________________
અનુપૂર્તિના લેખ. લાલાએ, પિતાના પિતાના શ્રેય માટે શ્રીવાસુપૂજ્ય પ્રભુની પ્રતિમા ભરાવીને તેની કોઈ આચાર્યશ્રી પાસે પ્રતિષ્ઠા કરાવી છે.
(૬૬૪) આ ખાસ લેખ નથી, પરંતુ અચલગઢ ગામમાંના શ્રીકુંથુનાથ પ્રભુજીના દેરાસરની બહારના જમણી તરફના ચેતરાના ખુણામાં એક ગાયે (ગર્દભના ચિહ્ન અને લેખવાળો પત્થર) દીવાલ સાથે ચડેલે છે. તેની નીચેના ભાગમાં આ અક્ષરે ખોદેલા છે. પણ ખારે પત્થર અને ઘણા અક્ષરે ઘસાઈ ગયેલા હોવાથી આ લેખ પૂરેપૂરે વાંચી નહીં શકાયાથી તેને જેટલે ભાગ જેવા સ્વરૂપમાં વાંચી શકાય તેટલો ભાગ તેવા રૂપમાં મૂળ લેખમાં આપે છે.
આ લેખની મિતિ સં. ૧૬૩૪ ના ચૈત્ર વદિ ૩ ની છે, અને તે સિરોહીના મહારાવ સરપુરાવજીના વિજયવંતા રાજ્યકાળમાં ખેદા છે. લેખ ખંડિત હોવાથી તેની સંપૂર્ણ હકીકત જાણી શકાણ નથી. પરંતુ ઉકત લેખ શ્રી ઋષભદેવજીના મંદિરના અંગે છે અને તેથી મહારાવ સરપુરાવજીએ જૈન મંદિરને માટે કંઈ ગામ-ગરાસ કે જમીન ભેટ કરી હોય, કેઈ જૈન પર્વને અગતે પળા હોય, અથવા તે સંઘના તાબાની જમીન કે યાત્રાળુઓ. પરને કંઈ કર-ટેકસ માફ કર્યો હોય; આ અથવા આના જેવી કોઈ પણ બાબતને આમાં ઉલ્લેખ હોવાનું જણાય છે. ગમે તે બાબત હાય પણ કંઇ ને કંઈ દાનપત્ર સંબંધીને આ લેખ છે.
કયા સંવતવા છે ? તે જાણી નહીં શકાયાથી આ ચારે લેખે અહીં સૌથી છેલ્લા આપવામાં આવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org