________________
પરિચય
-
“શ્રી હૈમપ્રકાશ” આ ગ્રંથરા, જેને નાની અને મોટી ટીકાથી સુશોભીત કરવામાં આવ્યો છે, તેના કતાં મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણી છે. શ્રીમાન શેઠ તેજપાલની સૌભાગ્યશાલિની પત્ની શ્રીમતિ રાજશ્રીના તેઓશ્રી પુત્ર હતા. મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી તેઓશ્રીએ પોતાના ગુરુદેવના સંસારીપણાના સગા ભાઈ તેમજ દીક્ષીત અવસ્થાના મોટા ગુરુભાઈ પાસે વિદ્યાભ્યાસ કરી અપૂર્વ યોગ્યતા પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી “લોકપ્રકાશ” આદિ અનેક મહાન ગ્રન્થ તેમજ “શાંતસુધારસ” આદિ અનેક નાના ગ્રંથોના કર્તા છે
એટલું જ નહીં પરંતુ મહામંગળકારી શ્રીક૯પસૂત્ર આદી અનેક ગ્રંથો ઉપર તેઓએ વિદ્વત્તાભરી ટીકા રચી છે. વિક્રમ યુગની ૧૭ અને ૧૮મી સદીમાં તેઓએ આર્યાવર્તમાં જૈનધર્મની આણ વર્તાવી હતી. ન્યાયવિશારદ આદી
અનેક બિરુદના ધારક મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના તેઓ સહયોગી હતા. પોતાની અદભૂત બુદ્ધિપ્રભા અને નિર્મળ ચારિત્ર્યથી તેઓ શ્રીમાને મહોપાધ્યાયજીને ખૂબ પ્રેમ સંપાદન કરી લીધો હતો.
આ “હૈમપ્રકાશ” ગ્રંથ અનેક વ્યાકરણના દોહનરૂપ છે. એમાંથી મુખ્ય આધાર, ગુર્જર સમ્રા શ્રી સિદ્ધરાજ, કુમારપાલ તેમજ બીજા શાસનકર્તાઓને પ્રતિબોધ પમાડનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીજીકૃત શ્રી “સિદ્ધહેમશબ્દાનુશાસન” (જેને સંસ્કૃત ભાષાના પ્રખર અભ્યાસી અને મહાન વિદ્વાન ડૉ. એફ. કહોને “The best grammar of indian middle ages” તરીકે વર્ણવ્યો છે એ)માંથી લેવામાં આવ્યો છે. આ વ્યાકરણગ્રંથમાં સત્ર તો “સિદ્ધહેમ”નાજ લેવામાં આવ્યા છે પરંતુ ટીકાઓ પ્રાચીન તેમજ અર્વાચીન અને વ્યાકરણ ગ્રંથોમાંથી સારરૂપે બહુજ સરળતાપૂર્વક લેવામાં આવી છે. જેમને સંસ્કૃત ભાષાનો ઉડો અભ્યાસ કરવો હોય તેમને માટે આ વ્યાકરણનું પુસ્તક અતિ આવશ્યક અને અનિવાર્ય છે. સંસ્કૃત વ્યાકરણ જેવા ગહન વિષયમાં આવું સરળ અને ઉત્તમ પુસ્તક બીજે ક્યાંય મળવું દુર્લભ છે. ગીર્વાણ ભાષાના પ્રેમીઓ અને ખાસ કરી વિદ્યાર્થીઓને નિર્ણય સાગર પ્રેસમાં સંદર કાગળો ઉપર સુંદર અક્ષરોમાં છપાયેલા આ બહુમૂલ્ય વ્યાકરણગ્રંથનો અભ્યાસ કરવાની અમો ખાસ ભલામણ કરીએ છીએ.
“શ્રી હૈમલિંગાનુશાસન આ સ્થળે અમે “હેમલિંગાનશાસન” જે અત્યારે પ્રેસમાં છપાય છે તેના વિષે બે શબ્દો કહેવાની ઈચ્છાને રોકી શકતા નથી. શ્રી દેવચંદ્રસૂરીજીના પ્રખર વિદ્વાન શિષ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીને રચેલો “સિદ્ધહેમ”ના ઉત્તમ અંશરૂપે તે એક ભાગ બને છે. એમાં મૂળ ફક્ત ૧૩૯ શ્લોકો છે જે કે “સ્વપજ્ઞવિવરણ” અને શ્રી વલ્લભવાચકના “દુર્ગપદપ્રબોધ”માં ૬૦૦૦ લોકોનું પ્રમાણ છે. સંકસ્તભાષાની લિંગ વ્યવસ્થા જેટલી વિશાળ છે તેટલીજ તે મતમતાંતરોથી ભરચક છે. એટલે અલ્પબુદ્ધિ જીવો અને વિદ્યાર્થીઓને તે બહુજ સુગમતાથી અને સરળતાથી સમજાય તે માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીએ સેંકડો કઠિન ગ્રંથોમાંથી સાર ઉધત કરીને અદૂભુત ગ્રન્થ રચ્યો છે. આ ગ્રન્થને “સ્વોપાવિવરણ” અને શ્રી વલ્લભવાચકના “દુર્ગપદપ્રબોધ” સાથેજ પ્રગટ કરવામાં આવશે.
છે, અને કોલેજના વિદ્યાથીઓ, કે જેને એક સાથે અનેક વિષયોને અભ્યાસ કરવા હોય છે અને તેથી જેઓ અમુક એકજ વિષયનો ઉડો અભ્યાસ કરવા માટે પુરતો સમય ફાજલ પાડી શકતા નથી, તેઓને બહુ
ક સમયમાં ગીર્વાણભાષાનો ઉડો અભ્યાસ કરવા માટે આ ગ્રંથ અમૂલ્ય છે. ઉપરાંત સંસ્કૃત પંડિતો અને પોકેસરોને રેકરસ” માટે આ ગ્રંથ બહુ ઉપયોગી થઈ પડશે. કોઈપણ બાબત જોવા માટે બહુજ સરળ થઈ પડે તે માટે છેવટે અકારાદિ અનુક્રમણિકા પણ આપવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org