________________
૬૦૨
અવલોકન. પિતાના શ્રેય માટે શ્રીધમનાથદેવનું બિંબ ભરાવ્યું, તેની તપાગચ્છપતિ ભટ્ટારક શ્રીજયચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૬૩૪) ' સં. ૧૫૦૩ ના ફાગણ વદિ ૨ ને દિવસે, પિરવાડજ્ઞાતીય શેઠ લાલાની ભાર્યા સૂદીના પુત્ર, (પિતાની ભાર્યા......આદિ કુટુંબથી યુક્ત એવા) શેઠ છાડાએ, શ્રી શાંતિનાથ દેવની પ્રતિમા ભરાવી, તેની તપાગચ્છપતિ શ્રી જયચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૩૫) સં. ૧૫૦૩ ના જેઠ શુદિ ૧૧ ને શુકવારે, ઓસવાલજ્ઞાતિ, ભંડારીગેત્ર અને બહડા શાખાવાળા શાહ શામળના પુત્ર ધનાની ભાર્યા ધાંધલદેના પુત્ર, (પિતાની ભાર્યા રૂપી અને પુત્રે ૧ છીગિર તથા ૨ લાખાથી યુક્ત એવા) શાહ ગલાએ, પૂર્વજોને તથા પોતાના કલ્યાણ માટે શ્રી નમિનાથદેવની મૂર્તિ ભરાવી, તેની શ્રીસંડેરકગચ્છીય શ્રી શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૩૬ ). સં. ૧૫૦૩ માં, ઓસવાલ જ્ઞાતિ અને છાજહડ (છાજેડ) ગેત્રવાળા શાહ દેવરાજના પુત્ર મંડલિકની ભાર્યા રાગદેના પુત્ર કર્મસિંહ, પિતાના શ્રેય માટે શ્રી નેમિનાથ ભની પ્રતિમા ભરાવી, તેની શ્રીપલિકીયા ગચ્છના શ્રીયશેદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
* “ જોધપુર” સ્ટેટમાં આવેલ “ પાલી ” શહેર કે જે પહેલાં પલ્લી” નામથી પ્રસિદ્ધ હતું, તેના નામ પરથી “ પલિકીયગ૭ ” અથવા “પલિવાલગછ ” નિકળ્યો હોય એમ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org