________________
અભિપ્રા.
૬૨૫ એમના એ કાર્યથી અમારા જેવા કેટલાએ શિક્ષિત યુવકને જૈન સાધુઓ પ્રત્યેને ભકિતભાવ જાગે છે, એ સાવ સાચું છે.
નેમચંદ ડી. શાહ,
બી. કેમ. ૧૨૪૧, શામળાની પળ, અમદાવાદ,
( ૧૭ ). ગુણવંતી ગુર્જર ભૂમિના છેલા જૈન મંત્રી તથા સેનાપતિ, વસ્તુપાલતેજપાલ, તથા વિમલ દંડનાયક દ્વારા બંધાયેલ મહાન શિલ્પપ્રાસાદનું બારીક નિરીક્ષણ કરીને જૈનદૃષ્ટિએ વિવેચન કરવાના આપના મહાન પ્રયાસ માટે સારેએ જૈનસમાજ આપને હમેશાં માટે ઋણી છે. આપની જહેમત અને વિવેચન કરવાની શકિત કોઇ અદ્ભુત છે. કઈ પણ જૈન ગૃહ આ પુસ્તક સિવાયનું નહિ હોવું જોઈએ, એવું મારું માનવું છે. પ્રકાશકેને પણ ધન્યવાદ ઘટે છે. સાથે સાથે એક સૂચના કરવી અસ્થાને નહિ ગણાય, એમ મારું માનવું છે. ફેટોગ્રાફરને ફોટોગ્રાફીનું સારું જ્ઞાન હોય તેવું લાગતું નથી. ઘણું રમ્ય અને અદ્દભુત પ્રસંગોનાં દયે બીન આવડત ફેટેગ્રાફરના હાથે ફેટોગ્રાફ લેવાયાથી સારાં જોઈએ તેવાં સુંદર દેખાતાં નથી. બીજું બ્લેકે પણ સારા થયા નથી, તેમ છાપનારને તે વાતની ખબર પણ નથી કે કયા બ્લેકમાં કયો રંગ વાપરો જોઈએ. છપાવતાં તથા બ્લેક બનાવતાં પહેલાં કોઈ પણ તે વિષયના જ્ઞાતાની સલાહ લેવાની ખાસ જરૂર હતી. આપને જરૂર પડે તે હું તથા મારા મિત્રે આ બાબતમાં ઘણું કરી શકીએ તેમ છે.
સાશભાઈ મણિભાઈ નવાબ. જૈન ચિત્ર કલ્પદ્રુમ વગેરેના સંપાદક.
અમદાવાદ, ( હાલ વડોદરા )
૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org