________________
અનુપૂર્તાિના લેખે
૬૦),
(૬૩૭) સં. ૧૫૦૪માં, પિરવાડજ્ઞાતીય, શેઠ આચાની ભાર્યા લષમાદેના પુત્ર, (પિતાની ભાય લીંબી, ભાઈ ડુંગર, બહેન છત્રદે આદિ કુટુંબથી ચુત એવા) શેઠ હરિભ્રમે, શ્રીઅભિનંદનદેવની પ્રતિમા ભરાવી, તેની આચાર્યવયે પ્રતિષ્ઠા કરી છે.
(૬૩૮) સં. ૧૫૦૬ ના ફાગણ શુદિ ૯ ને શુક્રવારે, પિરવાડજ્ઞાતીય, શેઠ રામસિંહની ભાર્યા વર્ઝના પુત્ર; (પિતાની ભાર્યા પાંચૂથી યુકત એવા) શેઠ હેમાએ, પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી અજિતનાથદેવની પ્રતિમા ભરાવી, તેની ઊકેશગચ્છના શ્રીસિદ્ધાચાર્યસંતાનીય શ્રીકકકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૩૯) સં. ૧૫૦૯ વૈશાખ માસમાં, વેલગરી નિવાસી, પિરવાડજ્ઞાતીય, શેઠ ટેદાની ભાર્યા વામદેના પુત્ર; (પિતાની ભાર્યા હાંસલદેવી આદિ કુટુંબથી યુક્ત એવા) શેઠ ભીલાએ, શ્રીસુવિધિનાથપ્રભુની મૂર્તિ ભરાવી, તેની તપાગચ્છનાયક શ્રી રત્નશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
+ “ સિરોહી થી દક્ષિણ દિશામાં બાર માઈલ દૂર “ મેડા ” નામનું ગામ છે, ત્યાંથી લગભગ બે માઇલ દૂર “ વેલગડી ' નામનું ગામ વિદ્યમાન છે. એ જ કદાચ પૂર્વકાળમાં “ વેલગરી ” નામથી પ્રસિદ્ધ હેય. “ મેડા ” અને “વેલાંગડી માં એક એક પ્રાચીન જિનાલય, ઉપાશ્રય, ધર્મશાળાઓ અને શ્રાવકેનાં ઘર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org