________________
તત્તથી તે ભિન્ન છે. તેમ ગ્રંથના નામને વનિ પ્રગટિત થત નથી પણ નવ તત્ત્વમાં પ્રધાનતત્ત્વ જીવ છે. જીવનું પ્રધાન લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાન સ્વરૂપ ન્યાય જ્ઞાનને એક મહત્ત્વને વિભાગ છે તેમ સૂચન કરવામાં આવ્યું છે. માટે જ ગ્રંથનું નામ “તત્ત ન્યાય વિભાકર” હોવા છતા તત્વ અને ન્યાય એવા બે વિભાગ ન કરતાં ગ્રંથકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આમ ત્રણ વિભાગ કર્યા છે. તેમાં પ્રથમ બે વિભાગો ૧૦ ૧૦ કિરણમાં વિભાજન કરવામાં આવ્યા છે. જ્યારે બાકીને ત્રીજો વિભાગ ત્રણ વિભાગમાં વિભાજિત છે.
પ્રથમ વિભાગમાં સૂત્રે. દ્વિતીય વિભાગમાં સૂત્રો. તૃતીય વિભાગમાં સૂત્ર.
પ્રથમનાં દર્શન વિભાગમાં નવ તની ચર્ચા છે. અને પ્રસંગને અનુરૂપ જૈન દર્શનની અણમોલ ભેટરૂપ કર્મતત્વનું વિશદ વર્ણન છે. - પ્રત્યેક ભેદ પ્રભેદના લક્ષણે ખૂબ અદ્દભુત રીતે બનાવ્યા છે. કર્મ ચર્ચા વિષયક તેટલે નાને વિષય પણ પૃથફ ગ્રંથ બનવાની સંપૂર્ણ ગ્યતા ધરાવે છે.
તેવી જ રીતે જ્ઞાનવિભાગમાં ચાર પ્રમાણની વિસ્તૃત ચર્ચા પણ ગ્રંથનું અનેરું આકર્ષણ છે. સૂત્રોમાં વપરાયેલી ભાષા અત્યંત સરળ છે. પ્રયાગ પણ અત્યંત આકર્ષક છે. છતાં પણ જરૂરિયાતથી વધુ શબ્દ વાપર્યા વગર ગ્રંથની મર્યાદા જાળવી રાખવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org