________________
रूपग्राहकमिन्द्रियं चक्षुरप्राप्यप्रकाशकारि । रूपं श्वेतरक्तपीतनीलकृष्णरूपेण पञ्चविधम् ॥ १३ ।।
ચક્ષુ ઈદ્રિયનું લક્ષણ અર્થ—અહીં ઈન્દ્રિયવ્યપદેશને ભજનાર નિવૃત્તિઉપકરણ-લબ્ધિ-ઉપગ રૂપ “ઈન્દ્રિય” લક્ષ્ય છે.
રૂપને વિષય કરનાર જ્ઞાનના સાધનભૂત ઈન્દ્રિય “ચક્ષુ ઈન્દ્રિય” કહેવાય છે.
શંકાચક્ષુ, વિષયભૂત પદાર્થોને સ્પર્શ કરીને જ્ઞાનને પેદા કરે છે કે સ્પર્શ કર્યા સિવાય ઉત્પન્ન કરે છે?
સમાધાન જવાબમાં શાસ્ત્રકાર કહે છે કે “અપ્રાપ્ય પ્રકાશકારી ચક્ષુ છે ” અર્થાત્ વિષયભૂતપદાર્થોને સંલેષસ્પર્શ કર્યા સિવાય જ વસ્તુ પ્રકાશ કરનારી ચક્ષુ ઈન્દ્રિય છે. છે, લાલ, પીળા, નીલો, કાળે એમ રૂપના પાંચ પ્રકારો છે.
(૧૩+૪૩૩) रसग्राहकमिन्द्रियं रसनं, प्राप्यकारि । रसश्चाम्ळमधुरतितकषायकटुभेदेन पञ्चविधः ॥ १४ ॥
અથ=રસને વિષય કરનાર મતિજ્ઞાનના સાધનભૂત ઈન્દ્રિય “રસન” ઈન્દ્રિય કહેવાય છે.
આ “રસનેન્દ્રિય” ચક્ષુની માફક અપ્રાપ્યકારી નથી. પરંતુ પ્રાપ્યકારી છે. અર્થાત સ્વદેશમાં પૃષ્ટ-બદ્ધવિષયને પામીને, સંબંધ કરીને રસનેન્દ્રિય જ્ઞાન પેદા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org