________________
નિમિત્ત છવાદિ-શક્તિને સ્વીકારી સિદ્ધસાધનદેષને વારવા માટે કહે છે કે, બાહા નિમિત્ત કારણની અપેક્ષાવાળી છે, કારણ કે ગતિ છે. જે જે ગતિ છે તે તે બાહા નિમિત્તની અપેક્ષા રાખે છે. દા. ત.-સ્વયમેવ જવાની ઈચ્છાવાળુ માછલું ગતિમાં અનુપઘાતક ઉપકારક નિમિત્તરૂપે જલની અપેક્ષા રાખે છે, તેવી રીતે સ્વભાવથી ગતિપરિણત જીવ અને પુદગલેની ગતિ પણ નિમિત્ત રૂપે ઉપકારક કે દ્રવ્યની અપેક્ષા રાખે છે. કારણ કે ગતિપણું બને ઠેકાણે સરખું જ છે. એક માત્ર ધર્માસ્તિકાય દ્રવ્ય જ ગતિપરિણત જીવપુદગલની ગતિમાં બાહાનિમિત્ત ઉપકારક રૂપે બની શકે છે, એ શિવાય બીજાદ એમાં નિમિત્ત નથી બની શકતા. કેમકે સહુ સહુના ગુણેઉપકાર-સ્વભાવે જુદા જુદા છે. (૩૫૦) ધર્માસ્તિકાય દ્રવ્યની પ્રદેશની ઈયતા
असंख्येयपदेशात्मको लोकाकाशव्यापी च ॥४॥
અર્થ—અસંખ્યાત પ્રદેશવાળું અને લોકાકાશમાં વ્યાપક આ “ધર્માસ્તિકાય” દ્રવ્ય છે. (૪૫૧) અધર્માસ્તિકાય દ્રવ્યનું નિરૂપણ
स्थित्यसाधारणहेतुर्द्रव्यमधर्मः। प्रमाणं चात्र जीवपुद्गलानां स्थिति निमित्तापेक्षा स्थितित्वात्तच्छायास्थपान्यवदित्यनुमानम् । असंख्येयप्रदेशात्मको लोकाकाशव्यापी च ॥५॥
અર્થ:–સ્થિતિપસ્થિત જીવ અને પુદગલની સ્થિતિમાં અસાધારણુ કારણરૂપ દ્રવ્ય તે “અધર્માસ્તિકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org