________________
૬૦૬
અવલોકન. પિતાના પિતાના શ્રય માટે, શ્રીસુવિધિનાથદેવની મૂર્તિ ભરાવી, તેની શ્રીતપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૪૫) સં. ૧૫૪૦ માં, પાલડી x નિવાસી, પિરવાડજ્ઞાતિના સંઘવી રાઉલની ભાર્યા પાલ્ડણદેના પુત્ર; (પિતાની ભાર્યા ચાંપલદે તથા પુત્રે ૧ સોમા, ૨ પાતા, ૩ શામળ, ૪ લેલા આદિ કુટુંબથી યુક્ત એવા) સંઘવી વીમે, પિતાના કલ્યાણ માટે શ્રી સંભવનાથદેવ પ્રમુખ શ્રી ચતુર્વિશતિજિનપટ્ટ (વીશ) કરાવ્યા, તેની તપાગચ્છપતિ શ્રીલમીસાગરસૂરિજીએ તથા શ્રીમદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૪૬) સં. ૧૫૨૫ ના માઘ વદિ ૬ને દિવસે, એસવાલજ્ઞાતિના શાહ કુરપાળની ભાર્યા કામલદેના પુત્ર; (પિતાની ભાય ખેતલદે તથા પુત્ર જાવડ આદિથી યુક્ત એવા) શાહ ઝોલાએ, શ્રીધર્મનાથદેવની પ્રતિમા કરાવીને તેની કોઈ આચાર્યવર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી છે.
આ “પાલડી ગામ; “આબુની પશ્ચિમ તલેટીમાં આવેલ “હણકા” ગામથી ઉત્તર દિશામાં ૩ માઈલ દૂર એક “પાલડી ' ગામ આવેલ છે, બીજું “મિહી થી ઉત્તરમાં ૧૦ માઈલ દૂર “સિરોહી સ્ટેટનું અને ત્રીજું ઉપયુંકત પાલડી થી ૬ માઈલ દૂર “જોધપુર’ સ્ટેટનું “ પાલડી ” ગામ છે, આ ત્રણમાંનું કોઈ પણ એક (તેમાં પણ ખાસ કરીને “હણદ્ધા પાસેનું ) હોવાની સંભાવના થાય છે. ઉપર્યુકત ત્રણે (પાલડી) ગામમાં - જિનાલય, ધર્મશાળા-ઉપાશ્રય અને શ્રાવકેનાં ઘરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org