________________
અનુપૂર્તિના લેખ.
૬૦૭ (૬૪૭) સં. ૧૫૨૫ ના ફાગણ શુદિ ૭ને દિવસે, ઈડરનગર નિવાસી, એસવાલજ્ઞાતીય, શેઠ સાંડાની ભાર્યા દેવલદેના પુત્ર શેઠ ખેતાની ભાર્યા રત્નાદેના પુત્ર શેઠ લાખાની ભાર્યા લાખણદેના પુત્રો ૧ શાહ ગગન, ૨ સાયર, ૩ બલરાજ, ૪ હાંસા. તેમની ભાર્યાઓ અનુક્રમે ૧ ગંગાદે, ૨ સિરિયાદ, ૩ લીલાદે, કમરગાઈ તથા ભત્રીજા કુંવરપાળ આદિ કુટુંબથી યુક્ત એવા (તેમાંના) શાહ ગગને પિતાના કાકા કુટા, કાકી માંઈ અને તેમના પુત્ર કીકાના શ્રેય માટે, શ્રીધર્મનાથ પ્રભુનું બિંબ કરાવ્યું, તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રી લક્ષ્મસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૪૮) સં. ૧૫૨૫ ના ફાગણ શુદિ ૭ ને દિવસે, કાસિંદ્રા * નિવાસી પિરવાડજ્ઞાતીય શેઠ વીરાની ભાર્યા સલમૂના પુત્ર; (પિતાની ભાર્યા હીર વગેરે કુટુંબથી યુક્ત એવા) શેઠ વાછાએ, પિતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભગવાનની પ્રતિમા ભરાવી, તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
૬૪૯) સં. ૧૫૨૮ ના જેઠ વદિ ૧૧ ને દિવસે, પિરવાડજ્ઞાતીય, શેઠ ડાહ્યાની ભાર્યા માધૂના પુત્ર (પિતાની ભાર્યા મેહી અને પુત્ર ખીમા આદિ કુટુંબથી યુક્ત એવા) શેઠ બડૂઆએ, શેઠ છાલાના કલ્યાણ
* * કાસિંદ્રા” ગામ માટે પૃષ્ઠ ૩૯૮ માં તથા પૃ. ૨૯૮ અને ૩૦૮ નીચેની કુટનટોમાં જુઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org