓ રતલામ પહોંચ્યા અને ત્યાં પણ તેઓએ જ્ઞાનાભ્યાસ અને ધર્માભ્યાસ કરવા માટે ઉપદેશ આપ્યો. પરિણામે રતલામમાં એક પાઠશાળા સ્થપાઈ રતલામમાં તેઓ હતાં ત્યારે તેમને જૈનધર્મ સારી રીતે સમજવા માટે અને સ્વાદુવાદ શૈલી સમજવા માટે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવાની જરૂર જણાઈ
કાશી-બનારસ-માં ન્યાયશાસ્ત્રનો અભ્યાસ, આ વિચાર આવતાં જ તેઓએ કાશી-બનારસ-તરફ સંવત્ ૧૯૫૯માં વિહાર કર્યો. તેઓએ સંવત્ ૧૯૫૯, સંવત્ ૧૯૬૦ અને સંવત્ ૧૯૬૧ માં પોતાનો અભ્યાસ કાશીમાંજ વધાર્યો અને તેમને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ એટલો બધો પરિપકવ થયો કે ઘણા વિદ્યાર્થી ઓ તેમની પાસે ન્યાયનો અભ્યાસ કરવા આવવા લાગ્યા. તેઓએ તેમને પણ એ અભ્યાસ બહુ સારી રિતે કરાવ્યો અને એ લાભ લેનાર ઘણા ભાઈઓ હજી પણ તેમને મળેલા લાભ માટે મુનિરાજ શ્રી અમિવિજયજીને યાદ કરે છે. આ દેશમાં શ્રીમદ્ અમિવિજયજી મહારાજ પોતાના ગુરૂદેવની આજ્ઞાથી રહ્યા હતા એમ જણાવવાની જરૂર છે.
એ પછી તેઓ સંવત્ ૧૬૨ માં વિહાર કરી માળવામાં વડનગરમાં પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યા બાદ રતલામની વિનતિ આવતાં સંવત ૧૯૬૩ માં રતલામમાં પધાર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org