________________
છતાં પણ જરૂરિયાતથી વધુ શબ્દ વાપર્યા વગર ગ્રંથની મર્યાદા જાળવી રાખવામાં આવી છે.
સારા ય જૈનદર્શનનું અત્યંતર અને બાહ્ય બંને પ્રકારનું એક સમતલ વિવરણ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે.
મૂલસૂત્ર પર રચવામાં આવેલી “ન્યાય પ્રકાશ” નામની પણ ટીકા પણ વિદ્વાનજનેને આશ્ચર્ય મુગ્ધ કરે તેવી છે. તેનું કદ પણ ઠીક ઠીક પ્રમાણમાં વિશાળ છે.
“ રચના આ ગ્રંથની રચના અંગે પણ એક નાને ઈતિહાસ છે. પૂ. મુનિ શ્રી પ્રભાવવિજય મહારાજે એક દિવસ સ્વ. પૂ૦ ગુરુદેવને વિનંતી કરી કે આપશ્રી કઈ મારા જેવા અલ્પમતિ
ને બેધ થાય તે માટે કઈક સુંદર ગ્રંથ બનાવી આપવાની કૃપા કરે.
સરળહૃદયી સ્વ. પૂ. ગુરુદેવે શિષ્યની તે વિનંતી માન્ય રાખી. સવ૫ર દર્શનનાં ગંભીર ઉંડાણ સુધી પહોંચી ગયેલ પૂ. ગુરુદેવ, એ એક અપ્રતીમ સ્મૃતિ શક્તિના ખજાના હતા. ગ્રંથનું નિર્માણ એક અસાધારણ વાત છે. એક સામાન્ય લેખક પણ સંખ્યાબંધ પુસ્તકે ઉથલાવતે હોય છે જયારે પૂ. ગુરુદેવ આ ગ્રંથ નિર્માણ કરતા હતા ત્યારે કેઈ ગ્રંથ તેમને જેવા માં હોય તેવું મને યાદ નથી. મોટા ભાગના સૂત્રો તેઓ રાતના જ બનાવતા અને દિવસના કોઈની પાસે લખાવી દેતા ગ્રંથકર્તા આચાર્યશ્રીની આ એક અજોડ સફળતા છે અને સ્મૃતિ શક્તિને એક અનુપમ પુરાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org