________________
પ્રકાશકનું વક્તવ્ય
મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજીગણિકૃત શ્રી હેમપ્રકાશ પૂર્વાર્ધ પ્રસિદ્ધ કરતાં મને અત્યંત આનંદ થાય છે,
આ ગ્રંથ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે, કલિકાળસર્વર ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના મહાન વ્યાકરણ “શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસન”ની પ્રક્રિયારૂપે રચી, વિસ્તૃત ટીકા સાથે શોભાવ્યો છે.
વ્યાકરણ એ સાહિત્યનું મુખ્ય અંગ છે. વિચારોની વિપુલતા હોવા છતાં વ્યાકરણના નિયમો જાળવ્યા વગરના ઉરચાર અથવા લખાણે વિચારશીલને પણ હાંસીપાત્ર બનાવે છે. એટલે, અતિ જરૂરી એવા વ્યાકરણના વિષય ઉપરનો આ મહાગ્રંથ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસનના સર્વસ્વ દોહનરૂપે રચી સંસ્કૃતગિરાને અભ્યાસ કરવા ઇરછતા જીજ્ઞાસુઓને બહુજ આભારી કર્યા છે.
પૂજ્ય વિનયવિજયજીકત આ ગ્રંથ અદ્યાપિ અપ્રસિદ્ધ હોવાથી અને તેનું પઠન ઘણુંજ ઉપયોગી હોવાથી, સમર્થ વિદ્વાન ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ ક્ષમાવિજયજી મહારાજે મને આ પુસ્તકના સુયોગ્ય પ્રચાર માટે ઉપદેશ આપ્યો. આમ કરવા મેં રજા માંગતાં, અમારા મહેમ પિતાશ્રીના ટ્રસ્ટીઓ શેઠ નગીનદાસ કરમચંદ સંઘવી, શેઠ દેવકરણ ખુશાલ વેરાવળવાળા, અને મારા ગંગાસ્વરૂપ પૂજ્ય માતુશ્રી કસ્તુરાવંતીબાઈએ વીલમાં દર્શાવેલી ઈચ્છાને અનુસરીને મારા પિતાજીએ સમ્યગજ્ઞાનના સંવર્ધન અને સંરક્ષણ માટે જુદી કાઢેલી મોટી રકમમાંથી જોઈતી રકમ ખર્ચવાની સંમતિ આપી તે માટે હું તેઓનો અત્યંત અણું
ઉપાધ્યાયજી ક્ષમા વિજયજી મહારાજની પ્રવૃત્તિથી સારીએ જન જનતા વાકેફ છે. આટલી લઘુ વયમાં તેમણે પ્રાપ્ત કરેલી વિદ્વત્તા, પ્રભાવશીલ વકતૃત્વ અને તે સાથે અત્યુત્તમ ચારિત્ર પ્રશંસનીય અને અનુકરણીય છે, જમે પંજાબના હોવા છતાં ગરવી ગુર્જરી ભાષા ઉપરનો તેમને કાબુ કોઈને પણ મુગ્ધ કરવા માટે પુરતો છે.
પોતાના ગુરુ પૂજ્યપાદ સન્માગપષ્ટ શ્રીમદ્દ અમીવિજયજી મહારાજ પાસેના અભ્યાસ દરમિયાન સિદ્ધહેમશબ્દાનુશાસનના અભ્યાસીઓને માટે મહોપાધ્યાય શ્રી વિનયવિજયજીકત હેમલઘુપ્રક્રિયાની અત્યુપયોગિતા તમને જણાઈ અને તે સાથે તે પરની સ્વોપજ્ઞ ટીકા જોવાની તાલાવેલી લાગી. તેની એક પ્રત અણધારી રીતે અમદાવાદના જેનવિદ્યાશાલાના જ્ઞાનભંડારમાંથી મળી આવવાથી તે પ્રત સંશોધિત કરી પ્રસિદ્ધ કરવાનું વિચાર કર્યો,
એ કાર્ય ચાલુ હતું તે દરમિયાન અમારા ભાગ્યોદયે તેઓશ્રીનું મુંબઈમાં જ ચાતુર્માસ થયું, અને અમારી વિનંતિથી અમારા સ્વર્ગવાસી પિતાશ્રીએ સંગ્રહ કરેલો જ્ઞાનભંડાર જોવા માટે પધાર્યા.
અમારા મહૂમ પિતાશ્રીએ પૂજ્યપાદ અમિવિજયજી મહારાજના સદુપદેશથી સમ્યજ્ઞાનના પ્રચારની ભાવનાથી અને એ આશયથી આ જ્ઞાનભંડારનો સંગ્રહ કર્યો છે, અને પોતાના દેહવિલય વખતે કરેલા વીલમાં પણ દ્રસ્ટીઓને તે જ્ઞાનભંડારની ઉચીત વ્યવસ્થા કરવાનું કામ સોંપી ગયા છે.
એ જ્ઞાનભંડારમાંથી મહારાજ સાહેબને હૈમપ્રકાશની સંવત ૧૭૪૩ની લખેલી એક શુદ્ધ પ્રત મળી આવી. આ હમપ્રકાશના અભ્યાસીઓને ઘણોજ ઉપયોગી ગ્રંથ ાણી પૂ૦ ઉપાધ્યાયજી ક્ષમાવિજયજી મહારાજે બે ટીકાઓ સાથેના અપ્રસિદ્ધ હૈમલિંગાનુશાસનને પણ પ્રકટ કરવા પ્રેરણા કરી. એવા અપ્રકટ અમૂલ્ય ગ્રંથોનું પ્રકાશન સમ્યજ્ઞાનના પ્રચારરૂપ હોઈ અત્યંત ઉપયોગી નિવડશે એવું લાગવાથી સ્ત્રીઓની સંમતિથી અમે એ ગ્રંથ પણ પ્રકટ કર્યો છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org