________________
શાંતિનાથચરિત્ર-ચિત્રપદ્રિકા હાથની અડોઅડ તેમનું હળરતન છે, અને તેને અડીને મૂસળ (સાંબેલુ) રત્ન ઊભેલું દેખાય છે. અપરાજિતની આકૃતિની પાછળ લીલી પૃષ્ઠભૂમિ બનાવીને ચિત્રકારે, વાસુદેવ એટલે કે અર્ધચક્રી ભલે અનન્તવીય હોય, પણ તેને વડીલ તો અપરાજિત જ છે એવું જણાવવા સાથે, બે પૈકી એક મોટી વ્યક્તિને વિલક્ષણ રીતે રજુ કરવાનો પહેલેથી ચાલો આવતો શિરસ્તો જારી રાખે છે. (ચિત્ર-૧૨)
અપરાજિતની પછી આપણે શ્યામ શરીરવાળા એક રાજવીને જોઈ શકીએ છીએ. એ રાજવી તે દમિતારિ. પ્રતિવાસુદેવનું શરીર શ્યામવર્ણનું હોય, એ નિયમ હોવાનું, દમિતારના દેહનો શ્યામ વણ સૂચવે છે. દમિતારિ, બર્બરી અને કિરાતીનું નૃત્ય, એકીટશે અને વિસ્ફારિત નેત્રે, જોવામાં તલ્લીન છે. એ નૃત્ય જોઈને એના ચિત્તમાં જાગેલી પ્રસન્નતાને એના મોં પર અંકિત કરીને, ચિત્રકારે પોતાની કુશળતા, વધુ એક વખત, સિદ્ધ કરી આપી છે. નર્તકીઓના નૃત્ય-કૌશય પ્રત્યે એના મનમાં જાગેલ અહોભાવ, એના ડાબા હાથની આશ્ચર્ય ઘાતક મુદ્રા-એક તર્જની આંગળી ઊંચી છે અને શેષ આંગળીઓ અધખુલી વળેલી છે તે–દ્વારા વ્યક્ત થાય છે.
દમિતારિની પાછળ એક અનુચર, તેના માથે છત્ર ધરત ખડો છે. લીલી છત, લાલ ઝુલ અને પીળા દાંડાવાળું છત્ર, દમિતારના મસ્તક કરતાં અદ્ધર (ઊંચે) નથી. તેનું કારણ સ્થળસંકેચ છે. વળી, છત્ર અને છત્રધરને વધુ મોટાં ચીતરવા જતાં દમિતારિ, જે પ્રસ્તુત ઘટનાનું મુખ્ય પાત્ર છે, તેની આકૃતિનું મહત્ત્વ જોઈએ તેવું ઉપસાવી ન શકાય; બલકે તે ઘટી જાય. અને એમ થાય તો તો ચિત્રકાર (Painter ) જ બની રહે, એ કલાકાર ( Artist) ન રહે. આ કાષ્ઠપટ્ટિકાના ચિત્રાંકનમાં જે કલાનું તત્વ જણાતું હોય, તો તે ચિત્રકારે અહીં અને સર્વત્ર દાખવેલી આ પ્રકારની કલાસૂઝ, ઝીણવટ અને સૂચકતાને જ આભારી છે.
દમિતારિની સામે નૃત્યની વિવિધ અને વિશિષ્ટ મુદ્રાઓમાં રહેલી પાંચ આકૃતિઓ દેખાય છે. પાંચેય નૃત્યમગ્ન છે. એક એકની અંગભંગીઓમાંથી જાણે નૃત્ય નીતરી રહ્યું છે. અજાય, અભણ કે નિરક્ષર માણસ પણ આ આકૃતિઓને જોઈને કહી શકે કે “ આ બધાં નાચે છે, ' એવાં આ ચિત્રો છે. અને એમાં જ ચિત્રકારનું રેખાનૈપુણ્ય છે. - આ પાંચ આકૃતિઓમાં પહેલી, ત્રીજી અને પાંચમી એમ ત્રણ પુરુષની આકૃતિઓ છે, અને બીજી અને જેથી એ બે સ્ત્રીની આકૃતિઓ છે. એ બે સ્ત્રીઓ તે જ બર્બરી અને કિરાતી નામની નર્તકીઓ, એટલે કે બાબરી અને કિરાતીનું રૂપ લઈને નાચી રહેલા અનન્તવીર્ય અને અપરાજિત. એ બનેની નૃત્યમુદ્રાઓ તથા નૃત્યને અનુરૂપ વેષ તથા અલંકારનાં પરિધાન, નૃત્યશાસ્ત્ર અને ગ્રામ્ય આભૂષણે અંગેની વિદ્યાના તજજ્ઞો માટે રસદાયક સામગ્રી પૂરી પાડે તેમ છે. બન્નેનાં વસ્ત્રપરિધાનમાં વસ્ત્રોનો મેળ પણ ભારે ખૂબીથી થયો છે. એક વસ્ત્રના વર્ણ અને સુશોભન સાથે મેળ ખાય અને સહેજ પણ અતડું કે વિરૂપ ન લાગે તેવું જ બીજુ વસ્ત્ર ચીતર્યું છે. અને વળી કંઠહાર, કુંડળ વગેરે અલંકાર પણ તે વસ્ત્રાના રૂપરંગને અનુરૂપ જ બન્યા છે. જુઓ, બે પૈકી પહેલી દેખાતી નર્તકી બર્બરીનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org