________________
અભિપ્રા.
૬૨૭
( ૨૦ )
જગપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, જેમનું શિષ્ય મંડળ આજે ગુજરાતી સાહિત્યની અનુપમ સેવા બજાવી રહેલ છે; મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી, શ્રી ન્યાયવિજયજી, શ્રી જયંતવિજયજી, એ સર્વે સમર્થ શિષ્ય ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી રહ્યા છે; હમણાં જ મુનિમહારાજ શ્રી જયંતવિજયજીએ “ આબુ ” નામક ગુજરાતી ભાષામાં લખેલ ગ્રંથની સચિત્ર સુંદર બીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. ગુજરાતી ભાષાના પ્રવાસ-સાહિત્યમાં એ પુસ્તક જરૂર આદરણીય ગણાશે.
“શારદા” (માસિક) ઑગસ્ટ, ૧૯૩૪.
( ૨૧ )
આબુ: ભાગ પહેલો: [ લેખક અને સંપાદક શાતમૂર્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી મહારાજ. પ્રકાશક શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા, ઉજજૈન (માલવા). મૂલ્ય રૂપિયા અઢી ] ઇતિહાસના પ્રખર અભ્યાસીઓ પણ બેઘડી થંભી જાય તેવી માહિતી, સમર્થ પ્રવાસ લેખક પણ વિચારમાં પડી જાય તેવી વિચારસામગ્રી અને કોઈ કલાવિવેચક ફરીફરીને વાંચે તેવી કલાની પિછાણ કરાવે તેવું આ લગભગ વણસો પાનાનું પુસ્તક પૂરેપૂરું વાંચનારને આબુ અને આબુને ઇતિહાસ, ગુજરાત અને ગુજરાતની અપૂર્વકળા, શિલ્પકળા અને જૈનેની કલાપ્રીતિ નજર સમક્ષ ખડાં કરે છે. આબૂ-દેલવાડાનાં જૈનમંદિરે એ આબુનું સર્વથી અધિક આકર્ષણ છે અને વસ્તુપાલ તેજપાલની એ કલાભક્તિ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. પુસ્તકની આ બીજી આવૃત્તિ છે અને એને સચિત્ર બનાવવાથી પુસ્તકની આકર્ષકતા ખૂબ વધી છે, લગભગ પિણોસો જુદાં જુદાં ચિત્રો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org