________________
કઈ પણ શાસ્ત્રીય બાબતમાં નવું તત્વ શોધવાનો દાવો કરે તે તેઓશ્રીની કલ્પનામાં પણ કદી પ્રવેશ પામ્યું ન હતું, માટે ગ્રંથકારના સાહિત્યનું મૂલ્યાંકન કરનારે માત્ર સંકલના, રચના, ૨જુઆત પર ધ્યાન રાખવાનું રહે છે. કોઈ એક વ્યક્તિનું સંકલન આવું છે માટે બીજાએ તેથી પણ આવું સંકલન કરવું જોઈએ તે એક નિરર્થક પ્રલાપ છે. માત્ર શાસનના તર યથાયોગ્ય રીતે પ્રદર્શિત થવા જોઈએ તે જ આગ્રહ યોગ્ય છે.
ગ્રંથકાર ગ્રંથના માર્મિક પાઠકે અને તટસ્થ ચિંતકને ગ્રંથકાર માટે કેવું બહુમાન પિદા થયેલ છે તે તે આપણે આગળ જોઈશું તે પહેલાં ગ્રંથકારનું અનેકવિધ વ્યક્તિત્વ પણ દષ્ટિગોચર કરવા જેવું છે.
તેઓશ્રીના જીવનની કેટલીક વિશિષ્ટતાએ તેમના સાહિત્ય સર્જનમાં પણ ઉતર્યા વગર રહે નહિં માટે પણ તે વ્યક્તિ ત્વની સ્પષ્ટતા કરવી એગ્ય છે.
૧ સૌ પ્રથમ તેઓશ્રીને પૂ. કમલસૂરીશ્વરજી મ. તેમ જ પૂ૦ આત્મારામજી મ. જેવા ગુરુ અને પ્રગુરુ પ્રાપ્ત થયા હતા. જેઓમાં રહેલ શાસન પ્રેમ અને સત્ય ગષણ તેમનામાં સહજ રીતે સંક્રાંત થયા હતા.
૨ વ્યાખ્યાનની અજોડ શક્તિએ વાદવિવાદનાં અનેકાનેક પ્રસંગે પ્રાપ્ત કરાવ્યા હતા જેથી દાર્શનિક જ્ઞાન અત્યન્ત પુષ્ટ બને તેમાં કોઈ આશ્ચર્ય ન ગણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org