________________
૧
આ ગ્રંથના વિક્રયમાંથી જે કંઈ પણ રકમ આવશે તે ઉપર જણાવેલા જ્ઞાનખાતામાં જમા કરવામાં આવશે અને વીલની કલમને અનુલક્ષીને સમ્યજ્ઞાનના પ્રચારમાંજ વપરાશે.
ગ્રંથપ્રકાશનનું કામ જેટલું દેખાય છે તેટલું સહેલું નથી. પુસ્તકના પ્રકાશન માટે હસ્તલિખિત પ્રતો શોધવી અને એ અધીમાંથી વિશ્વાસપાત્ર કઈ કઈ છે એ બીજી પ્રતો જોડે મેળવીને નક્કી કરવું, મૂળ લખાણમાં રહી ગયેલી ભૂલો ખીજી પ્રતો ને ગ્રંથો પરથી સુધારવી, સંશયાસ્પદ બાબતોમાં વાચકોને સરલ થાય તે માટે ટિપ્પણુ આપવું; એ બધામાં પ્રકાશક જેટલાં સમય, શક્તિ અને તુલનાત્મક બુદ્ધિ ખર્ચે એટલાં ઓછાં છે, અને મુદ્રણાલયમાંથી આવેલા મુોના સંશોધનનું કામ તો બધા કામોમાં સૌથી વધુ તકલીફનું છે. જેણે નાનો કે મોટો કોઈ ગ્રંથ એક વખત પણ પ્રકટ કર્યો હોય તેનેજ આ મધા પરિશ્રમોનો ખ્યાલ આવી શકે.
પ્રકાશકને ઉઠાવવી પડતી આ બધી મુશ્કેલીઓમાંથી પરમઉપકારી ઉપાધ્યાય શ્રી ક્ષમાવિજયજી મહારાજે મને ઉગારી લીધો છે, એ માટે હું એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. નાદુરસ્ત તબિયેત હોવા છતાં પણ એમણે અનેક ગ્રંથોનું મંથન કરીને આ વ્યાકરણ જેવો ગૂઢ અને ગહન વિષય અભ્યાસીને સરળ અને રસપ્રદ થઈ પડે તેવી રીતે વ્યવસ્થીત કરવામાં અને ખારિકીથી મુક્ો તપાસવામાં કેટલી મહેનત લીધી છે એ ગ્રંથના પાઠકને ખબર પડશેજ. આ પ્રકાશનકાર્યમાં જે જે વ્યક્તિઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મદદગાર થઈ છે તેઓનો પણ હું આભાર માનું છું.
અમારા કુટુંબના અનન્ય ઉપકારક અને અનેક આત્માઓને ધર્મમાર્ગે યોજનાર પૂજ્ય ગુરુદેવ શ્રી અમિતિજયજી મહારાજ તથા મારા પૂજ્ય પિતાશ્રીનો જીવનપરિચય કરાવી યત્કિંચિત પણ ઋણમુક્ત થવું યોગ્ય ધાર્યું છે. અને તે આશયને અનુલક્ષીને ઉપરોક્ત પ્રકાશનો પણ તેમના મન્નેના નામાભિધાનની ગ્રંથમાળાના પ્રારંભના પુષ્પો તરીકે પ્રસિદ્ધ થાય છે.
આ મહાગ્રંથોની મહત્તા દરેક વાંચકને હસ્તમાં લેતાંજ સમજાય એ આશયથી ઉપરોક્ત બન્ને ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય છુટો આપીયે છીએ.
હીરાલાલ સોમચંદ
આસો સુદ સાતમ, વિ. સં. ૧૯૯૩.
Jain Education International
}
For Personal & Private Use Only
www.jainelibrary.org