________________
પટ
અનુપૂર્તિના લેખે.
(૬૨૩) સં. ૧૪૮૭ ના અષાડ વદિ ૫ ને દિવસે, એસવાલજ્ઞાતીય શેઠ કમસિંહની ભાર્યા કર્માના પુત્ર, (પિતાની ભાય અહિદેથી યુક્ત એવા) શાહ આકાએ, પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રીચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ કરાવી અને તેની શ્રીગુણભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૪) સં. ૧૪૮૮ ના જેઠ વદિ ૧૦ ને સોમવારે, ઓસવાલજ્ઞાતીય પિતા બાહડ અને માતા ચાહિણદેવીના શ્રેય માટે તેમના પુત્ર હેમાએ શ્રી શાંતિનાથદેવની મૂર્તિ કરાવી અને તેની શ્રી શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૨૫) સં. ૧૪૧ માહ શુદિ પ ને બુધવારે, પિરવાડજ્ઞાતીય શેઠ નયણુની ભાર્યા કાંઊના પુત્રી ૧ દાદા અને ૨ વાછાએ, બધા પૂર્વજોના તથા પિતાના કલ્યાણ માટે શ્રીઅભિનંદનદેવની પ્રતિમા ભરાવી અને તેની, શ્રીસાધુપૂર્ણિમાપક્ષીય શ્રી ધર્મતિલકસૂરિના પટ્ટધર શ્રીહીરાનંદસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી છે.
(૬૨૬) સં. ૧૪૯૧ ના માહ શુદિ ૫ ને બુધવારે પિરવાડ જ્ઞાતિ તથા પંચાયણ ગેત્રવાળા શાહ માંડણના પુત્ર ઈશ્વરે પોતાના કલ્યાણ માટે શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ ભરાવી અને તેની શ્રીજિનસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org