________________
“ આબૂ ” ભાગ પહેલાના
( ૧૮ ).
આખૂની બૂકો આવી તેમાં એક મને મળી છે. તે હાલ સવારે સામાયિકમાં વાંચું છું. આપના પ્રયાસને માટે શું લખવું ? તેને માટે શબ્દો મળતા નથી. સભાને મળેલી બુક રીવ્યુ માસિકમાં લેવામાં આવશે, પરંતુ આખી બુક વંચાયા પછી લખાશે. ફેટા કેટલાક સુંદર નથી, કેટલાક સ્પષ્ટ નથી, જૈનેતર તીર્થો માટે વધારા પડતો પ્રયાસ કર્યો છે. હેતુ સાથે તે વર્ણન લખાય તે વિશેષ સ્પષ્ટતા થાય. હજુ તે ઘણા ભાગ બહાર પાડવાના છો. તીર્થરક્ષા કે તીર્થોન્નતિના સાધ્યને અંગે વખ તના વ્યયની સાર્થકતા છે. આપની મહત્વતા મારા ખ્યાલમાં મું. વિદ્યાવિજયજી મહારાજના લખાણથી આવી છે. મારે અંતઃકરણપૂર્વક ધન્યવાદ છે.
શેઠ કુંવરજી આણંદજી.
ભાવનગર.
( ૧૦ )
આપ સાહેબના અથાગ પ્રયત્ન, પરિશ્રમ અને તનમનના ભોગે તૈયાર થયેલું “આ ”નું પુસ્તક મને “ભેટ” મળી ગયું છે. તે મેકલવાની મહેરબાની માટે આપને આભારી છું. પ્રસ્તાવના અનુક્રમણિકા અને દરી, દેરા, પગલાંની વિગત તથા ફોટા વી. ખાસ આનંદ ઉપજાવે છે, અને અહીં બેઠા જ આબૂજીનાં દર્શન કરતા હોઈએ એમ થાય છે.
શાહ કપુરચંદ ઠાકરસી.
માજી સુપરિન્ટેન્ડેન્ટ, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલીતાણા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org